For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM Modi-Xi Jinping Meet Live Updates: પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે ડેલીગેશન લેવલની ચર્ચા શરૂ

PM Modi-Xi Jinping Meet Live Updates: પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે ડેલીગેશન લેવલની ચર્ચા શરૂ

|
Google Oneindia Gujarati News

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે ભારત અને ચીન વચ્ચે બીજી અનૌપચારિક પરિષદ માટે પહોંચી રહ્યા છે. જિનપિંગ બેઇજિંગથી ચેન્નાઈ જવા રવાના થયા છે. ચીનના રાષ્ટ્રપતિ તામિલનાડુના મ્લલમપુરમ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. ગયા વર્ષે એપ્રિલમાં વુહાન શિખર સંમેલન બાદ બંને નેતાઓ વચ્ચે આ બીજી અનૌપચારિક બેઠક છે. વુહાન સમિટ દરમિયાન, પીએમ મોદીએ રાષ્ટ્રપતિ જિનપિંગને આ અનૌપચારિક સમિટ માટે આમંત્રણ આપ્યું. 11 અને 12 ઓક્ટોબરના રોજ આ કોન્ફરન્સ દરમિયાન બંને નેતાઓ વચ્ચે આ વખતે ચર્ચા કરવા માટેના ઘણા મુદ્દાઓ પણ છે.

modi

Newest First Oldest First
3:58 PM, 12 Oct

ડેલીગેશન લેવલની ચર્ચા બાદ નેપાળ જવા રવાના થયા જિનપિંગ
12:24 PM, 12 Oct

પીએમ મોદી અને જિનપિન વચ્ચે ડેલીગેશન લેવલની ચર્ચા શરૂ, એનએસએ અજિત ડોવાલ અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ મીટિંગમાં હાજર. એક કલાક સુધી બંને નેતાઓએ ચર્ચા કરી.
12:22 PM, 12 Oct

તાજ ફિશરમેન કોવ હોટલમાં પીએમ મોદી અને ચીની પ્રેસિડેન્ટ જિનપિંગ વચ્ચે ડેલીગેશન લેવલની ચર્ચા શરૂ.
9:54 AM, 12 Oct

આજે કોલમમાં થશે પીએમ મોદી અને ચીની પ્રેસિડેન્ટ શી જિનપિંગની મુલાકાત. ચેન્નઈના આઈટીસી ગ્રાન્ડ હોટલ બહાર જિનપિંગની ઝલક મેળવવા ચીની નાગરિકોની ભીડ ઉમટી પડી.
7:03 PM, 11 Oct

મહાબલીપુરમના શોર મંદિરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ, જિનપિંગ અને મોદી હાજર.
6:32 PM, 11 Oct

મહાબલીપુરમના શોર મંદિરમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ
6:31 PM, 11 Oct

મહાબલીપુરમના પંચ રથમાં વાતચીત કરતા પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ
6:30 PM, 11 Oct

મહાબલીપુરમના યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં ચીનના રાષ્ટ્રપતિ અને મોદી.
5:29 PM, 11 Oct

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મહાબલિપુરમના એતિહાસિક સ્થળોને જોઈ રહ્યા છે.
5:28 PM, 11 Oct

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તામિલનાડુના મહાબાલપુરમ સ્થિત અર્જુનની તપસ્યા સ્થળની મુલાકાત લીધી હતી.
5:27 PM, 11 Oct

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મહાબાલિપુરમમાં જૂના મંદિરો જોતા.
5:16 PM, 11 Oct

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તામિલનાડુના મમલ્લાપુરમમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું સ્વાગત કર્યું છે. પીએમ મોદી અહીં ટ્રેડિશનલ ડ્રેસ ધોતી પહેરેલા જોવા મળ્યા હતા.
4:58 PM, 11 Oct

રાષ્ટ્રપતિ જિનપિંગનું ચેન્નઈની ગ્રાન્ડ ચોલા હોટલની બહાર મોટી સંખ્યામાં ચિનર નાગરિકોએ સ્વાગત કર્યું હતું
4:56 PM, 11 Oct

બાળકોએ એરપોર્ટ પર ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગનો લોક ડાન્સથી આવકાર કર્યો
2:25 PM, 11 Oct

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બીજા ભારત-ચીન સંમેલનમાં ભાગ લેવા ચેન્નાઈ પહોંચ્યા છે.
11:48 AM, 11 Oct

જિનપિંગના આગમન પહેલા પીએમ મોદીએ ચીની ભાષામાં ટ્વિટ કર્યું હતું. તેઓએ આશા વ્યક્ત કરી છે કે આ અનૌપચારિક સમિટથી ચીન અને ભારત વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે.
11:48 AM, 11 Oct

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે ભારત અને ચીન વચ્ચે બીજી અનૌપચારિક પરિષદ માટે પહોંચી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જિનપિંગને આવકારવા ચેન્નાઈ પહોંચ્યા છે. તમિલનાડુના સીએમ પણ જિનપિંગને આવકારવા હાજર રહેશે.
9:53 AM, 11 Oct

11 અને 12 ઓક્ટોબરના રોજ પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે મુલાકાત થશે. આ 15મી વાર છે જ્યારે વિશ્વની બે મહાશક્તિઓ વચ્ચે મુલાકાત થશે. આ પહેલા અત્યાર સુધી 15 વાર બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ ચૂકી છે.
9:53 AM, 11 Oct

મહાબલીપુરમમાં થઈ રહેલા આ અનૌપચારિક મુલાકાત દરમયાન પીએમ મોદી ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને પંચરથ પર લઈ જશે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી પોતાના ચીની મહેમાનને તટ મંદિરમાં લઈ જશે જે સમુદ્ર કિનારે બનેલુ છે.
9:53 AM, 11 Oct

મહાબલીપુરમ તમિલનાડુના તટીય વિસ્તારોમાં વસેલુ નાનુ શહેર છે પરંતુ આ શહેર પ્રાચીન સમયે વેપારનુ મોટુ હબ હતુ અને પૂર્વના દેશો સાથે અહીં સીધી રીતે વેપાર થતો હતો. આ તટ પરથી જ પલ્લવ વંશના રાજા નરસિંહ દ્વિતીયએ ચીન સાથે વ્યાપારી સંબંધોને પ્રોત્સાહન આપવા માટે પોતાના દૂતોને ચીન મોકલ્યા હતા. એટલા માટે મહાબલીપુરમનો સંબંધ ભારત અને ચીન બંને સાથે ખાસ છે.

English summary
Check out the live coverage of PM Narendra Modi and Chinese President Xi Jinping meet in Mahabalipuram, Chennai for the second informal summit from October 11-12
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X