ફિલ્લોરીની સ્ટોરી છે યુનિક! હળવી અને મનોરંજક ફિલ્મ..

Written By:
Subscribe to Oneindia News

અનુષ્કા શર્મા ની પ્રોડ્યૂસર તરીકેની બીજી ફિલ્મ છે, ફિલ્લોરી. અનુષ્કાના પ્રોડક્શનની પહેલી ફિલ્મ એનએચ 10 બોક્સઓફિસ પર ઠીકઠાક કમાણી કરી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગના ભરપૂર વખાણ થયા હતા. ફિલ્લોરી તેની પહેલી ફિલ્મ કરતાં બિલકુલ વિપરિત છે, આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે, જેમાં અનુષ્કા શર્મા શશી નામના ભૂતનો રોલ ભજવી રહી છે.

phillauri

કાસ્ટ - અનુષ્કા શર્મા, દિલજીત દોસાંજ, સુરજ શર્મા
ડાયરેક્ટર - અંશાઇ લાલ
પ્રોડ્યુસર - અનુષ્કા શર્મા, કર્નેશ શર્મા, ફોક્સ સ્ટાર સ્ટુડિયો

આ ફિલ્મમાં દિતજીત દોસાંજ શશી(અનુષ્કા)ના પ્રેમીના રોલમાં જોવા મળે છે. અનુષ્કાની પહેલી પ્રોડક્શન ફિલ્મની માફક જ આ ફિલ્મની પણ વાર્તા જરા હટકે અને રસપ્રદ છે તથા સ્ટાર કાસ્ટ યુનિક છે.

પ્લોટઃ કાનન(સૂરજ શર્મા) માંગલિક હોવાને કારણે તેને પોતાની મનગમતી યુવતી સાથે મેરેજ કરતાં પહેલાં વૃક્ષ સાથે લગ્ન કરવાની ફરજ પાડવામાં આવે છે. જે વૃક્ષ સાથે કાનના લગ્ન થાય છે, એમાં જ શશીનો વાસ હોય છે, જે અહીં પોતાના પ્રેમીની રાહ જોઇ રહી છે. કાનને કારણે શશી માનવોની દુનિયામાં અટકી પડે છે, આથી કાનના વૃક્ષ સાથે લગ્ન થયા બાદ શશી નામનું બૂત તેની પાછળ પડી જાય છે. આખરે કાનનની જ મદદથી શશી ફરીથી પોતાના મૂળ જગ્યાએ(વૃક્ષ) પાછી ફરે છે.

ફિલ્મમાં હંમેશની માફક અનુષ્કાની એક્ટિંગ સુંદર છે અને દિલજીત પણ પોતાની સિમ્પલિસિટી અને ચાર્મથી લોકોનું મન જીતવામાં સફળ થઇ રહ્યો છે. અનુષ્કા શર્મા પસંદ હોય અને હળવી મનોરંજક ફિલ્મ જોવાની ઇચ્છા હોય તો આ ફિલ્મ ચોક્કસ જોવી. ફિલમનું મ્યૂઝિક ખાસ પોપ્યૂલર થયું નથી.

બોલિવૂડના સિતારાઓએ તો પહેલા જ આ ફિલ્મના ખૂબ વખાણ કર્યા છે.

English summary
Phillauri Review: Phillauri is Anushka Sharma's second production venture. In this movie, she will be seen playing the role of a spirit known as Shashi.
Please Wait while comments are loading...