For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડાયમંડ કિંગ સવજી ધોળકિયા હોકી ટીમની દરેક ખેલાડીને આપશે અઢી લાખ રૂપિયા

ડાયમંડ કિંગ સવજી ધોળકિયા હોકી ટીમની દરેક ખેલાડીને આપશે અઢી લાખ રૂપિયા

|
Google Oneindia Gujarati News

ભારતીય મહિલા હોકી ટીમ બ્રોન્ઝ મેડલ માટે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રિટન સામે રમી હતી. આકરી ટક્કર આપવા છતાં મહિલા હોકી ટીમ બ્રોન્ઝ ચૂકી ગઈ હતી અને બ્રિટન સામે હાર સાંપડી હતી. હારવા છતાં પણ મહિલા હોકી ટીમે દરેક દેશવાસીઓના દિલ જીતી લીદા છે, અને આગામી ઓલિમ્પિકમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે બધા જ પ્રોત્સાહિત કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ફોન પર વાત કરી મહિલાઓને હિમ્મત આપી હતી.

savji dholakiya

ત્યારે ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાએ મહિલાઓના ઉત્સાહમાં વધારો કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે જાહેરાત કરી છે કે તેઓ દરેક મહિલા ખેલાડીને અઢી લાખ રૂપિયા પ્રોત્સાહન રૂપે આપશે. સવજી ધોળકિયાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ જાહેરાત કરી છે, જેમાં તેમણે મહિલા હોકી ટીમની એક તસવીર પણ શેર કરી છે અને સાથે કેપ્શનમાં લખ્યું છે કે, 'કર્મણયેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન...અમે અમારા તરફથી ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહ્યા છે. જેથી તેઓ કઠોર મહેનત કરવાથી પાછળ ન હટે. હરિ કૃષ્ણા ગ્રુપ ભારતીય મહિલા હોકી ટીમને સુરત આવવાનું આમંત્રણ આપે છે. દરેક ખેલાડીને ૨.૫૦ લાખ રૂપિયાનું પ્રોત્સાહન આપીને સન્માનિત કરવામાં આવશે.'

અગાઉ તેમણે ઘોષણા કરી હતી કે જો મહિલા હોકી ટીમ ફાઈનલ મેચ જીતી જાય છે તો આખી ટીમને 11 લાખનું ઈનામ આપશે અને દરેક મહિલા ખેલાડીને કાર માટે 5 લા રૂપિયાનો ચેક આપશે. જો કે બ્રોન્ઝ માટેની ટક્કરમાં હાર મળતાં મહિલાઓનો ઉત્સાહ જળવાય રહે તે માટે સવજીભાઈ ધોળકિયાએ દરેક ખેલાડીને અઢી લાખના ઈનામની ઘોષણા કરી છે.

સવજીભાઈ ધોળકિયા કોણ છે તે બધા જાણતા જ હશો, જબરું બોનસ આપવા માટે તેઓ જાણીતા છે. અગાઉ પોતાના હીરા કામદારોને દિવાળી પર ફ્લેટ અને કાર બોનસમાં આપી સવજીભાઈ ધોળકિયા ચર્ચામાં આવ્યા હતા.

સવજી ધોળકિયાએ જણાવ્યું હતું કે, મને મીરબાઈ ચાનુને જોઈને પ્રેરણા મળી હતી અને જોયું હતું કે કેવી રીતે આપણા દેશની મહિલાઓ વિશાળ છલાંગ લગાવી રહી છે. મીરાબાઈ ચાનુ એક નાના ઘરમાં અને સાદું જીવન જીવે છે તેમ છતાં મેડલ જીતીને લાવી. હું જાહેરાત કરવા માગુ છું કે, જો હોકી ટીમની મહિલા ખેલાડીઓ ગોલ્ડ મેડલ જીતીને લાવી તો જેમની પાસે ઘર નથી તેમને ૧૧ લાખ રૂપિયા અને જેમની પાસે કાર નથી તેમને ૫ લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

English summary
women hocky players will be awarded 2.5L by diamond king Savji Dholakiya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X