For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-ચીનમાં ફરીથી વાતચીત પર બની સંમતિ, 12 જાન્યુઆરીને થશે કોર કમાંડર લેવલની 14મી બેઠક

ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખ પર વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી) તણાવ ચાલુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખ પર વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી) તણાવ ચાલુ છે. ગયા 20 મહિનાના વધુ સમયથી બંને દેશો વચ્ચે તણાવનો માહોલ છે. એવામાં હાલમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે ચીને 60 હજારથી વધુ સૈનિકો તૈનાત એલએસી પર કર્યા છે ત્યારબાદ ભારતે પોતાની હાઈ લેવલની તૈયારીઓ શરુ કરી દીધી છે. એવામાં હવે એલએસી પર ચાલી રહેલ ગતિરોધને ઉકેલવા માટે ભારત-ચીન વચ્ચે 14માં દોરના કમાંડર સ્તરની વાતચીત 12 જાન્યુઆરીએ થઈ શકે છે.

હૉટ સ્પ્રિંગ્સ એરિયા મુદ્દે થશે વાતચીત

હૉટ સ્પ્રિંગ્સ એરિયા મુદ્દે થશે વાતચીત

આવુ પહેલી વાર થશે જ્યારે ભારતીય સેનાના નવા 14 ફાયર એન્ડ ફ્યુરી કોર કમાંડર લેફ્ટનન્ટ જનરલ અનિંધ સેનગુપ્તા ચીની પક્ષ સાથે વાતચીતમાં દેશનુ પ્રતિનિધિત્વ કરશે. તેમણે મંગળવારે ઔપચારિક રીતે પદભાર ગ્રહણ કરી લીધો છે. સરકારી સૂત્રોના હવાલાથી ન્યૂઝ એજન્સી એએનઆઈએ પોતાના રિપોર્ટમાં જણાવ્યુ છે કે મુખ્ય રીતે લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર હૉટ સ્પ્રિંગ્સ એરિયાને ઉકેલવા માટે ભારત-ચીન વાતચીતનો 14મો દોર 12 જાન્યુઆરીએ થવાની સંભાવના છે.

અત્યાર સુધી થઈ ચૂકી છે 13 રાઉન્ડની વાતચીત

અત્યાર સુધી થઈ ચૂકી છે 13 રાઉન્ડની વાતચીત

ભારત અને ચીન ગતિરોધને ઉકેલવા માટે પૂર્વ લદ્દાખના ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર વાતચીત ચાલુ છે અને અત્યાર સુધી 13 રાઉન્ડ થઈ ચૂક્યા છે. બંને પક્ષ ગયા વર્ષે ચીની આક્રમણ બાદ ઉભરેલ હૉટ સ્પ્રિંગ્સ તણાવ પોઈન્ટના સમાધાન પર વિચાર કરી રહ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે પેંગોંગ ઝીલ અને ગોગરાની ઉંચાઈ પર સ્થિત તણાવ પોઈન્ટને ઉકેલી લેવામાં આવ્યો છે પરંતુ હૉટ સ્પ્રિંગ્સને ઉકેલવાનુ હજુ બાકી છે.

ચીન સામે ભારત પણ આક્રમક

ચીન સામે ભારત પણ આક્રમક

ભારત ડીબીઓ ક્ષેત્ર અને સીએનએન જંક્શન ક્ષેત્રના સમાધાનની પણ માંગ થઈ રહી છે જે ગયા વર્ષે એપ્રિલ-મેની સમય સીમાથી પહેલા થઈ રહ્યા છે અને વારસાના મુદ્દા માનવામાં આવે છે. ભારતે ચીની આક્રમણનો ખૂબ આક્રમક રીતે જવાબ આપ્યો અને ઘણા સ્થળોએ તેમના કાર્યોની તપાસ કરી. તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં ગલવાનમાં જૂનમાં ખૂની સંઘર્ષ થયો હતો જેમાં બંને પક્ષોને નુકશાન સહન કરવુ પડ્યુ હતુ.

દરેક મોરચે તૈયાર ભારતીય સેના

દરેક મોરચે તૈયાર ભારતીય સેના

ભારત ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરવાની દિશામાં દરેક પગલુ લઈ રહી છે. આ સાથે દુશ્મન સૈનિકો તરફથી કોઈ પણ પ્રકારના દુસ્સાહસને નિષ્ફળ કરવા માટે ભારતીય સેના સંપૂર્ણપણે તૈયાર છે. તમને જણાવી દઈએ કે ભારતે પોતાના સૈનિકો માટે રસ્તા અને આવાસો મામલે પણ ઝડપથી વિકાસ કર્યો છે અને સૂત્રોનુ અનુમાન છે કે જો આટલી મોટી સંખ્યામાં સૈનિકોની જરુર પડશે તો ભારત અત્યાધિક ઠંડીમાં ક્ષેત્રમાં 2 લાખથી વધુ સૈનિકોની સરળતાથી વ્યવસ્થા કરી શકે છે.

English summary
LAC Dispute India-China may hold 14th round of Corps commander level talks on January 12
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X