હિંસક બન્યું દલિત આંદોલન, પોલીસ ચોકી ફૂંકી, બસો સળગાવી

Posted By:
Subscribe to Oneindia News

સુપ્રીમ કોર્ટ ઘ્વારા એસસી/એસટી એક્ટ પર આપવામાં આવેલા નિર્ણય વિરુદ્ધ આજે દલિત સંગઠનો ઘ્વારા ભારત બંધ રાખવામાં આવ્યું છે. આ વચ્ચે દેશમાં ઘણી જગ્યા પર આંદોલન હિંસક બની ગયું છે. મેરઠ માં આંદોલન હિંસક બન્યું, જેમાં પ્રદર્શનકારીઓ ઘ્વારા ગાડીઓ અને બીજા વાહનોની તોડફોડ કરી. ભીડ ઘ્વારા પોલીસ ચોકીને આગ લગાવી દેવામાં આવી. એટલું જ નહીં પરંતુ બે બસો પણ ફૂંકી મારી.

bharat bandh

મેરઠમાં પણ દલિત પ્રદશન ચાલુ જ છે. આ દરમિયાન પ્રદર્શનકારીઓ ઘ્વારા બસોની આગચંપી કરવામાં આવી. પ્રદર્શનકારીઓ ઘ્વારા બબાલ કરતા પોલીસ અને પત્રકારો પર પણ હુમલો કરવામાં આવ્યો. મેરઠ કાંકરખેડા વિસ્તારમાં ઉર્ગ પ્રદર્શન ચાલુ છે. એટલું જ નહીં પરંતુ સહારનપુર સવારે લગભગ 8 વાગ્યે બેહટ પાસે આવેલા ગામ નાઝીરપુરા માં ભારત એકતા મિશન કાર્યકર્તા રસ્તા પર ઉતરી આવ્યા અને દિલ્હી યમુનોત્રી રસ્તો ખોરંભી નાખ્યો.

આ રસ્તા પર વાહનોની લાંબી લાઈન લાગી ગયી જેના કારણે યમુનોત્રી જઈ રહેલા વાહન ચાલકો અને યાત્રીઓને પરેશાની વેઠવી પડી. જયારે ભગવાનપુર રસ્તા પર ચુડીયાળા ગામ નજીક દલિત સંગઠન કાર્યકર્તાઓ ઘ્વારા રસ્તો જામ કરી દેવામાં આવ્યો. જેના કારણે હરિદ્વાર જઈ રહેલા લોકોને પરેશાની થયી. ભારત બંધ દરમિયાન દલિત સંગઠન કાર્યકતાઓ ઘ્વારા રસ્તા જામ કરી નારેબાજી કરવામાં આવી.

bharat bandh

સહારનપુર ધરણા સ્થળ પર દલિત સંગઠન કાર્યકર્તાઓ જમા થઇ ગયા છે અને તેઓ કેન્દ્ર સરકાર વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા છે. આ દલિત સંગઠન ઘ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે એસસી એસટી એક્ટમાં પરિવર્તન કરવાથી સરકાર દલિતો પર અત્યાચાર કરનાર દબંગોને સાથ આપી રહી છે. જેને કોઈ પણ કિંમતે સહન કરવામાં નહીં આવે.

English summary
Bharat Bandh over sc st protection act protest turns violent in meerut

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.