સાક્ષી મહારાજની સાંપ્રદાયિક ટિપ્પણી, ભાજપે છોડ્યો સાથ
શુક્રવારે ઉત્તર પ્રદેશના મેરઠમાં શનિધામ મંદિરમાં ભજપના સાંસદ સાક્ષી મહારાજે કહ્યું હતું કે, આજે હું ફરી એકવાર કહીશ કે 'હિંદુ ઘટા, તો દેશ બંટા'. સાક્ષી મહારાજની આ સાંપ્રદાયિક ટિપ્પણી સામે ભાજપે હાથ ઊંચા કરી દીધા છે. સાક્ષી મહારાજની ટિપ્પણી પર વિવાદ ઊભો થતાં કેન્દ્રિય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું છે કે, આવા નિવેદનો સાથે ભાજપને કોઇ લેવા-દેવા નથી. આવા નિવેદનોને પક્ષના વિચારો તરીકે ન લેવાં જોઇએ.
ઉલ્લેખનીય છે કે, સાક્ષી મહારાજના આ નિવેદનને સાંપ્રદાયિક નિવેદન ગણાવતાં કોંગ્રેસના નેતા કે.સી. મિત્તલે કહ્યું હતું કે, ભાજપ સાંસદ સાક્ષી મહારાજનું નિવેદન ધર્મ અને જાતિ પર આધારિત ખૂબ વિવાદાસ્પદ નિવેદન છે. આ તો સુપ્રીમ કોર્ટના ચુકાદાની ચોખ્ખી અવગણના છે. ભાજપ સાંસદના આ નિવેદન પર ચૂંટણી પંચે કાર્યવાહી કરવી જોઇએ.
અહીં વાંચો - દેશના દરેક નાગરિકને મળશે ફ્રી પગાર, મોદી સરકારની નવી યોજના
સાક્ષી મહારાજનું વિવાદસ્પદ નિવેદન
તેમણે આગળ કહ્યું હતું કે, જનસંખ્યા અંગે દેશમાં એક કઠોર અને ઉત્તમ કાયદો લાવવાની જરૂર છે, બાળક એક હોય કે ચાર, બધા માટે કાયદો એક હોવો જોઇએ. જનસંખ્યા વધતી જાય છે, એના જવાબદાર હિંદુ નથી. સાક્ષી મહારાજ તો આ મોટ બિલકુલ જવાબદાર નથી, પરંતુ એ લોકો છે જેઓ 4 પત્ની કરે છે અને 40 બાળકોને જન્મ આપે છે. 4 પત્ની અને 40 બાળકોનો સમય ગયો, હવે આવું નહીં ચાલે. માતાઓ કોઇ મશીન નથી.
ત્રણ તલાક પર પણ બોલ્યા સાક્ષી મહારાજ
ત્રણ તલાક અંગે બોલતા સાક્ષી મહારાજે કહ્યું હતું કે, ત્રણ તલાકની પ્રથાને સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે. પીએમ મોદી આ વાતે આગળ વધી ચૂક્યાં છે કે ત્રણ તલાક ન જ થવા જોઇએ. મહિલાઓ મશીન નથી, આ માટે કાયદો બનવો જોઇએ.
અહીં વાંચો - ઓપિનિયન પોલઃ પૂર્ણ બહુમત સાથે ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવશે ભાજપ
ગૌહત્યા પર લગાવો રોક
ગૌહત્યા પર બોલતાં સાક્ષી મહારાજે કહ્યું હતું કે, ગૌહત્યા અને કત્લખાના પણ બંધ થશે, કારણ કે જો ગૌહત્યા અને કત્લખાના બંધ ના થાય તો મોદીજીનું શ્વેત ક્રાંતિનું સ્વપ્ન કઇ રીતે પૂરું થશે?