For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

EVM મશીન બ્લુટુથથી જોડેલા છે : અર્જૂન મોઢવાડિયા

પોરબંદરમાં અર્જૂન મોઢવાડિયાએ ઇવીએમ મશીનની ખરાબીને ભાજપની ચાલ ગણાવ્યું. જાણો અર્જૂન મોઢવાડિયાએ આ અંગે બીજું શું કહ્યું

By Chaitali
|
Google Oneindia Gujarati News

નોંધનીય છે કે એક બાજુ જ્યાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણનું મતદાન ગુજરાતમાં થઇ રહ્યું છે. ત્યાં જ બીજી તરફ અનેક બુથ પરથી ઇવીએમ મશીન ખરાબ થયા હોવાની ખબરો આવી રહી છે. આ મામલે પોરબંદરમાં મતદાન કરવા ગયેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જૂન મોઢવાડિયા ભાજપ પર આક્ષેપ કર્યો છે. અર્જૂન મોઢવાડિયાએ કહ્યું છે કે ઇવીએમ મશીન ખરાબ થવાએ ભાજપની એક ચાલ છે. કારણ કે મોટી સંખ્યામાં લોકો હાલ મતદાન કરવા આવી રહ્યા છે. અને તેમનો મશીન બગડવાને કારણે તેમનો મનબળ ઘટે તેવો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે ભાજપ તેની હારથી ડરી ગઇ છે અને માટે જ આવા પ્રયાસો કરી રહી છે.

GujaratElection

સાથે જ તેમણે મેમણવાડમાં ઇવીએમ મશીન બ્લુટૂથથી બરોબાર કનેક્ટ કરાયા હોવાનો આક્ષેપ પણ કર્યો છે. તેમણે કહ્યું કે આ તમામ વસ્તુઓ અમારા કાર્યકર્તાઓ ચેક કરી હતી. જે બાદ કલેક્ટરે આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. અને ચૂંટણી પંચના અધિકારીઓ પણ જાત તપાસ કરવા માટે ઘટના સ્થળે દોડી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે પોરંબદરમાં અર્જુન સિંહ મોઢવાડિયાની સામે બાબુબાઈ બોખિરીયનો જંગ છે ત્યારે મોઢવાડિયાના આ મોટા આક્ષેપ સામે બાજપના નેતાઓએ પ્રતિક્રિયા આપતા કહ્યુ હતું કે જ્યારે ઇવીએમ જાહેરમાં હેક કરવાનો પડકાર ફેંક્યો હતો ત્યારે તેઓ અર્જુનભાઈ ક્યા ગયા હતા?નોંધનીય છે કે અગાઉ ચૂંટણી તંત્ર દ્વારા ઇવીએમ હેક કરી બતાવવા માટે ખુલ્લો ૫ડકાર ફેંક્યો હતો. રાજકીય ૫ક્ષ કે નેતાએ પ્રતિભાવ આપ્યો નહોતો.

English summary
Congress Leader Arjun Modhwadia blam BJP on EVM machine issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X