For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Happy Teachers Day 2019: આ ફિલ્મોએ બદલી ટીચર-સ્ટુડન્ટના સંબંધોની તસવીર

બોલિવુડમાં એવી ફિલ્મો પણ બની છે જે ટીચર અને સ્ટુડન્ટના નવા સંબંધોને બતાવે છે જેને ક્યાંક લોકોએ પસંદ કરી તો ક્યાંક લોકોએ નકારી પણ દીધી.

|
Google Oneindia Gujarati News

આજે શિક્ષક દિવસ છે, આજનો દિવસ જેટલો શિક્ષક માટે મહત્વપૂર્ણ છે એટલો જ શિષ્યો માટે પણ. આજના દિવસનું મહત્વ દર્શાવવા માટે આપણુ હિંદી સિનેમા પણ પાછળ નથી રહ્યુ. હિંદી સિનેમાએ ટીચરને એક તરફ ભગવાનથી પણ વધુ ગણાવ્યા છે તો બીજી તરફ બોલિવુડમાં એવી ફિલ્મો પણ બની છે જે ટીચર અને સ્ટુડન્ટના નવા સંબંધોને બતાવે છે જેને ક્યાંક લોકોએ પસંદ કરી તો ક્યાંક લોકોએ નકારી પણ દીધી.

ટીચર-સ્ટુડન્ટના સંબંધોની તસવીર

ટીચર-સ્ટુડન્ટના સંબંધોની તસવીર

હવે તમે વિચારી રહ્યા હશો કે અમે કયા પ્રકારના સંબંધોની વાત કરી રહ્યા છે તો સાથીઓ અમે વાત કરી રહ્યા છે એ ફિલ્મોની જેમાં છાત્ર કે છાત્રા પોતાના અધ્યાપકને પ્રેમ કરવા લાગે છે. જે ફિલ્મોમાં આ વસ્તુને બરાબર વર્ણવવામાં નથી આવી તેનો સમાજમાં ઘણો વિરોધ થયો.

મોહબ્બતેંના રાજ આર્યને બદલી તસવીર

હાથમાં વાયોલિન લઈને અને ગળામાં સ્વેટર નાખીને આ ટીચરને જોઈને દરેક કોલેજ ગર્લનું દિલ જોરથી ધડક્યુ હતુ. દરેકની દિલમાંથી બસ એક જ અવાજ આવતો હતો કે કાશ આવો ટિચર મારી કોલેજમાં પણ હોત. રાજ આર્યન (શાહરુખ ખાન) નામના આ ટીચરે બાળકોના દિલમાં ટીચર માટે એક દોસ્તીની ભાવનાની શરૂઆત કરી. આ ટીચરે પોતાના સ્ટુડન્ટને શીખવ્યુ કે પ્રેમ દુનિયાની સૌથી સુંદર ચીજ છે અને એને ક્યારેય દિલમાં ન રાખવી જોઈએ પરંતુ જેટલુ બની શકે તેટલુ સામેવાળાને બતાવી દેવુ જોઈએ.

‘મે હુ ના' ની હૉટ ચાંદની મેમ

‘મે હુ ના' ની હૉટ ચાંદની મેમ

ફરાહ ખાનની ફિલ્મ ‘મે હુ ના'માં રામ પ્રસાદ (શાહરુખ ખાન) કે જે એક આર્મી ઓફિસર છે, એક સ્ટુડન્ટ તરીકે કોલેજમાં ભણાવવા આવે છે અને ત્યાં તેની મુલાકાત થાય છે એક નવી હૉટ અને સુંદર ટીચર ચાંદની (સુષ્મિતા સેન) સાથે. પોતાના ટીચરને જોઈને ગીત ગાવુ અને વાયોલિન વગાડવા જેવી હરકતો કરીને સ્ટુડન્ટ રામ પોતાની ટીચરને પોતાના પ્રેમમાં પાડી જ દે છે. આવી સુંદર ટીચર જો સામે હોય તો કોનુ મન કરે કે બ્લેક બોર્ડ પર લખેલા બોરિંગ અક્ષરો વાંચે.

‘દેસી બૉય્ઝ' ની તાન્યા શર્મા (ચિત્રાંગદા સિંહ)

જ્યારે તે ક્લાસમાં આવી તો લોકોએ સિટી મારીને તેનુ વેલકમ ક્રયુ અને તેને જોયા પછી તો કોઈનુ મન ના થયુ કે કોઈ બ્લેક બોર્ડ તરફ જુએ. આ ટીચર હતી દેસી બૉય્ઝની તાન્યા શર્મા (ચિત્રાંગદા સિંહ) જેને જોઈને નિક એટલે કે અક્ષય કુમાર પોતાનુ દિલ હારી બેઠા હતા. સ્ટુડન્ટ નિકને પોતાના ટીચર સાથે એટલો પ્રેમ થઈ ગયો કે તેણે ખુદા પાસે માફી માંગી લીધી અને કહ્યુ કે તુઝસે મહોબ્બત હો ગઈ અલ્લાહ માફ કરે.

આ પણ વાંચોઃ પ્રભાસના ડાયરેક્ટરની અપીલઃ સાહો જઈને જુઓ, ત્યારે મારી પાસે પૈસા નહોતા, એક્ટરે કર્યો સપોર્ટઆ પણ વાંચોઃ પ્રભાસના ડાયરેક્ટરની અપીલઃ સાહો જઈને જુઓ, ત્યારે મારી પાસે પૈસા નહોતા, એક્ટરે કર્યો સપોર્ટ

ડૉક્ટર પ્રભાકર આનંદ અને નારાયણ શંકર (અમિતાભ બચ્ચન)

ડૉક્ટર પ્રભાકર આનંદ અને નારાયણ શંકર (અમિતાભ બચ્ચન)

બોલિવુડના હેન્ડસમ ટીચરની વાત હોય અને ડૉક્ટર પ્રભાકર આનંદ (ફિલ્મ ‘આરક્ષણ') અને નારાયણ શંકર (ફિલ્મ ‘મોહબ્બતે') એટલે કે અમિતાભ બચ્ચનની વાત ન થાય એવુ કેવી રીત બની શકે. તેમણે તો બોલિવુડમાં અસલી ટીચરની યાદ અપાવી દીધી. એક કડક, આદર્શવાદી અને સત્ય પસંદ કરનાર આ ટીચરના જીવનનો એક જ સિદ્ધાંત હતો અનુશાસન અને પ્રતિષ્ઠા. અમિતાભની આ બંને ભૂમિકાએ એવી ટીચરની છબી પ્રસ્તુત કરી છે કે જેની કામના લોકો અસલ જીંદગીમાં કરે છે. ફિલ્મ ‘આરક્ષણ'ના પ્રભાકર આનંદ અને ‘મોહબ્બતે'ના નારાયણ શંકર, બંનેમાં એક વસ્તુ કૉમન હતી અને તે હતુ અનુશાસન.

મેરા નામ જોકર

રાજકપૂરની ક્લાસિક ફિલ્મોમાંથી એક ‘મેરા નામ જોકર'માં પણ બતાવવામાં આવ્યુ હતુ કે એક બાળક પોતાની ટીચરના પ્રેમમાં પડી જાય છે. તે પોતાનાથી ઘણી મોટી ટીચરને એક દિવસ કપડા બદલતા જોઈ જાય છે. એ દિવસથી તેના મનમાં પોતાના ટીચર પ્રત્યે પ્રેમની ભાવના જન્મ લે છે જો કે ટીચર તેની આ વાત જાણી જાય છે અને તેને છોડીને જતી રહે છે. આ ફિલ્મ સુપર ફ્લોપ હતી.

તારે જમીં પર -રામ શંકર નિકુંભ (આમિર ખાન)

તારે જમીં પર -રામ શંકર નિકુંભ (આમિર ખાન)

નાના નાના બાળકોનો હાથ પકડીને તેમને ચાલતા શીખવવુ, તેમના દિલમાંથી ભણતરનો ડર ભગાવવો અને તેમને જિંદગીનો અસલી પાઠ ભણાવવો જ આ હેન્ડસમ ટીચરનો ઉદ્દેશ્ય હતો. રામ શંકર નિકુંભે (આમિર ખાન) એક ટીચરની ભૂમિકામાં બધાના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. રામ અને તેના સ્ટુડન્ટ ઈશાનના આ સુંદર સંબંધને જોઈને હૉલમાં બેઠેલા દરેક દર્શકની આંખો ભરાઈ ગઈ હતી અને દરેકે આ ટીચરને દિલથી સમ્માન આપ્યુ હતુ.

બ્લેક

બ્લેક

સંજય લીલા ભણશાળીની અવૉર્ડ વિનિંગ આ ફિલ્મમાં ટીચર અમિતાભ અને રોગી સ્ટુડન્ટ રાની મુખર્જી વચ્ચે અનોખો સંબંધ બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં ટીચર અમિતાભે પોતાની છાત્રાને પ્રેમ અને સમર્પણનો અર્થ સમજાવવા માટે કિસિંગ સીન પણ આપવો પડ્યો હતો. જેની ખૂબ ટીકા થઈ હતી.

અંદાજ

અનિલ કપૂર અને કરિશ્મા કપૂરની આ ફિલ્મમાં પણ છાત્રા કરિશ્મા કપૂરને પોતાના ટીચર અનિલ કપૂર સાથે પ્રેમ થઈ ગયો હતો પરંતુ અનિલ કપૂરે તેને સ્વીકાર્યો નહોતો. પરંતુ ફિલ્મમાં એક છાત્રાનું પોતાના ટીચર પ્રત્યે આ રીતે પાગલ થવુ કોઈન સમજમાં નહોતુ આવ્યુ અને ફિલ્મ બહુ ખરાબ રીતે ફ્લોપ થઈ ગઈ હતી.


એક છોટી સી લવ સ્ટોરી

મનીષા કોઈરાલાની આ ફિલ્મનો દેશમાં જબરદસ્ત વિરોધ થયો હતો કારણકે આમાં પહેલી વાર એક છાત્ર અને ટીચર વચ્ચે અંતરંગ સંબંધો અંગે વાત થઈ હતી. ફિલ્મમાં એક સગીર છાત્ર પોતાની ફેવરિટ ટીચરને તેના પ્રેમી સાથે ઈન્ટિમેટ થતા જોઈ લે છે ત્યારબાદ તેની અંદર નફરત અને વાસનાની વાતો જન્મ લે છે, ફિલ્મ બહુ ખરાબ રીતે ફ્લોપ ગઈ હતી.

English summary
teachers day 2019 from amitabh to aamir khan these bollywood actors played teachers roles in films
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X