For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SSR કેસઃ રિયા ચક્રવર્તીને આજે ભાયખલ્લા જેલમાં શિફ્ટ કરવામાં આવશે

સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીને આજે સવારે 10 વાગ્યા બાદ ભાયખલ્લા જેલમાં શિફ્ટ કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીને આજે સવારે 10 વાગ્યા બાદ ભાયખલ્લા જેલમાં શિફ્ટ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે રિયા ચક્રવર્તી અત્યારે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે. તેણે 22 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેવુ પડશે. ઉલ્લેખનીય છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ડ્રગ્ઝ મામલે રિયા ચક્રવર્તીની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ રિયા ચક્રવર્તીને કોર્ટમાં હાજર કરવામાં આવી જ્યાંથી તેેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી.

રિયાએ આખી રાત લૉકઅપમાં ગાળી

રિયાએ આખી રાત લૉકઅપમાં ગાળી

રિયાએ મંગળવારની રાત NCBના લૉકઅપમાં પસાર કરી કારણકે મહારાષ્ટ્ર જેલના મેન્યુઅલ મુજબ રાતે કેદીને જેલ નથી જવાતા. આ પહેલા તેના વકીલે જામીન માટી અરજી આપી હતી જેને ફગાવી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રિયાની ધરપકડ ડ્રગ પેડલર કેસમાં થઈ છે. જ્યાં સુધી સુશાંત સિંહ રાજપૂતના મોતના કારણની વાત છે તો એ કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર રિયા ચક્રવર્તીએ એનસીબી સામે પૂછપરછમાં એ સ્વીકાર્યુ છે કે તે સુશાંત માટે ડ્રગ્ઝ ખરીદતી હતી પરંતુ તેણે ખુદ ડ્રગ્ઝ નહોતી લીધી.

સુશાંત માટે રિયા ખરીદતી હતી ડ્રગ્ઝ

સુશાંત માટે રિયા ખરીદતી હતી ડ્રગ્ઝ

મીડિયા રિપોર્ટ્સ મુજબ એનસીબીએ રિયાને ધરપકડ કરીને જે રિમાન્ડની કૉપી તૈયાર કરી હતી તેમાં પણ રિયાના ડ્રગ્ઝ લેવાનો ઉલ્લેખ નથી. જ્યારે રિયા પેડલરના સંપર્કમાં હતી અને સુશાંતના કહેવા પર પેડલર્સને પૈસા રિયાએ આપ્યા હતા. રિમાન્ડ કૉપીમાં કહેવામાં આવ્યુ છે કે શોવિક દ્વારા રિયા સુધી ડ્રગ્ઝ આવતી હતી. ડ્રગ પેડલર સેમ્યુઅલ મિરાંડા, દીપેશ સાવંતને આપતા હતા. બાદમાં આ ડ્રગ્ઝ રિયા દ્વારા સુશાંત સુધી પહોંચતી હતી. રિયા દ્વારા ડ્રગ પેડલરને પેમેન્ટ કરવામાં આવતુ હતુ જે પૈસા સુશાંત આપતા હતા. એનસીબીની રિમાન્ડ કૉપીમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે શોવિક, સેમ્યુઅલ, દીપેશ પાસેથી કોઈ ડ્રગ મળી નથી. શોવિક દ્વારા અબ્દુલ બાસિત પરિહાર અને ઝૈદ વિલાત્રા દ્વારા ડ્રગ ફેસિલિટેટ કરવામાં આવતી હતી.

અંકિતા લોખંડેએ કર્યુ ટ્વિટ

અંકિતા લોખંડેએ કર્યુ ટ્વિટ

રિયાની ધરપકડથી અમુક લોકો ખુશ છે તો અમુક લોકો રિયાના અરેસ્ટનો વિરોધ કરી રહ્યા છે. જેમાં તાપસી પન્નુ પણ છે. તેણે લખ્યુ કે આ એ કેસ નથી. ના તો એ પૈસા બનાવી રહી હતી કે ના તે હત્યારી હતી. તે બસ ડ્રગ લઈ હતી અને પહોંચાડી રહી હતી. તો આ જેનુ પણ હતુ તેને મુબારક કારણકે સુશાંતને નહિ પરંતુ એ લોકોને તો પાક્કો ન્યાય મળી ગયો, મુબારક હો. વળી, રિયાની ધરપકડ બાદ સુશાંતની પૂર્વ પાર્ટનર અંકિતા લોખંડેએ ન્યાય લખીને એક ફોટો ટ્વિટ કર્યો છે જેમાં લખ્યુ છે કે કંઈ પણ ચાન્સ કે ભાગ્યથી નથી હોતુ. તમે પોતાના કામથી પોતાનુ ભાગ્ય ખુદ લખો છો. આને કર્મ કહેવાય છે.

નાસિકઃ 24 કલાકમાં ત્રણ વાર ભૂકંપના ઝાટકા આવ્યાનાસિકઃ 24 કલાકમાં ત્રણ વાર ભૂકંપના ઝાટકા આવ્યા

English summary
SSR Case: Rhea Chakraborty will be sent to Byculla jail at today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X