For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Share Market : શેરબજારમાં મોટો ઘટાડો, બંને ઇન્ડેક્સ લાલ નિશાન પર બંધ થયું

4 જાન્યુઆરી, 2023ના રોજ શેર માર્કેટમાં ઘટાડો થવાના કારણે લોકોના કરોડો રૂપિયા ધોવાયા હતા. શેર માર્કેટના બંને ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઘટાડો થયો હતો, જે સાથે લાલ નિશાન સાથે બંધ થયા હતા.

|
Google Oneindia Gujarati News

Share Market : નવા વર્ષના શરૂઆતના દિવસોમાં જ શેર માર્કેટ નીચે પટકાયું હતું. નવા વર્ષમાં પહેલી વાર શેરબજાર લાલ નિશાન પર બંધ રહ્યું છે. 4 જાન્યુઆરી, 2023ના રોજ શેર માર્કેટમાં ઘટાડો થવાના કારણે લોકોના કરોડો રૂપિયા ધોવાયા હતા. શેર માર્કેટના બંને ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઘટાડો થયો હતો, જે સાથે લાલ નિશાન સાથે બંધ થયા હતા.

stock market

સેન્સેક્સ બુધવારના રોજ 1 ટકાથી વધુના ઘટાડા સાથે બંધ થયો છે. સેન્સેક્સનો અગાઉનો બંધ ભાવ 61294.20 હતો. જ્યારે સેન્સેક્સનો ઓપનિંગ ભાવ આજે 61294.65 રહ્યો છે. આ સાથે સેન્સેક્સ આજે 61327.21ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જે બાદ તેની નીચી સપાટી 60593.56 હતી. બીજી તરફ સેન્સેક્સ 636.75 પોઈન્ટ (1.04 ટકા) ના ઘટાડા સાથે 60657.45 ના સ્તર પર બંધ રહ્યો છે.

આ સાથે બુધવારના રોજ નિફ્ટીમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટીનો અગાઉનો બંધ 18232.55 હતો. જ્યારે આજે નિફ્ટીએ 18230.65ના સ્તરે ઓપનિંગ આપી હતી. નિફ્ટી આજે 18243 ની ઊંચી સપાટી અને 18020.60 ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. આ સાથે નિફ્ટીએ 189.60 પોઈન્ટ (1.04 ટકા)ના ઘટાડા સાથે 18042.95 ના સ્તર પર બંધ રહ્યો છે.

જેએસડબ્લ્યુ સ્ટીલ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ, ઓએનજીસી ટોચના નિફ્ટી ઘટાડો સહન કરનારાઓમાં હતા. બીજી તરફ, ડિવિસ લેબ્સ, મારુતિ સુઝુકી, HDFC લાઇફ, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ આજે નિફ્ટીમાં ટોચના ગેનર્સની યાદીમાં હતા.

બજારમાં બુધવારના રોજ નિફ્ટીએ બીજા સત્ર માટે વધતી જતી ટ્રેન્ડલાઇન અને મુખ્ય દૈનિક મૂવિંગ એવરેજની નજીક પ્રતિકારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ઇન્ડેક્સ 18,000 ના સ્તરે ઝડપથી નીચે આવી ગયો હતો. જોકે, બુલ્સ દિવસના મુખ્ય મનોવૈજ્ઞાનિક સ્તરનો બચાવ કરવામાં સફળ રહ્યા હતા.

આવા સમયે, રોકાણકારોએ યુએસ FOMC મિનિટના પરિણામ પહેલાં તેમના હોલ્ડિંગને ઓફલોડ કર્યું હતું, જે વધુ વ્યાજ દરમાં વધારાનો સંકેત આપશે. અન્ય વૈશ્વિક મેક્રો-ઈકોનોમિક ચિંતાઓ જેમ કે, હાઇ કોવિડ કેસોને કારણે ચીનમાં મંદી, ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો અને સતત ભૌગોલિક-રાજકીય તણાવ રોકાણકારોના માનસ પર ભાર મૂકે છે. આ સાથે વધતી જતી અનિશ્ચિતતાને કારણે આગામી સત્રોમાં વોલેટિલિટી વધી શકે છે.

English summary
Share Market: Big decline in share market, both the indices closed on red mark
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X