For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CM ઉદ્ધવનુ એલાનઃ આરે મેટ્રો પ્રોજેક્ટના પ્રદર્શનકારીઓ સામેના કેસ પાછા લેવાશે

મહારાષ્ટ્રના નવા સીએમ તરીકે શપથ લીધા બાદ ઉદ્ધવ ઠાકરે આરે મેટ્રો કાર શેડ પ્રોજેક્ટ માટે એક પછી એક નિર્ણયો લઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના નવા સીએમ તરીકે શપથ લીધા બાદ ઉદ્ધવ ઠાકરે આરે મેટ્રો કાર શેડ પ્રોજેક્ટ માટે એક પછી એક નિર્ણયો લઈ રહ્યા છે. રવિવારે તેમણે ઘોષણા કરી કે તેમની સરકાર મુંબઈમાં આરે મેટ્રો કાર શેડ નિર્માણ સામે આંદોલન કરનાર પર્યાવરણવિદો પર કેસ પાછા લઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા સીએમ ઉદ્ધવ ઠાકરેએ મુંબઈના આરે મેટ્રો શેડનુ કામ રોકવાનો આદેશ જારી કર્યો હતો.

uddhav Thackeray

ઉદ્ધવ ઠાકરેએ રવિવારે આરે કોલોનીના આંદોલનકારીઓ પર કેસ પાછો લેવાના નિર્શેશ આપ્યા છે. ઓક્ટોબરમાં મુંબઈની આરે કોલોનીમાં મેટ્રો કાર શેડ માટે કાપવામાં આવી રહેલ વૃક્ષોને બચાવવા માટે ધરણા-પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન પર્યાવરણ કાર્યકર્તાઓ સામે પોલિસે કેસ નોંધ્યા હતા. આ તરફ મેટ્રો કાર શેડના નિર્માણ પર રોક લગાવવાના એલાન બાદ આરેના વૃક્ષો બચાવવા માટે વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓ રવિવારે બપોરે આરે પર એકઠા થયા અને સીએમ ઉદ્ધવ ઠાકરેનો આભાર માન્યો.

તમને જણાવી દઈએ કે મુંબઈમાં આરે મેટ્રો કાર શેડ નિર્માણ માટે મોટી સંખ્યામાં વૃક્ષો કાપવામાં આવી રહ્યા હતા જેના વિરોધમાં લોકો રસ્તા પર આવી ગયા હતા. ત્યારબાદ ઘણા લોકોને પોલિસના કામમાં અડચણ કરવા બદલ ધરપકડ કરીને તેમના પર કેસ કર્યા હતા.

આ પણ વાંચોઃ હૈદરાબાદ રેપ અને મર્ડર કેસમાં બેદરકારી બદલ 3 પોલીસકર્મી સસ્પેન્ડઆ પણ વાંચોઃ હૈદરાબાદ રેપ અને મર્ડર કેસમાં બેદરકારી બદલ 3 પોલીસકર્મી સસ્પેન્ડ

English summary
Uddhav Thackeray govt will withdraw the Cases against Aarey activists
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X