For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો વોટ આપ્યા પછી કન્હૈયા કુમારે શુ કહ્યું

લોકસભા ચૂંટણી 2019 ચોથા તબક્કાનું મતદાન ચાલુ છે 9 રાજ્યોની 72 સીટો પર મતદાન થઇ રહ્યું છે. શાંતિપૂર્વક રીતે મતદાન ચાલી રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 ચોથા તબક્કાનું મતદાન ચાલુ છે 9 રાજ્યોની 72 સીટો પર મતદાન થઇ રહ્યું છે. શાંતિપૂર્વક રીતે મતદાન ચાલી રહ્યું છે. બિહારની બેગુસરાઈ સીટથી સીપીએમ ઉમેદવાર કન્હૈયા કુમારે પોતાનો વોટ નાખ્યો. વોટ આપ્યા પછી કન્હૈયા કુમારે કહ્યું કે મને જીતવાનો પૂરો વિશ્વાસ છે. હવે 23 મેં દરમિયાન હાર અને જીત વિશે ખબર પડી જશે કારણકે બેગુસરાયના લોકો આ વખતે દળથી નહીં પરંતુ દિલથી વોટ કરી રહ્યા છે. કન્હૈયા કુમારે કહ્યું કે બેગુસરાયને બદનામ કરતી તાકાતોને બેગુસરાયમાં જ જોરદાર જવાબ મળશે.

Kanhaiya Kumar

કન્હૈયા કુમારે વોટરોને અપીલ કરી

કન્હૈયા કુમારે લોકોને પણ વોટ કરવાની અપીલ કરી બિહારની બેગુસરાય સીટથી તેમની ટક્કર ભાજપના ગિરિરાજ સિંહ અને રાજદના તન્વીર અલી સાથે થઇ રહી છે. કન્હૈયા કુમારે પોતાના ફેસબૂક પેજ પર લખ્યું છે કે જો તમને રાજિનીતિમાં રુચિ નહીં હોય તો નેતાઓને પણ તમારા મુખ્ય સવાલોમાં રસ નહીં હોય. વોટ ચોક્કસ આપો કારણકે દેશની દશા અને દિશા નક્કી કરવાનો આ અધિકાર આપણે ઘણા સંઘર્ષો પછી મળ્યો છે.

આ પણ વાંચો: જાણો, કેટલી છે કન્હૈયા કુમારની સંપત્તિ, શું કરે છે કામ?

જયારે બેગુસરાય લોકસભા વિસ્તારના મહાગઠબંધનના રાજદ ઉમેદવાર તન્વીર હસને કન્હૈયા કુમારને લડાઈથી બહાર ગણાવ્યા છે. વોટ કરવા પહોંચેલા તન્વીર હસનને જયારે પૂછવામાં આવ્યું કે તમારી લડાઈ સીધી કોઈની સાથે છે તેના જવાબમાં તેમને કહ્યું કે તન્વીર હસને કહ્યું કે વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં બંને ગઠબંધન વચ્ચે લડાઈ છે, તેમાં ત્રીજું કોઈ જ નથી.

આ પણ વાંચો: ફિલ્મ નિર્માતાએ કન્હૈયાને ગણાવ્યો આતંકવાદી, કહ્યું- દેશના ટૂકડા કરવા માંગે છે

English summary
Lok Sabha Elections 2019: Kanhaiya Kumar Says No Division Of Votes In Begusarai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X