સ્કૂલ ફી ના ભરવા મામલે વિદ્યાર્થીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

Subscribe to Oneindia News

સુરતમાં બુધવારે ફી ભરવા મુદ્દે દબાણ કરતા વિદ્યાર્થીએ ફિનાઇલ પી લીધુ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં શાળાના આચાર્ય વસંતભાઈ તેમજ ટ્રસ્ટી અને બાળકને સતત ફી મુદ્દે હેરાન કરનારા લોકો સામે ગુરૂવારે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદ જુવેનાઈલ જસ્ટીસ એક્ટ હેઠળ થઈ છે. ઉલ્લેખનીય છે કે, કતારગામની સર્વોદય સ્કૂલના વિદ્યાર્થીની આર્થિક પરિસ્થિતી સારી ન હતી. આમ છતા શાળા તંત્ર તરફથી ફી માટે દબાણ કરાતા તેણે ફીનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

School

નોંધનીય છે કે, વેડરોડ વિરામ સોસાયટી ખાતે રહેતા કેશવભાઇ ચાવડાનો પુત્ર વિધેશ કતારગામ ખાતે આવેલી સર્વોદય વિદ્યાલયમાં અભ્યાસ કરેતો હતો. છેલ્લા કેટલાક સમયથી કેશવભાઇના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહતી એટલે તેઓ પોતાના પુત્રની સ્કૂલ ફી ભરી શકતા ન હતા. બીજી તરફ શાળાના આચાર્ય વસંતભાઇ દ્વારા વિધેશ પાસે વારંવાર સ્કૂલ ફીની ઉઘરાણી કરવામાં આવતી હતી અને તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. દરરોજના ત્રાસથી વિધેશને અપમાન જેવું લાગતું હતું. ઘરની સ્થિતિ ખરાબ હોવાથી તે ઘરે ફીના પૈસા પણ માંગી શકતો નહતો. આ દરમિયાન ગત રોજ શાળાના આચાર્ય વસંતભાઇએ વિધેશને ધમકાવીને સ્કૂલમાંથી કાઢી મૂક્યો હતો. જેના કારણે ડિપ્રેશનમાં આવી ગયેલા વિધેશે સ્કૂલથી ઘેર જઇને ફિનાઇલ પી લીધું હતું. આ ઘટના બન્યા બાદ શાળાના આચાર્ય વસંતભાઇ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. આ બનાવને પગલે સ્કૂલ સંચાલકો તેમજ ટ્રસ્ટી મંડળના લોકો પણ દોડતા થઇ ગયા હતા.

English summary
surat: student try to do suicide, FIR registered against the school principal

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.