For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PBKS vs SRH: લિવિંગસ્ટનની ધમાકેદાર બેટિંગ, જીતવા માટે હૈદરાબાદને 152નો ટાર્ગેટ

પહેલી ઈનિંગના અંતે પંજાબ કિંગ્સ માત્ર 160 રન જ બનાવી શક્યું. મયંક અગ્રવાલની ગેરહાજરીમાં શિખર ધવને પંજાબની કમાન સંભાળી પરંતુ તેઓ આજે પણ બેટથી શિખર પ્રદર્શન ના કરી શક્યા.

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન પ્રીમિયર લીગની 28મી મેચમાં પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ધમાકેદાર મુકાબલો જોવા મળ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે ટૉસ જીતી પહેલાં ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ સનરાઇઝર્સ હૈદરાબાદના બોલર્સે પંજાબ કિંગ્સના બેટ્સમેનોને રન બનાવવા માટે ભારે તડપાવ્યા હતા.

PBKS vs SRH

પહેલી ઈનિંગના અંતે પંજાબ કિંગ્સ માત્ર 160 રન જ બનાવી શક્યું. મયંક અગ્રવાલની ગેરહાજરીમાં શિખર ધવને પંજાબની કમાન સંભાળી પરંતુ તેઓ આજે પણ બેટથી શિખર પ્રદર્શન ના કરી શક્યા. શિખર ધવન 11 બોલમાં 8 રન બનાવી ભૂવનેશ્વરના સ્લોવર બોલ પર માર્કો જેનસનને કેચ થમાવી બેઠો. જે બાદ મયંક અગ્રવાલના સ્થાને ટીમમાં પહેલો મોકો મેળવનાર પ્રભસિમરન સિંહ 11 બોલમાં માત્ર 14 રન બનાવી પેવેલિયન ભેગો થયો. જોહ્ની બેયરસ્ટો પણ 10 બોલમાં 14 રન બનાવી જગદીશન સૂચિતની ફિરકી પર LBW આઉટ થઈ ગયો. જીતેશ શર્માએ પણ 8 બોલમાં 11 રન બનાવી ઉમરાન મલિકની ફાસ્ટ બોલિંગ સામે ગોઠણ ટેકવી દીધા.

જે બાદ લિયામ લિવિંગસ્ટન અને શાહરુખ ખાનની જોડીએ પંજાબ માટે હાશકારાજનક પાર્ટનરશિપ રમી. જો કે બાદમાં 28 બોલમાં 26 રન બનાવી શાહરુખ ખાન પણ પેવેલિયન ભેગો થઈ ગયો. લિયામ લિવિંગસ્ટના 60 રનની મદદથી પંજાબ માંડ 151 રન બનાવી શક્યું. સનરાઈઝર્સ હૈદરાબાદને જીતવા માટે 152નો ટાર્ગેટ આપ્યો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
PBKS vs SRH: Punjab kings gave target of 151 for win to hyderabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X