કર્ણાટકના પૂર્વ મંત્રી જનાર્દન રેડ્ડીની કંપની પર આઇટીના દરોડા

Subscribe to Oneindia News

કર્ણાટકના પૂર્વ મંત્રી અને ભાજપના નેતા જનાર્દન રેડ્ડીની બેલ્લારી સ્થિત માઇનિંગ કંપની પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે.

reddy

જનાર્દન રેડ્ડીની દીકરીના લગ્ન બાદ પડ્યા દરોડા


જનાર્દન રેડ્ડીની દીકરીના લગ્ન બાદ આ દરોડા પડ્યા છે. તમને જણાવી દઇએ કે જનાર્દન રેડ્ડીએ પોતાની દીકરીના લગ્નમાં 500 કરોડ રુપિયા ખર્ચ કર્યા છે તેવા સમાચાર કેટલાક દિવસથી લાઇમલાઇટમાં છે. ત્યારબાદથી જ વિપક્ષ આ લગ્ન પર સવાલો ઉઠાવી રહ્યુ હતુ. આ તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિમુદ્રીકરણના નિર્ણય બાદ આ લગ્ન આપોઆપ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.

IT

આવકવેરાના દરોડા

સોમવારે આવકવેરાના પાંચ અધિકારીઓની ટીમે જનાર્દન રેડ્ડીની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. જનાર્દન રેડ્ડીની દીકરીના લગ્નમાં 500 કરોડ રુપિયા ખર્ચ કરવા પર સામાજિક કાર્યકર્તા નરસિંહા મૂર્તિએ આવકવેરા વિભાગ પાસે આ લગ્નની તપાસ કરવાની માંગ કરી હતી.

office

નોટબંધીની કોઇ અસર નહિ

નોટબંધીને લઇને આખા દેશમાં હાહાકાર મચેલો હતો પરંતુ આની અસર ભાજપના પૂર્વ નેતા અને માઇનિંગ ઉદ્યોગપતિ જનાર્દન રેડ્ડીની દીકરી બ્રાહ્મણીના લગ્ન પર ક્યાંય દેખાઇ નહોતી.

rs

જનાર્દન રેડ્ડીની દીકરીના લગ્નમાં આવ્યા 50,000 લોકો

જાણકારી પ્રમાણે રેડ્ડીના લગ્નમાં આવેલા મહેમાનોને લક્ઝરી ગાડીઓમાં ફેરવવામાં આવ્યા હતા. જનાર્દન રેડ્ડીની દીકરીના લગ્નમાં 50,000 લોકો આવ્યા હતા. એ વાતથી જ અંદાજો લગાવી શકાય છે કે આ લગ્નમાં 3000 સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. વળી, નવવધુ બ્રહ્માણી અને વરરાજા રાજીવના ઘરોની નકલ પણ સેટ્સ પર બનાવવામાં આવી હતી. લગ્નના સેટની નકલ મોટેભાગે બેલ્લારી શહેરના આધાર પર કરવામાં આવી કે જે કર્ણાટકના પૂર્વ મંત્રી રેડ્ડીનું ક્ષેત્ર પણ છે.

reddy

ભાજપના ઘણા નેતા લગ્નમાં હતા હાજર

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પા સહિત ભાજપના ઘણા નેતા જનાર્દન રેડ્ડીની દીકરીના લગ્ન સમારંભમાં હાજર રહ્યા હતા. યેદુરપ્પા ઉપરાંત ભાજપના નેતા જગદીશ શેટ્ટાર અને રેણુકાચાર્ય પણ સમારંભ સ્થળ પર હાજર હતા. નોટબંધીના માહોલને જોતા ભાજપના અગ્રણીઓએ મૌખિક રીતે પક્ષના નેતાઓને આ લગ્નથી દૂર રહેવાની સલાહ આપી હતી.

જ્યારથી લગ્નના કાર્ડ વહેંચવાનું શરુ થયુ ત્યારથી જ આ લગ્ન લાઇમલાઇટમાં આવવા લાગ્યા હતા. લગ્નનું કાર્ડ એક બોક્સ સાથે આપવામાં આવતુ જેમાં એક એલસીડી સ્ક્રીન પર મહેમાન માટે વીડિયો મેસેજ દ્વારા ઇંવિટેશન આપવામાં આવ્યુ હતુ.

English summary
Karnataka: IT raid at Janardhan Reddy's Obulapuram mining company in Bellary
Please Wait while comments are loading...