For Daily Alerts
લીમડી પાસે અર્ધ બળેલી હાલતમાં લાશ મળી
અમદાવાદ - રાજકોટ હાઈવે પર સુરેન્દ્રનગરમાં લીમડીના છાલિયા તળાવ પાસે અર્ધ બળેલી હાલતમાં પુરુષની લાશ મળી આવી છે. લાશ મેળવાના મેસેજ મળતાની સાથે પોલીસ પણ દોડતી થઇ ગઈ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ કરતા કોઈએ લાશને સળગાવી હોય પૂરી ન સળગતા મૂકી અજાણ્યો શખ્સ ભાગી ગયો હોય તેવું લાગી રહ્યું છે.
રાજકોટ - અમદાવાદ હાઈવે પર અવાર - નવાર લુંટ, લાશ મળવાનો સિલસિલો યથાવત છે. આજે ફરી એકવાર અર્ધ બળેલી હાલતમાં લાશ મળતા પોલીસ દોડી આવી હતી. પોલીસે ડોગ સ્કવોડ અને FSLની મદદ લઇ આગળની તપાસ હાથધરી છે. પોલીસે લાશનો કબજો મેળવી પીએમ માટે લાશ મોકલી આપી છે. હાલ તો પોલીસ સામે મોટો પડકાર છે આ લાશ કોની છે અને કોણ છે હત્યારો, જેણે લાશને સળગાવી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.