For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મને પોતાની ફિલ્મોનું પ્રમોશન કરવું નથી ગમતું : સલમાન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી : એક પછી એક અનેક સફળ ફિલ્મો આપનાર બૉલીવુડના દબંગ સલમાન ખાનનું કહેવું છે - મને પોતાની ફિલ્મોનું પ્રમોશન કરવું પસંદ નથી, કારણ કે તેના માટે અનેક શહેરોમાં ફરવું પડે છે. સાથે જ ઘણાં બધા લોકોને મળવાનું હોય છે કે જે ખૂબ થકાવનાર હોય છે.

salman-khan

પોતાની સ્વૈચ્છિક સંસ્થા બીઇંગ હ્યૂમનના કોકા કોલા સાથે ટાઇઅપ માટે યોજાયેલ સમારંભમાં સલમાન ખાને જણાવ્યું - મને તે દિવસો યાદ છે કે જ્યારે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થતાં જ ફુરસદ મળી જતી હતી. ફિલ્મનું સમગ્ર પ્રમોશન માત્ર પોસ્ટરો દ્વારા જ થતું હતું.

સલમાનનું કહેવું છે કે હવે ફિલ્મ નિર્માતાઓ ખૂબ કંજૂસ થઈ ગયાં છે. તેઓ વધુમાં વધુ લાભ કમાવવા માટે અનેક જુદી-જુદી બ્રાંડ્સ સાથે ટાઇઅપ કરે છે કે જેના પ્રમોશનની જવાબદારી અમારા બધા ઉપર હોય છે. અમારો ઉદ્દેશ હોય છે કે ફિલ્મ અંગે વધુમાં વધુ લોકો જાણી શકે. એક પછી એક અનેક સુપરહિટ ફિલ્મો આપનાર સલમાનની ગણતરી બૉલીવુડના સૌથી સફળ અભિનેતાઓમાં થાય છે.

ફિલ્મોથી ઇતર પ્રવૃત્તિ તરીકે શરૂ કરાયેલ સલમાન ખાને પોતાની સ્વૈચ્છિક સંસ્થા અંગે જણાવ્યું - અમારો પ્રયાસ છે કે બીઇંગ હ્યૂમન દ્વારા છેવાડાના ગામડાઓમાં રહેતાં યુવાનોને રોજગારી મળી શકે અને બાળકોને શિક્ષણ આપી શકાય, કારણ કે શિક્ષણ અને રોજગારી માણસ માટે ખૂબ જ જરૂરી હોય છે. આ એનજીઓ શરૂ કરવાની સલાહ મને મારા માતા-પિતાએ આપી હતી. હું તેનો ભાગ બની ખુશી અનુભવું છું.

જ્યારે સલમાન ખાનને પૂછવામાં આવ્યું કે તેઓ પોતાના વ્યસ્ત શિડ્યુઅલમાંથી એનજીઓ માટે સમય કેવી રીતે ફાળવે છે? જવાબમાં મજાકની શૈલીમાં સલમાને જણાવ્યું - હું શૂટિંગના સેટ ઉપર મોડો જાઉં છું.

નોંધનીય છે કે સલમાન ખાન માટે વર્ષ 2012 ખૂબ જ સારો રહ્યો. તેમની બંને ફિલ્મો એક થા ટાઇગર તથા દબંગ 2 સુપરહિટ રહી. દબંગ, રેડી, બૉડીગાર્ડ, એક થા ટાઇગર અને દબંગ 2 જેવી તમામ ફિલ્મોએ સો કરોડથી વધુ વ્યવસાય કર્યો છે.

English summary
Superstar Salman Khan says that he hates getting out of his house to promote movies before their release.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X