For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bihar Elections 2020: આજે પીએમ મોદી અને રાહુલ ગાંધીની ઘણી રેલીઓ, પીએમે કર્યુ ટ્વિટ

પીએમ મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બુધવારે બિહારમાં ઘણી ચૂંટણી જનસભાઓ સંબોધિત કરશે.

|
Google Oneindia Gujarati News

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં આજે 71 સીટો માટે મતદાન થવા જઈ રહ્યુ છે. વળી, બીજા તબક્કા માટે ચૂંટણી પ્રચાર પણ પૂરજોરમાં ચાલી રહ્યો છે. જે હેઠળ આજે પીએમ મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બુધવારે બિહારમાં ઘણી ચૂંટણી જનસભાઓ સંબોધિત કરશે જ્યાં એક તરફ પીએમ મોદી દરભંગા, મુઝફ્ફરપુર અને પટનામાં ત્રણ જનસભાઓને સંબોધિત કરશે ત્યાં બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી પણ પશ્ચિમ ચંપારણના વાલ્મીકિનગરમાં અને દરભંગાના કુશેશ્વરસ્થાનમાં રેલી કરશે.

modi-rahul

બીજા તબક્કાનુ મતદાન

ઉલ્લેખનીય છે બિહારમાં બીજા તબક્કનુ મતદાન 3 નવેમ્બરે છે. આ તબક્કામાં 94 સીટો માટે વોટિંગ થશે. બીજા તબક્કામાં ચૂંટણી માટે પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સીવાન, સારણ, મુઝફ્ફરપુર, સીતામઢી, શિવહર, મધુબની, દરભંગા, સમસ્તીપુર, વૈશાલી, બેગુલસરાય, ખગડિયા, ભાગલપુર, નાલંદા અને પટનામાં મત નાખવામાં આવશે.

tweet

આ પહેલા રાહુલ ગાંધીએ નવાદાના હિસુઆમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી જેમાં તેમણે કહ્યુ હતુ કે બિહારીઓ પાસે જૂઠ ના બોલો તમે મોદીજી, બિહારીઓને એ સમજાવો કે કેટલો રોજગાર આપ્યો છે. ગઈ ચૂંટણીમાં 2 કરોડ રોજગાર કહ્યો હતો, શું મળ્યુ? રાહુલે કહ્યુ કે તે આવે છે, કહે છે કે ખેડૂતોની સામે શીશ ઝૂકાવુ છુ, સેના સામે શીશ ઝૂકાવુ છે, મજૂરો સામે શીશ ઝૂકાવુ છે. નાના વેપારીઓ સામે શીશ ઝૂકાવુ છ. પછી ઘરે જાય છે અને અંબાણી-અદાણીનુ કામ કરે છે, શીશ તમારી સામે ઝૂકાવશે પરંતુ કામ કોઈ બીજુનુ કરશે. સાથે જ રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીમાં ચીન વિશે પણ મોદી સરકાર પર નિશાન સાધ્યુ હતુ.

Bihar Election 2020 Live Update in Gujarati: પહેલા તબક્કામાં આજે 71 સીટ પર મતદાનBihar Election 2020 Live Update in Gujarati: પહેલા તબક્કામાં આજે 71 સીટ પર મતદાન

English summary
Pm Modi and Rahul Gandhi rallies in Bihar today. Know the detail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X