For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘરની છત પર મળી સોનું અને લાખો રૂપિયા ભરેલી બેગ, સામે આવી હકીકત

ઘરની છત પર મળી સોનું અને લાખો રૂપિયા ભરેલી બેગ, સામે આવી હકીકત

|
Google Oneindia Gujarati News

મેરઠઃ સમાચાર ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના છે, જ્યાં એક મકાનની છત પરથી નોટો અને ઘરેણાથી ભરેલે બે થેલા મળી આવ્યા. છત પર નોટથી ભરેલા બે થેલા મળ્યા બાદ મકાન માલિક પણ દંગ રહી ગયા. તેમણે આ અંગે પોલીસને જાણકારી આપી દીધી. સૂચના મળતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બંને બેગને પોતાના કબ્જામાં લઈ લીધી. પોલીસ મુજબ બે દિવસ પહેલાં મિશન કમ્પાઉન્ડ એરિયામાં એક ચોરીનો મામલો સામે આવ્યો હતો, આ બેગ ચોરી કરેલી જ હોય તેવું બની શકે.

શું છે સમગ્ર મામલો

શું છે સમગ્ર મામલો

એનબીટી ઑનલાઈનના સમાચાર મુજબ મેરઠ જિલ્લાના મિશન કમ્પાઉન્ડ એરિયા નિવાસી પવન સિંહલના ઘરે બે દિવસ પહેલાં 40 લાખ રૂપિયાની ચોરીનો મામલો સામે આવ્યો હતો. પવન સિંહ મૈટરસનો ધંધો કરે છે. સદર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ દિનેશ બઘેલે જણાવ્યું કે પવન સિંઘલના પાડોસી વરુણ શર્મા પોતાના મકાનની છત પર ગયા હતા ત્યારે તેમને ત્યાંથી બે બેગ મળ્યા. વરુણ શર્માએ મીડિયાને જાણકારી આપતા જણાવ્યું કે, 'સવારે ઉઠીને હું છત પર ગયો ત્યારે મને બે બેગ મળ્યાં, જે પૈસાના ભરેલાં હતાં. મને ચોરીના માલનો શક થયો અને આ મામલે મેં પોલીસને સૂચિત કરવાનો ફેસલો લીધો.'

ચોરી બાદ પાડોસીની છત પર બેગ મૂકી દીધી

ચોરી બાદ પાડોસીની છત પર બેગ મૂકી દીધી

વરુણે કહ્યું કે, બની શકે કે ચોરે મારા ઘરની છત પર બેગ છોડી દીધી હોય, જેથી તે બાદમાં પાછી લઈ જઈ શકે. પોલીસ સુત્રો મુજબ રાજૂ નેપાળી પર શક છે જે બિઝનેસમેનના ઘરે બે વર્ષ પહેલા સુધી ઘરેલૂ નોકર હતો અને બાદમાં તેમણે કામ છોડી દીધું હતું. લાંબા સમય સુધી ગાયબ રહ્યા બાદ નેપાળી હાલમાં જ પરત ફર્યો હતો.

ઘરના નોકર પર ચોરીનો શક

ઘરના નોકર પર ચોરીનો શક

ઘરના બાકી પુરુષ સભ્ય અબૂ લેન સ્થિત દુકાનમાં હતા, મહિલાઓ શૉપિંગ માટે બહાર ગઈ હતી. નેપાળી ઘરના સભ્યોને સારી રીતે ઓળખતો હતો એટલે ગાર્ડે પણ તેને રોક્યો નહિ. ઘરેથી કીમતી સામાન ચોરી કર્યા બાદ નેપાળી ત્યાંથી ફરાર થઈ ગયો. ફરાર થતી વખતે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો. એટલું જ નહિ નેપાળીએ એક ગાર્ડને પણ ચોરીનો ભાગ આપ્યો જેણે તેને ફરાર થતી વખતે પકડ્યો હતો.

Gold Rate on Dhanteras 2020: ધનતેરસ પર સોનાનો રેટ શું રહેશે, જાણોGold Rate on Dhanteras 2020: ધનતેરસ પર સોનાનો રેટ શું રહેશે, જાણો

ગાર્ડને પણ કસ્ટડીમાં લીધો

ગાર્ડને પણ કસ્ટડીમાં લીધો

બાદમાં પોલીસે ઘરેણાં જપ્ત કરી લીધાં. ગાર્ડને પણ કસ્ટડીમાં લઈ લીધો. સિંઘલે ચોરી થયેલ સામાનની કુલ સંખ્યા નથી જણાવી. પોલીસને આપેલા નિવેદનમાં સિંઘલે જણાવ્યું, 'હું મારા બધા સામાનની યાદી બનાવીશ અને પછીં ફરિયાદ નોંધાવીશ.' જ્યારે સદર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ દિનેશ બઘેલે જણાવ્યું કે, બેગમાં ઘરેણાં ઉપરાંત 14 લાખ રોકડ રૂપિયા હતા. ઘરેણાનું મૂલ્યાંકન કરવું બાકી છે.

English summary
A bag full of gold and millions of rupees was found on the roof of the house
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X