For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલ-ડીઝલના વાહનો પર પ્રતિબંધ મૂકી ઈલક્ટ્રીક વાહનો લાવવા અંગે ગડકરીનું મોટુ નિવેદન

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યુ કે સરકારનો પેટ્રોલ-ડીઝલની ગાડીઓ પર પ્રતિબંધ લગાવવા પર હાલમાં કોઈ ઈરાદો નથી.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યુ કે સરકારનો પેટ્રોલ-ડીઝલની ગાડીઓ પર પ્રતિબંધ લગાવવા પર હાલમાં કોઈ ઈરાદો નથી. ગુરુવારે નિતિન ગડકરીએ કહ્યુ, 'પેટ્રોલ ડીઝલ વાહનો પર પ્રતિબંધ વિશે ચર્ચા ચાલી રહી હતી. મંત્રાલયને સૂચન મળ્યુ હતુ કે પેટ્રોલ-ડીઝલની ગાડીઓ પર પ્રતિબંધ લગાવવો જોઈએ. હું સ્પષ્ટ કરવા ઈચ્છુ છે કે સરકારનો પેટ્રોલ-ડીઝલની ગાડીઓ પર પ્રતિબંધ લગાવવાનો કોઈ ઈરાદો નથી, અમે એવુ કંઈ કરવા નથી જઈ રહ્યા.'

Nitin Gadkari

વાસ્તવમાં નીતિ પંચે એક પ્રસ્તાવ આપ્યો હતો કે ત્રણ પૈડાવાળા વાહનોને 2023 સુધી અને 150સીસીથી ઓછી ક્ષમતાવાળા બે પૈડાવાળા વાહનોને 2025 સુધી રસ્તા પરથી હટાવીને તેની જગ્યાએ ઈલેક્ટ્રીક વાહન લાવવામાં આવે. પ્રદૂષણ અને ઘણા બીજા મુદ્દાઓને આની પાછળનુ કારણ બતાવાયુ હતુ. જો કે આની ટીકા પણ થઈ હતી અને આને હકીકતથી પરે સૂચન ગણાવાયુ હતુ. હવે માર્ગ અને પરિવહન મંત્રીએ સ્પષ્ટ કર્યુ છે કે આના પર સરકાર કોઈ પગલુ લેવા નથી જઈ રહી. ગડકરીએ સાથે એ પણ કહ્યુ કે ઑટોમોબાઈલ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે સરકાર આગલા ત્રણ મહિનામાં 5 લાખ કરોડ આપવા જઈ રહ્યા છે.

હાલમાં જ પરિવહનના નિયમોમાં થયેલા ફેરફાર અને ટ્રાફિકના નિયમો તોડવા પર દંડમાં ભારે વધારા પર નિતિન ગડકરીએ કહ્યુ કે સરકારની દંડની રકમ વધારવાની કોઈ ઈચ્છા નહોતી પરંતુ સુધારો માટે આ જરૂરી છે. અમે ઈચ્છીએ છીએ કે નિયમોનું પાલન થાય. હવે એવો સમય આવવો જોઈએકે બધા ટ્રાફિકના નિયમોનુ પાલન કરે અને કોઈને પણ દંડ ભરવો પડે.

આ પણ વાંચોઃ Happy Teachers Day 2019: આ ફિલ્મોએ બદલી ટીચર-સ્ટુડન્ટના સંબંધોની તસવીરઆ પણ વાંચોઃ Happy Teachers Day 2019: આ ફિલ્મોએ બદલી ટીચર-સ્ટુડન્ટના સંબંધોની તસવીર

English summary
Nitin Gadkari No plans to ban petrol diesel vehicles also comment heavy fines traffic rules
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X