India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પર્મ એલરર્જીના કારણે પણ ફર્ટિલિટી પર અસર પડે છે, જાણો ઈલાજ

By Staff
|
Google Oneindia Gujarati News

સ્પર્મ એલર્જી બહુ દુર્લભ મામલામાંનો એક છે. જેમાં પુરુષના પાર્ટનરને તેના સ્પર્મમાં રહેલ પ્રોટીનને કારણે મહિલા પાર્ટનરને એલર્જિક રિએક્શન થાય છે. આ સ્થિતિને સ્પર્મ એલર્જી કહેવાય ચે.

સ્પર્મ એલર્જીને સીમન એલર્જી કે શુક્રાણુ એલર્જી પણ કહેવાય છે. આ મેડિકલ ભાષામાં હ્યૂમન સેમિનલ પ્લાઝ્મા હાઈપરસેંસિટિવિટીના નામે આળખાય છે. જે મોટાભાગે પુરુષોના સ્પર્મમાં પ્રોટિન મળવાના કારણે એલર્જિક રિએક્શન થાય છે.

કેટલાય અધ્યયનોમાં વાત સામે આવી કે પુરુષ પોતાના જ સ્પર્મથી એલર્જિક થઈ શકે છે. આ સ્થિતિને પોસ્ટ ઓર્ગાસ્મિક સિન્ડ્રોમ કહેવાય છે.

આવો જાણીએ સ્પર્મ એલર્જીના લક્ષણોની ઓળખાણ કઈ રીતે કરી શકો છો અને તેનો ઈલાજ કેવી રીતે કરવો અને શું ગર્ભધારણની પ્રક્રિયામાં આ બીમારી કોઈ સમસ્યા પેદા કરી શકે છે?

પ્રજનન ક્ષમતા ઘટાડે છે

પ્રજનન ક્ષમતા ઘટાડે છે

સ્પર્મ એલર્જીને વાંજપણાથી સીધો કોઈ સંપર્ક નથી પરંતુ આ પ્રાકૃતિક રૂપે ગર્ભધારણની પ્રક્રિયાને મુશ્કેલ બનાવી દે છે. જો કે સારા સમાચાર એ છે કે આના કેટલાય વિકલ્પ હાજર છે. કેટલાક મામલામાં સીમન એલર્જીનો ઈલાજ શક્ય હોય ચે જેથી તમે અને તમારા પાર્ટનર સેક્સની મદદથી ગર્ભધારણ કરી શકો. જો આ વિકલ્પ કામ ના આવે તો તમે અંતર્ગર્ભાશયી ગર્ભાધાન એટલે કે ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશનનો વિકલ્પ પસંદ કરી શકો છો. આ પ્રક્રિયામાં સ્પર્મને સેમિનલ તરળ પદાર્થથી અલગ કરી દેવામાં આવે છે જેથી સ્પર્મમાં એલર્જિક પ્રોટીન ના બચે અને મહિલા આસાનીથી ગર્ભધારણ કરી શકે.

સીમન એલર્જી ગર્ભાવસ્થાને પ્રભાવિત કરે છે?

સીમન એલર્જી ગર્ભાવસ્થાને પ્રભાવિત કરે છે?

ક્યારેક ક્યારેક સીમન એલર્જી ગર્ભધારણ કરવાની પ્રક્રિયાને મુશ્કેલ બનાવી દે છે પરંતુ એકવાર પ્રેગ્નન્સી થવા પર આ તમને અથવા તમારા શિશુને પ્રભાવિત નથી કરતી. આ ઉપરાંત કોઈ મહિલાને સ્પર્મ એલર્જીને કારણે ગર્ભપાત થયો હોવાનું તમે ક્યારેય નહિ સાંભળ્યું હોય. જો કે અધ્યયનની કમીને કારણે આ વાતની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. પરંતુ ડૉક્ટરો મુજબ સ્પર્મ એલર્જીનો પ્રભાવ પ્રેગ્નન્સી બાદ પણ પૂરો થઈ જાય છે.

સ્પર્મ એલર્જીના લક્ષણ

સ્પર્મ એલર્જીના લક્ષણ

સ્પર્મ એલર્જીથી પ્રભાવિત મહિલાઓમાં સામાન્ય રીતે પોતાના પાર્ટનરના સીમનના સંપર્કમાં આવવાથી 30 મિનિટ બાદ જ લક્ષણ જોવા મળે છે.

સ્પર્મના સંપર્કમાં આવ્યા બાદ તે ભાગ પર લાલાછ, બળતરા, ખંજવાળ, સોજા વગેરે થાય છે. શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

તીવ્રગ્રાહિતા (Anaphylaxis), આ એલર્જીના કારણે થતું એક જીવલેણ રિએક્શન હોય છે જે સોજા, ઉલ્ટી, શ્વાસ ફુલાવવો અને કેટલાક ગંભીર મામલામાં શૉકના રૂપમાં સામે આવે છે.

સીમન એલર્જીના લક્ષણ થોડા કલાક બાદ આપોઆપ ચાલ્યા જાય છે. જો કે ક્યારેક ક્યારેક આ થોડા દિવસ માટે રહે છે. આ સમસ્યાને કેટલીયવાર લોકો વેજિનાઈટિસ, યોનિમાં યીસ્ટ સંક્રમણ અને સેક્શ્યુઅલી ટ્રાન્સમિશન ઈંફેક્શન સમજી બેસે છે. પરંતુ આ બધાની વચ્ચે ફરક કરવાની એક વિશ્વસનીય રીત છે. જો કોન્ડોમ વિના સેક્સ કર્યા બાદ થોડી વારમાં જ લક્ષણ દેખાવા લાગે તો આ સીમન એલર્જી હોય શકે છે.

શુક્રાણુથી એલર્જીનો ઈલાજ

શુક્રાણુથી એલર્જીનો ઈલાજ

જો તમે કોંડોમનો ઉપયોગ કરવા નથી માંગતા તો ડિસેંસટાઈઝના અન્ય વિકલ્પો માટે ડૉક્ટરનો સંપર્ક કરો.

સીમ એલર્જી એક એવી દુર્લઙભ બીમારી છે જે પુરુષ અને મહિલા બંનેને પ્રભાવિત કરી શકે છે. સંભોકગ કે હસ્તમૈથુનને કારણે નિકળેલ શુક્રાણુ કોઈની પણ ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. આ સ્થિતિનો પુરુષોને કોઈ અંદાજો નથી હોતો પરંતુ તમારા પાર્ટનર સાથે સેક્સ કરતી સમયે માલૂમ પડવું એક ગંભીર સ્થિતિ હોય છે. માટે કોઈપણ લક્ષણ જોવા મળે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.

રિસર્ચમાં ખુલાસોઃ સૂર્યની ચમક 5 ગણી ઘટી, પૃથ્વી પર અસરને લઈ વૈજ્ઞાનિકોનું અલર્ટરિસર્ચમાં ખુલાસોઃ સૂર્યની ચમક 5 ગણી ઘટી, પૃથ્વી પર અસરને લઈ વૈજ્ઞાનિકોનું અલર્ટ

English summary
what is sperm infection and how it can be cured, explained in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X