For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુરુગ્રામથી મધ્ય પ્રદેશ જઈ રહેલી બસ હાઈજેક, હજુ સુધી નથી મળ્યો સુરાગ

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં એક મુસાફરોથી ભરેલી ખાનગી બસને બદમાશોએ હાઈજેક કરી લીધી છે.

|
Google Oneindia Gujarati News

આગ્રાઃ ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં એક મુસાફરોથી ભરેલી ખાનગી બસને બદમાશોએ હાઈજેક કરી લીધી છે. બસ હાઈજેક કરવાની સૂચના પર પોલિસ વિભાગ દોડતુ થઈ ગયુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખાનગી બસ ગુરુગ્રામથી મધ્ય પ્રદેશ જઈ રહી હતી જેને રસ્તામાં હાઈજેક કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે ડ્રાઈવર અને કંડક્ટરને ઉતારીને બસને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે. હાલમાં બસનો હજુ સુધી કોઈ સુરાગ મળી શક્યો નથી. પોલિસ બસની શોધમાં રેડ પાડી રહી છે.

bus

ઘટના આગ્રા જિલ્લાના મલપુરા પોલિસ સ્ટેશન વિસ્તારના દક્ષિણ બાયપાસની છે. જણાવવામાં આવી રહ્યુ છે કે કાર સવાર અજ્ઞાત બદમાશોએ બસને રોકી. બદમાશોએ ડ્રાઈવર-કંડક્ટરને બસમાંથી ઉતારી દીધા અને ખાનગી બસને હાઈજેક કરી લીધી. જણાવાઈ રહ્યુ છે કે બસમાં 34 મુસાફરો સવાર હતા. ડ્રાઈવર અને કંડક્ટરની સૂચના બાદ પોલિસ બેડામાં હોબાળો મચી ગયો છે. ઘટના સ્થળે તમામ ઉપરી અધિકારીઓ હાજર છે. જો કે બસની કોઈ સૂચના મળી શક નથી. હાલમાં પોલિસ બસની શોધમાં લાગેલી છે.

સમાચાર સામે આવ્યા બાદ હરકતમાં આવેલી પોલિસનુ નિવેદન સામે આવ્યુ કે બસ માલિકે ભાડુ ચૂકવ્યુ નહોતુ જેના કારણે ફાઈનાન્સ કંપનીના કર્મચારી ડ્રાઈવર અને કંડક્ટરને ઉતારીને મુસાફરોથી ભરેલી બસ લઈને જતા રહ્યા. પોલિસના જણાવ્યા મુજબ ડ્રાઈવર અને કંડક્ટરે જણાવ્યુ છે કે ચાર લોકો હતો જે ખુદને ફાઈનાન્સ કંપનીના કર્મચારી ગણાવી રહ્યા હતા. જો કે પોલિસ એવુ ઠોસ રીતે નથી કહી શકતી કે જે લોકો બસ લઈને ગયા તે બદમાશ છે કે પછી ફાઈનાન્સ કંપનીના કર્મચારી.

સુશાંત સિંહ રાજપૂતનુ પંચનામુ, ક્રાઈમ સીનથી ફોરેન્સિક ટીમનો મોટો ખુલાસો, હત્યાની શંકા!

English summary
A bus hijacked in Agra istrict, it is going to MP from gurugram.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X