For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેવી રીતે તમારા ફેસબૂક એકાઉન્ટને પોર્ન વાયરસથી બચાવશો?

|
Google Oneindia Gujarati News

શું તમારી જોડે ક્યારેક તેવું બન્યું છે કે તમારા હોમપેઝ પર અશ્લીલ વીડિયો કે તસવીર અચાનક જ આવવા લાગે. કે પછી તમે પોસ્ટ ન કરેલા અશ્લીલ વીડીયો તમારા હોમ પેઝ પર હોય અને તમારા મિત્રોને પણ અશ્લીલ મેસેજ કે વિડિયોનો મેસેજ જતો હોય, જે તમે કદી મોકલ્યો જ ના હોય.

જો કે આમાં તમારો કોઇ વાંક નથી. તમારું ફેસબૂક અકાઉન્ટ પોર્ન વાયરસથી ઇફેક્ટેડ થયું છે જેના કારણે આવું થતું હોય છે. પણ જે પણ વ્યક્તિ જોડે આવું થાય છે તેનું મોઢું શરમથી લાલ તો થાય છે.

જો તમે ફેસબૂકનો ઉપયોગ કરતા હોવ તો તમે પણ ક્યારેક ને ક્યારેક આ પાર્ન વાયરસનો ભોગ બની શકો છો. વધુમાં, આ વાયરસે ખાલી તમને જ નહીં ફેસબૂકને પણ ભારે હેરાન કરી રહ્યો છે. ત્યારે આવું તમારી જોડે ના થાય તે માટે શું કરવું જોઇએ તે જાણો આ ફોટોસ્લાઇડરમાં...

શું છે આ વાયરસ?

શું છે આ વાયરસ?

આ વાયરસ મેલબેયર ફેસબૂક યુઝરની ટાઇમલાઇન પર શેર કરેલા એક વીડિયોથી જોડાયેલો હોય છે. મેલબેયર કિલિમ ફેમલીનો ભાગ છે જે ડાઉનલોડેડ ટ્રોજન દ્વારા ફેસબૂક યુઝરના એકાઉન્ટમાં ધૂસી શકે છે.

કેવી રીતે બચશો?

કેવી રીતે બચશો?

મેલબેયર ફેસબૂકમાં એક રોચક પોસ્ટ દ્વારા કે પછી એક નાની યુઆરએલ દ્વારા યુઝરને તેની પર ક્લિક કરવા મજબૂર કરે છે. જે બાદ યુઝર તેવી કોઇ વેબરાઇટ પર જવા રિડાયરેક્ટ કરે છે. જે બાદ પોપ અપ એડ્સના માધ્યમથી ફોન કે કમ્પ્યૂટર પર તમને કોઇ સોફ્ટવેર ડાઉનલોડ કરવાનું કહે છે.

કેવી રીતે બચશો?

કેવી રીતે બચશો?

સોફ્ટવેર ટ્રોજાન મેલબેયર જે સામાન્ય રીતે ફ્લેશ પ્લેયર અપડેટના રૂપમાં આવે છે. જે પોતાની રીતે જ તમારી સિસ્ટમમાં અનેક કોપી બનાવી લે છે. અને બ્રાઉજર માટે રિમોટ સર્વસથી કેટલાક વિડીયો પ્લેયર એક્સટેન્શન ડાઉનલોડ કરી લે છે.

કેવી રીતે બચશો

કેવી રીતે બચશો"

જે પછી પોતાની રીતે જ ફેસબૂક અકાઉન્ટ પર પોર્ન વિડિયો અને તસ્વીરો આવવા લાગે છે. જે તમારા મિત્રો સુધી પણ પહોંચી જાય છે.

તો શું કરશો?

તો શું કરશો?

મેલબેયર વાયરસથી બચવા માટે કોઇ પણ સંદિગ્ધ લિંક પર ક્લિક કરવાથી બચો. પછી ભલે તે તમારા મિત્ર દ્વારા જ કેમ પોસ્ટ ના કરવામાં આવી હોય.

શું કરશો?

શું કરશો?

ક્યારેય પણ કોઇ અજાણી વેબસાઇટથી ફ્લેશ પ્લેયર અપડેટ કે કોઇ અન્ય વીડિયો પ્લેયર ડાઉનલોડ ના કરો.

શું કરશો?

શું કરશો?

જો તમે ક્યારેક આવા સાઇબર હુમલાનો શિકાર બનો તો સૌથી પહેલા તો એન્ટી વાયરસ સ્કેન કરો. વોર્નિંગમાં ઇફેક્ટેડ ફાઇલને ડિલિટ કરો.

પછી

પછી

બ્રાઉઝર એક્ટેન્શનમાં જઇને વારંવાર ચેક કરો કે કોઇ એવી ફાઇલ કે એપ્લિકેશન તો નથી આવીને જેને તમે કદી ડાઉનલોડ જ ના કરી હોય. જો તેવું હોય તો તેને પણ ડિલિટ કરો. આ દ્વારા તમે આ વાયરસથી બચી શકો છો.

English summary
how to protect facebook account from porn virus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X