For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દરેક પુરૂષે જાણવા જોઇએ પ્રોસ્ટેટ કેન્સરના આ 5 લક્ષણ

|
Google Oneindia Gujarati News

પ્રોસ્ટેટ કેન્સર મોટાભાગે લગભગ 65 વર્ષથી વધુની ઉંમરના પુરૂષોમાં જોવા મળે છે. પ્રોસ્ટેટ કેન્સરને સાઇલન્ટ કીલરના નામે પણ ઓળખવામાં આવે છે. આ કેન્સર પુરૂષોની પ્રોસ્ટેટ ગ્રંથીમાં થાય છે.

પ્રોસ્ટેટ એક ગ્રંથી છે, કે જે વીર્યને બનાવવામાં મદદ કરે છે. અને વીર્ય એ પદાર્થ છે, જેમા શુક્રાણુ હોય છે. પ્રોસ્ટેટ ગ્રંથી મૂત્રાશયની નળી સાથે જોડાયેલી હોય છે.

એક યુવાન પુરૂષનું પ્રોસ્ટેટ લગભગ એક અખરોટના આકરનું હોય છે. તે ઉંમર વધવાની સાથે સાથે ધીમે ધીમે મોટું થાય છે. જ્યારે તે બહુ મોટુ થઇ જાય છે, ત્યારે સમસ્યાઓ ઉભી કરી શકે છે.

જો પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણોની, શરૂઆતના તબક્કામાં જ ખબર પડી જાય તો તેની સારવાર સરળતાથી થઇ શકે છે. પ્રોસ્ટેટ કેન્સરનું સર્વ સામાન્ય લક્ષણ પેશાબ રોકાઇ રોકાઇને આવે છે, તેમજ તેમા લોહી નીકળે છે.

પ્રોસ્ટેટ કેન્સરના અન્ય લક્ષણોની જાણકારી પ્રાપ્ત કરવા માટે વનઇન્ડિયાનો આખો લેખ તમે વાંચી શકો છો.

લઘુ શંકા વખતે લોહી અથવા વાઇટ ડીસ્ચાર્જ

લઘુ શંકા વખતે લોહી અથવા વાઇટ ડીસ્ચાર્જ

પ્રોસ્ટેટ ગ્રંથીમાં લોહીની ધમનીઓને નુકસાન થવાથી લોહી પડે છે. જો લઘુ શંકા વખતે લોહી પડે કે વાઇટ ડીસ્ચાર્જ થાય તો ડૉક્ટરની સલાહ તુરંત જ લેવી જોઇએ.

મૂત્ર વિસર્જન વખતે મુશ્કેલી

મૂત્ર વિસર્જન વખતે મુશ્કેલી

મૂત્ર વિસર્જન કર્યા બાદ પણ મૂત્ર ટપકવુ, મૂત્ર ત્યાગ કર્યા બાદ પણ લાગ્યા કરવુ કે મૂત્રાશય ખાલી નથી થયુ, વારંવાર મૂત્ર ત્યાગ કરવો, અને રોકાઇ રોકાઇને મૂત્ર ત્યાગ થવો.

કમરમાં દર્દ

કમરમાં દર્દ

કમરની નીચેના ભાગમાં ખુબ જ દુખાવો થયા કરે છે.

ઇરેક્ટાઇલ ડિસફંક્શન

ઇરેક્ટાઇલ ડિસફંક્શન

દર્દનાક સ્ખલન અને ઇરેક્ટાઇલ ડિસફંક્શનની બિમારી જો એક સાથે થાય તો આ પણ કેન્સરનું લક્ષણ છે.

બળતરા થવી

બળતરા થવી

મૂત્ર વિસર્જન કરતી વખતે ખુબ જ બળતરા થવી. મૂત્ર વિસર્જનમાં આવતી સમસ્યાઓને નોર્મલ ના સમજો.

English summary
Signs Of Prostrate Cancer The symptoms for this cancer are bleak and men, usually tend to brush them off or avoid discussing the symptoms with their near and loved ones.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X