For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં સપાના નેતા આઝમ ખાન સાથે ગેરવર્તણૂક

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

azam-khan
વોશિંગ્ટન, 26 એપ્રિલ: બોસ્ટનમાં લોગોન આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર ઉત્તર પ્રદેશના મંત્રી આઝમ ખાન સાથેની પૂછપરછને ગંભીરતાથી લેતાં ભારતીય દૂતાવાસે આ મુદ્દાને અહીં અમેરિકી વિદેશ વિભાગ સમક્ષ ઉઠાવ્યો છે.

ભારતીય દૂતાવાસના પ્રવક્તા એમ શ્રીધરને એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે આ મુદ્દાને વિદેશ વિભાગ સમક્ષ ઉઠાવવામાં આવ્યો છે. જો કે તેમને પૂછવામાં આવ્યું કે શું બુધવારે બોસ્ટન હવાઇમથક પર ઘટનાથી દૂતાવાસ માહિતગાર છે? આઝમ ખાન ઉત્તર પ્રદેશની સત્તારૂઢ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા છે. તે પ્રદેશના શહેરી અને વિકાસ મંત્રી પણ છે. ભારતથી બ્રિટિશ એરવેઝ દ્રારા અહીં પહોંચતા બોસ્ટન હવાઇમથક પર તેમને પૂછપરછ માટે લગભગ 10 મિનિટ સુધી રોકવામાં આવ્યાં હતા.
તેના વિરોધમાં આઝમ ખાને થોડો સમય રોકાયા બાદ ત્યાંથી પરત ફરવાનો નિર્ણય કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે તે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવની સાથે ત્યાં પહોંચ્યા હતા. જે અલ્હાબાદમાં તાજેતરમાં સંપન્ન થયેલા મહાકુંભ મેળા પર હાઇર્ડ વિશ્વવિદ્યાલયમાં વ્યાખ્યાન આપવા જઇ રહ્યાં છે.

આઝમ ખાને બોસ્ટનના લોગાન એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓએ પુછપરછ કરી હતી. આઝમ ખાને કહ્યું હતું કે મુસલમાન હોવાના કારણે તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી છે. સપા નેતાએ એમપણ કહ્યું હતું કે અમેરિકામાં નોકરી માંગવા માટે આવ્યાં નથી પરંતુ હાવર્ડ યુનિવર્સિટીના આમંત્રણ પર આવ્યાં છે.

English summary
Uttar Pradesh Cabinet Minister and senior Samajwadi Party leader Azam Khan has alleged that he was insulted at a US airport on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X