For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરોઃ આ રીતે ધોવાયા બોલર્સને રચાયા 15 રેકોર્ડ

|
Google Oneindia Gujarati News

જયપુરમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ જોવાની જો તમે ભૂલી ગયા હોત તો ચોક્કસપણે તમે એક અદભૂત અને અવસ્મરણિય મેચ અવસર ગુમાવ્યા સમાન છે. કારણ કે, જયપુરમાં રન અને ચોગ્ગા-છગ્ગાના વરસાદ, બોલર્સની ભયાનક રીતે ધોલાઇ, નાના વિવાદ સહિત અનેક એવી બાબતો બની કે જેના કારણે આ મેચ સદાય માટે યાદગાર રહી ગઇ છે.

આ મેચમાં પ્રથમ ટોસ જીતીને ઓસ્ટ્રેલિયન બેટે્સમેનોએ ભારતીય બોલર્સની ભયાનક રીતે ધોલાઇ કરી હતી અને પાંચ વિકેટ ગુમાવીને 359 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી બેલીએ 92, હોજે 83, વોટ્સને 59, મેક્સવેલે 53, ફિંચે 50 અને વોગ્સે 11 રનની ઇનિંગ રમી હતી. ભારત તફથી વિનય કુમારે બે અને અશ્વિને એક વિકેટ મેળવી હતી. તો બીજી તરફ ભારતીય બેટ્સમેનો પણ આક્રમક મુદ્રા સાથે મેદાન પર ઉતર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મળેલા 360 રનના લક્ષ્યાંકને ભારતે માત્ર એક વિકેટ ગુમાવીને 43.3 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો.

ઓવર અને ટાર્ગેટ જોતા જ તમે જાણી ગયા હશો કે ભારતીય બેટ્સમેનો કેટલી ક્રુરતા સાથે ઓસ્ટ્રેલિયન બોલર્સ પર તૂટી પડ્યા હશે. ભારત તરફથી રોહિત શર્માએ અણનમ 141, વિરાટ કહોલીએ અણનમ 100 અને શિખર ધવને 95 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ફોકનર એકમાત્ર એવો બોલર્સ હતો કે જે એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ સાથે જ અનેક રેકોર્ડ પણ આ મેચમાં નોંધાયા હતા. તો ચાલો તસવીરો થકી જોઇએ જયપુરની મેચ કેવી રીતે બની ગઇ ઐતિહાસિક.

વિશ્વનો હાઇએસ્ટ રન ચેઝ

વિશ્વનો હાઇએસ્ટ રન ચેઝ

જયપુરમાં ઓસ્ટ્રેલિયા સામે એક વિકેટ ગુમાવીને 360 રનનો ટાર્ગેટ ચેઝ કરીને ભારતે ઇતિહાસ રચી નાંખ્યો છે. વિશ્વ ક્રિકેટમાં ભારત બીજો એવો દેશ બની ગયો છે કે, જે સર્વાધિક સ્કોરવાળી મેચને ચેઝ કરી હોય, આ પહેલા દક્ષિણ આફ્રિકાએ 2006માં ઓસ્ટ્રેલિયા સામે 435 રનના લક્ષ્યાંકને હાંસલ કર્યો હતો.

ભારતનો અત્યારસુધીનો સૌથી શ્રેષ્ઠ રન ચેઝ

ભારતનો અત્યારસુધીનો સૌથી શ્રેષ્ઠ રન ચેઝ

ઓસ્ટ્રેલિયા સામે 360 રનનો લક્ષ્યાંક હાસલ કરીને ભારતે વધુ એક સિદ્ધિ હાંસલ કરી લીધી છે અને આ સિદ્ધિ એ છે કે આ રન ચેઝ તેનો અત્યારસુધીનો સર્વશ્રેષ્ઠ રન ચેઝ છે, આ પહેલા ભારતે 2012માં પાકિસ્તાન સામે 330 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. જે અત્યારસુધીનો સર્વશ્રેષ્ઠ હતો.

ભારતની સૌથી ફાસ્ટેસ્ટ સદી

ભારતની સૌથી ફાસ્ટેસ્ટ સદી

વિરાટ કોહલીએ વિસ્ફોટક બેટિંગ કરતા વિરેન્દ્ર સેહવાગના સૌથી ફાસ્ટ સદી ફટકારવાના રેકોર્ડને તોડી નાંખ્યો છે. સહેવાગે 60 બોલમાં સદી ફટકારી હતી, જ્યારે વિરાટ કોહલીએ 52 બોલમાં સદી ફટકારીને આ રેકોર્ડ પોતાના નામે બનાવી લીધો છે, આ સાથે જ તે સૌથી ઝડપી સદી ફટકારનાર સાતમો ભારતીય બની ગયો છે.

ઓસ્ટ્રેલિયા સામે પહેલીવાર ચેઝ કર્યો 300નો ટાર્ગેટ

ઓસ્ટ્રેલિયા સામે પહેલીવાર ચેઝ કર્યો 300નો ટાર્ગેટ

અત્યારસુધી ભારત ક્યારેય પણ ઓસ્ટ્રેલિયા સામે 300 કે તેથી વધુના ટાર્ગેટને ચેઝ કરી શક્યું નહોતું પરંતુ ગઇ કાલે જયપુર ખાતે રમાયેલી મેચમાં ભારતે આ મેણુ પણ ભાંગ્યું છે.

ટોપ પાંચ બેટ્સમેનને ફટકારી ફિફટી

ટોપ પાંચ બેટ્સમેનને ફટકારી ફિફટી

વિશ્વ ક્રિકેટમાં આ પહેલીવાર બન્યુ છે કે, ટોપ પાંચ બેટ્સમેનોએ ફિફટી ફટકારી હોય. ઓસ્ટ્રેલિયાના ટોપ પાંચ બેટ્સમેન, ફિંચ, હોજ, વોટ્સન, બેલી અને મેક્સવેલે ફિફટી ફટકારીને એક નવો કિર્તિમાન રચ્યો છે.

ટોપ ફોર રન ચેઝ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ

ટોપ ફોર રન ચેઝ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ

આ પણ એક અનોખી સિદ્ધિ છે, ઓસ્ટ્રેલિયાએ ચાર વખત વિરોધી ટીમ સામે તગડો રન ચેઝ મૂક્યો છે અને ચારેય વખત વિરોધી ટીમ આ રન ચેઝ કરવામાં સફળ રહી છે. દક્ષિણ આફ્રિકા(438), ભારત(360), ન્યુઝીલેન્ડ(350), ન્યુઝીલેન્ડ(340).

વનડે ક્રિકેટનો અનોખો રેકોર્ડ

વનડે ક્રિકેટનો અનોખો રેકોર્ડ

વનડે ક્રિકેટમાં આ એક અનોખો રેકોર્ડ છે કે, બન્ને ટીમ તરફથી કુલ છ વિકેટ ગુમાવીને 712 રન બનાવવામાં આવ્યા હતા.

 2013માં ભારતીય દ્વારા સર્વાધિક સ્કોર

2013માં ભારતીય દ્વારા સર્વાધિક સ્કોર

રોહિત શર્માએ એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. તે 2013નો પ્રથમ ભારતીય બની ગયો છે કે, જેણે 2013માં સર્વાધિક સ્કોર બનાવ્યો હોય. રોહિત શર્માએ 123 બોલનો સામનો કરીને અણનમ 141 રન ફટકાર્યા છે.

કારકિર્દીની ત્રીજી અને ઓપનિંગ તરીકેની પહેલી સદી

કારકિર્દીની ત્રીજી અને ઓપનિંગ તરીકેની પહેલી સદી

રોહિત શર્માએ ગઇ કાલે કારકિર્દીની ત્રીજી સદી ફટકારી છે, જ્યારે તેણે એક ઓપનિંગ બેટ્સમેન તરીકે પહેલી સદી ફટકારી છે. તેણે છેલ્લે 2010માં શ્રીલંકા સામે સદી ફટકારી હતી.

રોહિત શર્માનો હાઇએસ્ટ સ્કોર

રોહિત શર્માનો હાઇએસ્ટ સ્કોર

141 પણ અણનમ રોહિત શર્માનો અત્યારસુધી હાઇએસ્ટ સ્કોર છે.

સચિન-ગાંગુલીનો તોડ્યો રેકોર્ડ

સચિન-ગાંગુલીનો તોડ્યો રેકોર્ડ

રોહિત શર્મા અને શિખર ધવનની ભાગીદારીએ ભારતીય બેટ્સમેન તરફથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ વિકેટ માટે બનાવવામાં આવેલી સર્વોચ્ચ ભાગીદારી નોંધાવી છે. આ સાથે જ તેમણે સચિન અને ગાંગુલીના રેકોર્ડને પણ તોડી નાંખ્યો છે. રોહિત-શિખરની જોડીએ 176 રન બનાવી સચિન-ગાંગુલીના 1998ના 175 રનના રેકોર્ડને તોડી નાંખ્યો છે.

ભારતના ત્રણ બેટ્સમેનોની ફિફટી

ભારતના ત્રણ બેટ્સમેનોની ફિફટી

આ પહેલીવાર બન્યુ છે કે ભારતના ટોપ થ્રી બેટ્સમેનો દ્વારા ફિફટી ફટકારવામાં આવી હોય.

ભારતીય ધરતી પર પહેલી વાર ઓસ્ટ્રેલિયાના 359

ભારતીય ધરતી પર પહેલી વાર ઓસ્ટ્રેલિયાના 359

ઓસ્ચટ્રેલિયાએ ભારતીય ધરતી પર પહેલીવાર 359 રન બનાવ્યા છે. આ પહેલા તેણે 2009માં હૈદરાબાદમાં ચાર વિકેટ ગુમાવીને 350 રન બનાવ્યા હતા. આ સાથે આ ટોટલે અનોખી સિદ્ધિ એ પણ હાંસલ કરી છે, ઓસ્ટ્રેલિયાએ બીજી વખત ભારત વિરુદ્ધ 359 રન બનાવ્યા છે. આ પહેલા 2003ના વિશ્વકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ આટલા જ રન બનાવ્યા હતા.

રોહિત-શિખર 12મી જોડી

રોહિત-શિખર 12મી જોડી

પહેલી વિકેટ માટે રેકોર્ડ બ્રેક ભાગીદારી નોંધાવનારી રોહિત-શિખરની જોડી 12મી ભારતીય જોડી બની ગઇ છે.

રોહિત-વિરાટ 13મી જોડી

રોહિત-વિરાટ 13મી જોડી

186 રનની અણનમ ભાગીદારી નોંધવનારી રોહિત-વિરાટની જોડી ભારતની 2જી વિકેટની ભાગીદારી બનાવનારી 13મી જોડી બની ગઇ છે.

English summary
Superlative batting by Rohit Sharma, Virat Kohli and Shikhar Dhawan helped India comfortably chase down Australia's mammoth target of 359 for five in 43.3 overs and win the second ODI by nine wickets on October 16, 2013 at the Sawai Mansingh Stadium in Jaipur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X