સુરતમાં અહેમદ પટેલને મુખ્યમંત્રી બનાવવાની માંગણી કરતા પોસ્ટર

Posted By: Staff
Subscribe to Oneindia News

સુરતમાં કોંગ્રેસ આવે છે ના પોસ્ટર સાથે અહેમદ પટેલને મુખ્યમંત્રી બનાવો તેવી માંગણી સંદર્ભના પોસ્ટરો ચર્ચાનો વિષ્ય બન્યા હતા. ત્યારે આખો દિવસ આ મુદ્દો ચર્ચાતા અહેમદ પટેલે સ્પષ્ટતા કરી હતી કે તેઓ મુખ્યમંત્રી બનવા માંગતા નથી. અને ક્યારેય તેવી ઇચ્છા રાખી નથી. અને આ પ્રકારે તેમનો દુષ્પ્રચાર થઈ રહ્યો છે. સાથે જ તેમણે આ મામલે ભાજપનો પર પણ દોષારોપણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે લિંબાયતમાં જ્યાં પીએમની સભા થવાની હતી ત્યાં આ મુજબના પોસ્ટર લાગ્યા હતા. જેમાં લખ્યું હતું કે મુસ્લિમ એકતાને જાળવી રાખવા અહેમદ પટેલને વઝિર-એ -આઝ્મ બનાવવા કોંગ્રેસ પાર્ટીને જ વોટ આપો.

Ahemad Patel

કોંગ્રેસના આંતરિક સૂત્રોએ આરોપ લગાવતા જણાવ્યું હતું કે આ પ્રકારના પોસ્ટર ભાજપે જ લગાવ્યા છે. સાંસદ અહેમદ પટેલ હાલમાં રાજ્યસભામાં છે. અને તેઓ કોઈ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી નથી લડી રહ્યા. કોંગ્રેસ તરફથી આગામી વિધાનસભાની ચૂંટણી માટે સીએમ પદ માટે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે આ પ્રકારના પોસ્ટરથી કોંગ્રેસના સીએમ પદના ઉમેદવારની ચોમેર ચર્ચા હતી.

English summary
Gujarat assembly election 2017: After Poster in Surat, Ahmed patel clarified "I was never the CM candidate and neither will I ever be"

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.