For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : આ હોરર મૂવી, આ સત્ય ધટનાઓ પર બની છે.

|
Google Oneindia Gujarati News

રીલ લાઇફને રીયલ લાઇફ જોડે છે જૂનો સંબંધ. રિયલ લાઇફમાં થતી ડરામણી અને સમજી ના શકાય તેવી ધટનાઓને અનેક વાર ફિલ્મમાં રૂપેરી પડદે બતાવામાં આવે છે. અને ફિલ્મમાં રૂપેરી પડદે તે ડર અને ભયાવહતા ફરી એક વાર તાજી થઇ જાય છે.

ત્યારે આવી જ કેટલીક હોલિવૂડ મૂવીઝ જે સત્ય ધટના પર આધારીત છે તેના વિષે આજે અમે તમને જણાવીશું. કોણ હતા તે લોકો જેને રિયલ લાઇફમાં આવી ભયાવહતાને નજરે જોઇ છે.

કેવી ધટનાઓ બની અમુક લોકો જોડે જેની છાપ તેમના મન પર વર્ષો સુધી રહી. તે તમામ માહિતી પણ અમે તમને જણાવીશું તો જુઓ આ ફોટો સ્લાઇડર...

ધી કોન્જ્યુરિંગ

ધી કોન્જ્યુરિંગ

લુટ્ઝ ફેમિલિની રિયલ લાઇફ પર આ ફિલ્મ આધારીત છે. 1975 જોર્જ અને કૈથી લુટ્ઝે તેમના ત્રણ બાળકો તેના નવા ઘરમાં રહેવા આવ્યા. ડૉ. સ્ટીફન કાપલાનને તેની વાઇફે રિયલ લાઇફમાં આ ઘર માટે ગોસ્ટ હંટરનું કામ કર્યું હતું. નોંધનીય છે કે ન્યૂયોર્કના એમ્ટીવીલમાં આવેલા આ ઘરના ઉપરના રૂમ અને બેઝમેન્ટમાં આજે પણ કોઇને જવા દેવામાં નથી આવતા.

ધી સાયલેન્સ ઓફ ધ લેમ્બ્સ

ધી સાયલેન્સ ઓફ ધ લેમ્બ્સ

આ સુપર ક્લાસિક હોરર ફિલ્મમાં માનભક્ષી સિરીયલ કિલર ડૉક્ટર એલફ્રેડ્રો બાલ્લીના જીવન પર આધારિત છે. આ મેક્સિકન ડોક્ટરે અનેક લોકોના ખૂન કર્યા હતા.

ધી એક્સૉસિઝમ ઓફ એમીલી રોઝ

ધી એક્સૉસિઝમ ઓફ એમીલી રોઝ

એન્નીલીઝ મીશેલ નામની જર્મન યુવતીના જીવન પર આધારિત છે આ ફિલ્મ. જેની પર 1975માં કેથલિક એક્સોસિઝમ કરવામાં આવ્યું હતું. અને તેના બાદ એક વર્ષમાં તેની મોત થતા પાછળથી આ પર પાદરી પર કેસ કરવામાં આવ્યો હતો. આ કેસે દુનિયા ભરમાં માનસિક બિમારી ધરાવતા લોકો માટે પથ્થરની લકીર સાબિત થયો હતો.

ધી એક્સૉસિસ્ટ

ધી એક્સૉસિસ્ટ

હોલિવૂડની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી હતી. 1940માં એક પાદરી એક જર્મન બાળક પર એક્સૉરસિઝમ (વળગાડ મુક્તિ)ની પ્રક્રિયા કરી હતી. આ બાળકનું સાચું નામ તો કદી બહાર નથી આવ્યું પણ ડોક્યુમેન્ટ માટે તેને રોનાલ્ડ કે રોબી નામ આપવામાં આવ્યું હતું.

ઓપન વોટર

ઓપન વોટર

આ ફિલ્મની કથા આશિંક રીતે અમેરિકન કપલ ટોમ અને ઇલીન લોનર્ગનના રિયલ લાઇફ આધારીત છે. નોંધનીય છે કે આ કપલની લાશ કદી નથી મળી. અને તેમની લાશને લઇને અનેક તર્કવિતર્ક આજ દીન સુધી થઇ રહ્યા છે.

ધી હન્ટીંગ ઇન કનેક્ટિકટ

ધી હન્ટીંગ ઇન કનેક્ટિકટ

કારમેન સ્નેડેકરના પરિવારની રિયલ લાઇફ પર આધારીત આ ફિલ્મની સ્ટોરી છે.

ધી ટેક્સાસ ચેઇન માસ્કેર

ધી ટેક્સાસ ચેઇન માસ્કેર

જો કે આ સ્ટોરી મોટા પ્રમાણમાં ફિક્શન છે પણ તેમ છતાં તેમાં દેખાડેલ લેધર ફેસ અને નાનકડો પ્લોટ રિયલ લાઇફ મર્ડરર એડ જીન પર આધારિત છે.

ધી નાઇટમેર ઓફ એલમ સ્ટ્રીટ

ધી નાઇટમેર ઓફ એલમ સ્ટ્રીટ

આ ફિલ્મનો પ્લોટ LA ટાઇમ્સમાં છપાયેલા કેટલાક લેખ પરથી લેવામાં આવ્યો છે જેમાં સાઉથ ઇસ્ટ એશિયાના એક વ્યક્તિની મોત રાતમાં તેને આવતા ડરામણા સપનાના લીધે થઇ.

ધ એમ્ટીવીલ હોરર

ધ એમ્ટીવીલ હોરર

લુટ્ઝે પરિવારના રિયલ લાઇફ અનુભવો પર આધારિત આ ફિલ્મ છે. આ ફિલ્મ અને ધી કોન્જ્યુરિંગની સ્ટોરી એક જ પરિવારના હોરર અનુભવો પર આધારિત છે.

ડિલિવર્સ અસ ફ્રોમ એવિલ

ડિલિવર્સ અસ ફ્રોમ એવિલ

NYPD એટલે કે ન્યૂયોર્ક પોલિસમાં 17 વર્ષથી કામ કરતા પોલિસકર્મીના રિયલ લાઇફ અનુભવો અને ક્રાઇમ સીન પર આધારિત છે આ ફિલ્મ

ધી મોથમેન પ્રોફ્રસી

ધી મોથમેન પ્રોફ્રસી

જોન ક્રિલેના સંશોધન પર આધારિત આ ફિલ્મમાં 1966 અને 1967 દરમિયાન વેસ્ટ વર્જિનિયામાં અનેક લોકોએ એક લાંબી પાંખોવાળા જીવ જેને મોથમેન નામ આપવામાં આવ્યું હતું તેની જોયો હતો. આ પુષ્ઠભૂમિ પર આ ફિલ્મ બની છે.

ચાઇલ્ડ પ્લે

ચાઇલ્ડ પ્લે

એનાબેલ નામની ડોલ જેને આજે પણ કનેક્ટિકટના સંગ્રાહલયમાં સાચવીને રાખવામાં આવી છે તેની પર પ્રેરણા લઇને આ ફિલ્મ બનાવામાં આવી છે. આ ફિલ્મની અનેક સિરિઝ અત્યારસુધીમાં આવી ચૂકી છે. અને તે ખાસ્સી લોકપ્રિય પણ થઇ છે.

English summary
Horror Movies Based on Real Incidents
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X