For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબુક રિસર્ચ: ટેનિસ ઘેલા બન્યા ભારતીયો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sania-mizra
નવી દિલ્હી, 5 જુલાઇ: જાણીતિ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકના એક રિસર્ચ સર્વેમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. આ સર્વેનું માનીએ તો અમેરિકા (યૂએસએ) પછી ટેનિસની દિવાનગીમાં ભારતીય બીજા સ્થાન પર છે અને અમેરિકા બાદ અહીં જ સૌથી વધુ ટેનિસપ્રેમીઓ હાજર છે.

સ્પષ્ટ છે કે આ ખુલાસો ઘણો ચોંકાવનારો નજરે પડે છે કારણ કે જે દેશમાં ક્રિકેટને ધર્મ માનવામાં આવે છે અને જે દેશની રાષ્ટ્રીય રમત હોકી હોય, ત્યાં ટેનિસની દિવાનગી આ પ્રકારે હાવી થશે કદાચ કોઇએ વિચાર્યું નહી હોય. આ સર્વેમાં એ પણ ખુલાસો થયો છે કે તાજેતરમાં ચાલી રહેલા વિંબલડન વિશે ચર્ચા કરવામાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને છે. લગભગ સવા કરોડ લોકોની ફેસબુક પર વાતો, લાઇક્સ, કોમેન્ટ્સ અને ચર્ચાઓના માધ્યમથી આ રિસર્ચને અંજામ સુધી પહોંચાડવામાં આવ્યું.

આ સર્વેમાં તાજેતરમાં ગેર વરીય ખેલાડી સ્ટીવ ડાર્સિસના હાથે ઉલટફેરનો શિકાર થતાં બહારનો રસ્તો બતાવનાર સ્પેનના દિગ્ગજ ખેલાડી રાફેલ નડાલ સૌથી ચર્ચિત ખેલાડીઓની યાદીમાં ટોચ પર રહ્યાં છે જ્યારે તેમનાઅ બાદ રોજર ફેડરર અને નોવાક જોકોવિચનો નંબર આવે છે. તો બીજી તરફ ટેનિસ ખેલાડીઓમાં રૂસની મારિયા શારાપોવા સૌથી ચર્ચિત સ્ટાર સાબિત થયા જ્યારે બીજા સ્થાન પર અમેરિકાની સેરેના વિલિયમ્સ રહી હતી.

English summary
India has the second highest number of tennis fans after the United States, according to a study by Facebook.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X