For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Health Tips : આ 5 ઉપાયોથી તમારી આંખોની સંભાળ રાખો, કોઈ સમસ્યા નહીં થાય

મનુષ્યના શરીરમાં સૌથી કિંમતી વસ્તુ તેની આંખો છે. આંખોથી આપણે આ દુનિયાને જોઈએ છીએ, પરંતુ આટલી કિંમતી હોવા છતાં આપણે આપણી આંખોની સંભાળ રાખી શકતા નથી.

|
Google Oneindia Gujarati News

Health Tips : મનુષ્યના શરીરમાં સૌથી કિંમતી વસ્તુ તેની આંખો છે. આંખોથી આપણે આ દુનિયાને જોઈએ છીએ, પરંતુ આટલી કિંમતી હોવા છતાં આપણે આપણી આંખોની સંભાળ રાખી શકતા નથી. રોજિંદા જીવનમાં, પછી તે મોબાઇલ હોય, લેપટોપ હોય કે ટીવી, આપણી આંખોને તેનાથી ખૂબ જ અસર થાય છે.

હાનિકારક કિરણો આપણી જોવાની ક્ષમતાને પણ અસર કરે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે તમે તમારી આંખોની સંભાળ રાખી શકો છો.

1. ઠંડુ પાણી

1. ઠંડુ પાણી

ઠંડુ પાણી તમારી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. દિવસના ટૂંકા અંતરાલમાં ઠંડા પાણીથી આંખો ધોવાથી તમારો થાક તો દૂર થાય જ છે,પરંતુ સાફ પણ થાય છે. જેના કારણે આંખોની અંદરની ધૂળ અને માટી બહાર નીકળી જાય છે અને તેમને ઠંડક મળે છે. ઠંડુ પાણી સીધુંઆંખો પર પણ છાંટવામાં આવે છે અથવા ઠંડા પાણીમાં કોટન ડુબાડીને આંખો લૂછી શકાય છે.

2. કાકડી

2. કાકડી

સામાન્ય રીતે ફેશિયલ કરતી વખતે તમે પાર્લરમાં જોયું જ હશે કે, કાકડીના ટુકડા આંખો પર રાખવામાં આવે છે. વાસ્તવમાં, કાકડીમાંપાણીનું હાઇ કન્ટેન્ટ આંખોને ઠંડક આપે છે. તમે કાકડીના ટુકડાનો ઉપયોગ કરી શકો છો અથવા તેનો પલ્પ પણ પીસીને આંખો પર રાખીશકો છો.

3. બટાકા

3. બટાકા

સામાન્ય રીતે, જ્યારે તમે ઊંઘમાંથી જાગી જાઓ છો, ત્યારે ઘણી વખત તમારી આંખો ફૂલેલી દેખાવા લાગે છે, જેને પફી આંખો કહેવામાંઆવે છે. બટાકાના જ્યુસથી તમે આંખોની સોજામાં રાહત મેળવી શકો છો. બટાકાને છીણીને તેનો રસ કાઢીને આંખોની નીચે લગાવો અથવાતો તમે બટાકાની સ્લાઈસ પણ કાપીને 15 મિનિટ સુધી આંખો પર લગાવી શકો છો.

4. ગુલાબ જળ

4. ગુલાબ જળ

સુંદર ત્વચા માટે વપરાતું ગુલાબજળ આંખોની સફાઈમાં ખૂબ અસરકારક છે. જો તમારી આંખો લાલ થઈ રહી હોય તો પણ તમે તમારીઆંખોમાં ગુલાબજળના ટીપાં નાખી શકો છો. તેનાથી તમને ઘણી રાહત મળશે.

5. ગ્રીન ટી

5. ગ્રીન ટી

શું તમે જાણો છો કે, ગ્રીન ટી બેગનો ઉપયોગ માત્ર વજન ઘટાડવા માટે જ નહીં, પરંતુ આંખોના આરામ માટે પણ થાય છે. આ ટી બેગ્સને10 થી 15 મિનિટ સુધી આંખો પર રાખવાથી આરામ મળે છે અને જો તમને ડાર્ક સર્કલની સમસ્યા હોય તો પણ તમે તેને ગ્રીન ટી બેગ દ્વારાદૂર કરી શકો છો.

English summary
Health Tips :Take care of your eyes with these 5 home remedies
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X