For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુસલમાનો પણ ભગવાન રામના વંશજ, મંદિર બનાવવા માટે મદદ કરે

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ ઘ્વારા દેશના મુસલમાનોને ચેતવણી આપતા જણાવવામાં આવ્યું છે કે તેઓ બધા જ અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે સહયોગ કરે નહીં તો...

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ ઘ્વારા દેશના મુસલમાનોને ચેતવણી આપતા જણાવવામાં આવ્યું છે કે તેઓ બધા જ અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે સહયોગ કરે નહીં તો હિન્દુઓનું લોહી ઉકળી ગયું તો કાશી, મથુરા અને અયોધ્યા પર કબ્જો કરી લેશે. મુસલમાનોએ સ્વેછાએ મંદિર બનાવવા માટે મદદ કરવી જોઈએ કારણકે તેઓ બધા જ ભગવાન રામના વંશજ છે, બાબરના નહીં. તેમને આગળ જણાવ્યું કે જો મુસલમાનોએ રામ મંદિર બનાવવા માટે સહયોગ નહીં કર્યો તો મને દુઃખ થશે પરંતુ તેનું ખરાબ પરિણામ મુસલમાનોને ભોગવવું પડશે. ગિરિરાજ ઘ્વારા આ વાત મથુરામાં આયોજિત કરવામાં આવેલા એક કાર્યક્રમમાં કહેવામાં આવી હતી.

આ પણ વાંચો: ભાજપ આગેવાનોને દિલ્હીનું તેડુંઃ લોકસભા ચૂંટણી માટે અમિત શાહે લીધા ક્લાસ

દેશના મુસલમાનો ભગવાન રામના વંશજ, બાબરના નહીં: ગિરિરાજ સિંહ

દેશના મુસલમાનો ભગવાન રામના વંશજ, બાબરના નહીં: ગિરિરાજ સિંહ

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ અહીં અટક્યા નહીં પરંતુ તેમને કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર પણ પ્રહાર કર્યા. તેમને કહ્યું કે રાહુલ ગાંધી બધું નાટક કરી રહ્યા છે તેઓ હિંદુઓને તોડવાનું કામ કરી રહ્યા છે.

પાર્ટીઓમાં બીફ ખાવાનું બંધ કરો રાહુલ ગાંધી: ગિરિરાજ સિંહ

પાર્ટીઓમાં બીફ ખાવાનું બંધ કરો રાહુલ ગાંધી: ગિરિરાજ સિંહ

રાહુલ ગાંધી અને તેમની પાર્ટી ભગવાન શિવની પૂજા કરનાર અને "હર હર મહાદેવ" કહેનાર લોકોને બહાર કાઢી રહી છે. જો રાહુલ ગાંધી સાચા હિન્દૂ હોય તો પાર્ટીમાં જઈને બીફ ખાવાનું અને ઈલેક્શન પહેલા મંદિર જવાનું બંધ કરે.

રામ મંદિર પર પહેલા પણ નિવેદન આપી ચુક્યા છે

રામ મંદિર પર પહેલા પણ નિવેદન આપી ચુક્યા છે

આ પહેલીવાર નથી કે ગિરિરાજ સિંહ ઘ્વારા રામ મંદિર અંગે નિવેદન આપવામાં આવ્યું હોય આ પહેલા પણ તેઓ રામ મંદિર વિશે પોતાનો મજબૂત પક્ષ રાખી ચુક્યા છે. તેમને જણાવ્યું કે અમારો પક્ષ મજબૂત છે અમે કોર્ટના નિર્ણયનું સમ્માન કરીશુ પરંતુ હું કહેવા માંગુ છે કે જે રીતે અમારા શિયા ભાઈઓ ઘ્વારા રામ મંદિર બનાવવા માટે હાથ લંબાવવામાં આવ્યો તેવી જ રીતે બાકી મુસલમાનોએ પણ પોતાની જિદ છોડીને મંદિર બનાવવા માટે સહયોગ કરવો જોઈએ.

English summary
Giriraj Singh on Monday urged Muslims to help in the construction of Ram temple in Ayodhya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X