For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીમ ઈન્ડિયાની ઓરેન્જ જર્સી સામે સપા-કોંગ્રેસના ધારાસભ્યનો વિરોધ, બોલ્યા- ભગવાકરણની કોશિશ

ટીમ ઈન્ડિયાની ઓરેન્જ જર્સી સામે સપા-કોંગ્રેસના ધારાસભ્યનો વિરોધ, બોલ્યા- ભગવાકરણની કોશિશ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં ચાલી રહેલ ક્રિકેટ વર્લ્ડ કપ 2019નો 30 જૂને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મુકાબલો થનાર છે. આ મુકાબલામાં ભારતીય ટીમ ઓરેન્જ એટલે કે ભગવા રંગની જર્સી પહેરીને મેદાને ઉતરશે, જે બાબતે મહારાષ્ટ્રના બે ધારાસભ્યોએ સવાલ ઉઠાવ્યા છે. સમાજવાદી પાર્ટીના અબુ આઝમી અને કોંગ્રેસના એમએલએ નસીમ ખાને ટીમ ઈન્ડિયાની બ્લૂને બદલે ભગવા રંગની જર્સી પહેરવાની બાબતને સત્તાધારી પાર્ટી તરફથી ભગવાકરણની કોશિશ ગણાવી છે.

બંને નેતાઓનું શું કહેવું છે

બંને નેતાઓનું શું કહેવું છે

સપાના અબુ આઝમીએ કહ્યું કે નરેન્દ્ર મોદી દેશ પર ભગવાકરણ થોપી રહ્યા છે. દેશના ઝંડાના ત્રણ રંગ છે, આખરે તેમાંથી કોઈ રંગને બદલે ભગવો જ કેમ પસંદ કર્યો. જર્સીમાં ત્રણેય રંગ લેવામાં આવત તો વધારે સારું હતું. પૂર્વ મંત્રી અને કોંગ્રેસ ધારાસભ્ય નસીમ કાને કહ્યું કે જ્યારથી મોદી સરકાર આવી છે તે બધી જ વસ્તુઓને બસ ભગવા રંગમાં કરવા માગે છે, આ પણ આવી જ એક કોશિશ છે.

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓરેન્જ જર્સીમાં ઉતરશે ટીમ ઈન્ડિયા

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓરેન્જ જર્સીમાં ઉતરશે ટીમ ઈન્ડિયા

ભારતીય ક્રિકેટ ટીમ 30 જૂને ઈંગ્લેન્ડ વિરુદધ પોતાની મેચ રમશે. આ મેચમાં ટીમ ઈન્ડિયા પોતાની પરંપરાગત બ્લૂ જર્સી પહેરવાને બદલે ઓરેન્જ જર્સીમાં રમતી જોવા મળશે. જ્યારે મેઝબાન ઈગ્લેન્ડ બ્લૂ જર્સીમાં રમતી જોવા મળશે. જેને લઈ કેટલાક ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો છે.

બ્લૂને બદલે ઓરેન્જ જર્સી કેમ?

આઈસીસીનો બે રંગની જર્સી પહેરવાનો આ નિયમ 'હોમ ઔર અવે' એટલે કે ઘર અને બહાર હોવ છતાં મુકાબલાને ધ્યાનમાં રાખતા બનાવ્યો છે. જે અંતર્ગત કોઈપણ ટીમને બે રંગોની જર્સી રાખવાનો અધિકાર છે. જ્યારે આઈસીસીએ બીસીસીઆઈને આ વિકલ્પ આપ્યો હતો કે તેઓ કોઈપણ કલર પસંદ કરી શકે છે. આઈસીસીએ જણાવ્યું કે ઈંગ્લેન્ડે પણ 30 જૂને થનાર મેચમાં આવા જ શેડની જર્સી પહેરીને ઉતરશે માટે બંને ટીમ વચ્ચે અંતર કરવા માટે આ વિચાર લાગૂ કરવામાં આવી રહ્યો છે.

ખતરામાં છે સચિનનો વર્લ્ડ રેકોર્ડ, વોર્નર માત્ર 173 રનથી જ દૂરખતરામાં છે સચિનનો વર્લ્ડ રેકોર્ડ, વોર્નર માત્ર 173 રનથી જ દૂર

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ICC world cup 2019: congress mla appose orange jercy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X