For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોડસેને લઈ પ્રજ્ઞા ઠાકુરે આપેલ નિવેદન પર અમિત શાહે ચુપ્પી તોડી

ગોડસેને લઈ પ્રજ્ઞા ઠાકુરે આપેલ નિવેદન પર અમિત શાહે ચુપ્પી તોડી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે જેી રીતે લોકસભામાં નાથૂરામ ગોડસેને લઈ વિવાદિત નિવેદન આપ્યું હતું તે બાદ ભારે હંગામો થયો હતો. સમગ્ર વિવાદ પર ભાજપના અધ્યક્ષ અમિત શાહે ચુપ્પી તોડી છે. અમિત શાહે કહ્યું કે સરકાર અને ભારતીય જનતા પાર્ટીએ પ્રાજ્ઞા ઠાકુર દ્વારા લોકસભામાં નાથૂરામ ગોડસેને લઈ આપવાાં આવેલ નિવેદનની આકરી આલોચના કરી છે. જણાવી દઈએ કે ઈકોનોમિક્સ ટાઈમ્સના એક કાર્યક્રમમાં ઉદ્યોગપતિ રાહુલ બજાજ પ્રજ્ઞા ઠાકુરના નિવેદનની આલોચના કરી હતી. જે બાદ અમિત શાહે કહ્યું કે રક્ષા મંત્રી રાજનાથ સિંહે પહેલા જ આ નિવેદનની આલોચના કરી છે અને પાર્ટીએ આના પર પ્રજ્ઞા ઠાકુર વિરુદ્ધ પોતાની પ્રતિક્રિયા જાહેર કરી દીધી છે.

અમે તેમના નિવેદનનું સમર્થન નથી કરતા

અમે તેમના નિવેદનનું સમર્થન નથી કરતા

અમિત શાહે કહ્યું કે સરકાર કે ભાજપ બેમાથી એકેય પ્રજ્ઞા ઠાકુરના નિવેદનનું સમર્થન નથી કરતા. અમે તેમના નિવેદનની આકરી આલોચના કરીએ છીએ. અગાઉ બજાજે કહ્યું કે ડરનો માહોલ છે અને લોકો સરકારની આલોચના કરવાથી ડરી રહ્યા છે, અને તેમને એ વાતનો ભરોસો નથી કે સરકારી તેમની આલોચનાનું સમર્થન કરશે. જણાવી દઈએ કે બુધવારે પ્રજ્ઞા ઠાકુરે લોકસભામાં ડીએમકે નેતા એ રાજાના નિવેદનનો જવાબ આપતાં નાથૂરામ ગોડસેને લઈ વિવાદિત નિવેદન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે એ રાજા નાથૂરામ ગોડસેને લઈને બોલી રહ્યા હતા કે મહાત્મા ગાંધીની હત્યા બાદ ગોડ્સેએ કોર્ટમાં ગાંધીજીને કેમ માર્યા તેના પર પોતાનું નિવેદન આપ્યું હતું.

કોઈપણ પ્રકારના ડરનો માહોલ નથી

કોઈપણ પ્રકારના ડરનો માહોલ નથી

જણાવી દઈએ કે પ્રજ્ઞા ઠાકુરના નિવેદન બાદ પાર્ટીએ તેમને સંસદીય પાર્ટીની બેઠકમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો છે, એટલું જ નહિ, પાર્ટીએ પ્રજ્ઞા ઠાકુરને ડિફેંસ કંસ્લટેટિવ કમિટીથી પણ બહાર કરી દીધી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ પ્રજ્ઞા ઠાકુરને મહાત્મા ગાંધીનું અપમાન કરવા બદલ ક્યારેય માફ નહિ કરી શકે. જ્યારે ગૃહ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે દેશમાં કોઈપણ પ્રકારના ભયનો માહોલ નથી. અમિત શાહે કહ્યું કે ડરવાની કોઈ જરૂરત નથી. નરેન્દ્ર મોદી સરકારની મીડિયામાં સતત આલોચના થતી રહે છે, જો આવા પ્રકારનો માહોલ હોત તો અમારે વધુ સારું કરવાની જરૂરત છે.

ઘાટીમાં હાલાત સામાન્ય

ઘાટીમાં હાલાત સામાન્ય

અમિત શાહે કહ્યું કે સરકારની જો આલોચના થાય છે તો તેને મેરિટના આધાર પર પારદર્શી રીતે સારું કરવામાં આવશે. જ્યારે કાશ્મીરના મુદ્દે અમિત શાહે કહ્યું કે અમે અપીલ કરી છીએ કે તમે કાશ્મીરની વાસ્તવિક હાલાત જાણવા માટે અહીંનો પ્રવાસ કરો. તમે તમારા પરિવાર સાથે કાશ્મીર જાઓ તો તમને ઘાટીના યોગ્ય હાલાતનો અંદાજો લાગી જશે. અમિત શાહે કહ્યું કે દેશના ગૃહમંત્રી તરીકે હું લોકોને અપીલ કરું છું કે તમે કાશ્મીર જાઓ, તમે જોશો કે ત્યાં હાલાત કેટલા સામાન્ય છે.

હની ટ્રેપ મામલોઃ મધ્ય પ્રદેશમાં ન્યૂઝ પેપરની ઑફિસમાં દરોડાહની ટ્રેપ મામલોઃ મધ્ય પ્રદેશમાં ન્યૂઝ પેપરની ઑફિસમાં દરોડા

English summary
we are not supporting pragya thakur statement about nathuram godse says amit shah
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X