For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Update: ઉત્તર-પશ્ચિમ ભારત ગરમીથી બેહાલ, મદુરાઈમાં વરસાદથી હવામાન ખુશનુમા, પૂણેમાં પારો ગગડ્યો

ઉત્તર ભારતના ઘણા ભાગોમાં જ્યાં ભીષણ ગરમીથી લોકો બેહાલ છે ત્યારે બીજી તરફ તમિલનાડુ, પૂણેમાં બદલાયેલા હવામાનથી લોકોને રાહત મળી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઉત્તર ભારતના ઘણા ભાગોમાં જ્યાં ભીષણ ગરમીથી લોકો બેહાલ છે ત્યારે બીજી તરફ તમિલનાડુ, પૂણેમાં બદલાયેલા હવામાનથી લોકોને રાહત મળી છે. તમિલનાડુમાં મંગળવારે સાંજે થયેલા વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. વળી, પૂણેની વાત કરીએ તો અહીં ધોમધખતા તાપમાં વાદળોએ રાહત આપવાનુ કામ કર્યુ છે. પૂણેમાં 6 એપ્રિલ બાદથી જ પારો ઘણો વધી ગયો છે. અહીં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ચૂક્યુ છે પરંતુ મંગળવારે વાદળોએ લોકોને થોડી રાહત જરુર આપી છે.

heat

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 17 એપ્રિલ સુધી પૂણેમાં વાદળો રહેશે અને તાપમાન પણ એક કે બે ડિગ્રી સુધી ઓછુ થઈ શકે છે. હવામાન વિભાગે પૂણેના વૈજ્ઞાનિક અનુપમ કશ્યપીએ કહ્યુ કે તમિલનાડુ અને કેરળમાં આંશિક વાદળો છવાયેલા રહેશે. દક્ષિણના પવનોના કારણે પારો ગગડશે અને ભેજ વધશે. ગયા સપ્તાહની વાત કરીએ તો પૂણેમાં પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો હતો. મંગળવારે શિવાજીનગરમાં પારો 38.1 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયો હતો. પશાન, લોહેગાંવ, લાયલેમાં પણ પારો 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો.

અનપમે જણાવ્યુ કે બુધવારે વાદળો આકાશમાં રહેશે ત્યારબાદ ગુરુવારે પણ આંશિક વાદળો જોવા મળશે કે જે 17 એપ્રિલ સુધી રહેશે માટે આપણે કહી શકીએ કે અહીં ગરમીથી અમુક રાહત મળી શકે છે અને પારો 1-2 ડિગ્રી નીચે જઈ શકે છે. વિદર્ભ, મરાઠવાડાની વાત કરીએ તો અહીં પારો ઘણો વધી ગયો છે. લોકોના ગરમીથી હાલ બેહાલ છે. અહીં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયુ છે. મંગળવારે અકોલમાં 43 ડિગ્રી સુધી પારો પહોંચી ગયો હતો.

English summary
Weather: Rain and cloud in Tamilnadu, Pune gives some relief, North India heats up
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X