For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોટલનું બિલ જોઈને પૂર્વ મંત્રી ગુસ્સે થયા, મેનેજર સાથે અભદ્રતા કરી

ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગરમાં રાલોદના કદાવર નેતા અને પૂર્વ મંત્રી યોગરાજ સિંહ પર એક રેસ્ટોરન્ટના કમચારી અને મેનેજરને ધમકી આપવાનો આરોપ લાગ્યો છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગરમાં રાલોદના કદાવર નેતા અને પૂર્વ મંત્રી યોગરાજ સિંહ પર એક રેસ્ટોરન્ટના કમચારી અને મેનેજરને ધમકી આપવાનો આરોપ લાગ્યો છે. મેનેજરે જણાવ્યું કે પૂર્વ મંત્રી યોગરાજ સિંહએ પોતાના પરિવાર સાથે રેસ્ટોરેન્ટમાં ખાવાનું ખાધું. જયારે તેમને બિલ આપવામાં આવ્યું ત્યારે તેમને કર્મચારી અને મેનેજર સાથે ગેરવર્તુણક કરી. ત્યારપછી રેસ્ટોરન્ટ પ્રબંધકે મંસૂરપુર ચોકી પર પૂર્વ મંત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેને આધારે પોલીસ આ મામલે જાંચ કરી રહી છે.

uttar pradesh

મળતી જાણકારી અનુસાર, મંસૂરપુર ચોકી વિસ્તારમાં નેશનલ હાઇવે પાસે નમસ્તે દ્વાર રેસ્ટોરેન્ટ છે. જણાવવામાં આવ્યું છે કે સોમવારે રાત્રે પૂર્વ રાજ્યમંત્રી યોગરાજ સિંહ પોતાના પરિવારના 14 લોકો સાથે રેસ્ટોરેન્ટમાં ખાવા માટે ગયા હતા. ખાવાનું ખાધા પછી રેસ્ટોરેન્ટના મેનેજરે ખાવાનું બિલ પૂર્વ રાજ્યમંત્રીને આપ્યું. આ બિલ 11182 રૂપિયાનું હતું. આરોપ છે કે બિલ જોઈને મંત્રી ગુસ્સે થઇ ગયા અને બિલ ચુકવવાની ના પાડી દીધી. રેસ્ટોરેન્ટ મેનેજરે પૈસા માંગ્યા તો તેમની સાથે ગાળાગાળી કરી. ત્યારપછી પૂર્વ મંત્રી મેનેજર 6000 રૂપિયા ફેંકીને ધમકી આપીને ચાલ્યા ગયા.

ત્યારપછી હોટલ મેનેજર આસિફ સીદીકી ઘ્વારા મંસૂરપુર ચોકીમાં પૂર્વ રાજ્યમંત્રી યોગરાજ સિંહ સામે ફરિયાદ નોંધાવવામાં આવી. આ અંગે મંસૂરપુર ચોકી પ્રભારી સંજીવ કુમાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને ફરિયાદ મળી ચુકી છે. ફરિયાદને આધારે જાંચ કરવામાં આવી રહી છે. રેસ્ટોરેન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેઝ પણ જોવામાં આવી રહી છે. જયારે પૂર્વ રાજ્યમંત્રી યોગરાજ સિંહનું કહેવું છે કે તેમને ખાવાનું બિલ ચૂકવી દીધું છે, કોઈ જ વિવાદ નથી.

આ પણ વાંચો: સંજય નિરુપમે પીએમ મોદીને ઔરંગઝેબ કહેતા ભાજપે કર્યો તગડો પલટવાર

English summary
Former RLD minister Yograj Singh indecency with hotel manager on the food bill
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X