જ્યારે રમખાણો ફાટી નિકળ્યા હતા ત્યારે રાજીવ ગાંધીએ રાષ્ટ્રપતિનો ફોન ઉપાડ્યો ન હતો?

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 30 જાન્યુઆરી: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના સિખ રમખાણ મુદ્દે આપેલા નિવેદન બાદ આ મુદ્દો જોર પકડવા લાગ્યો છે. હવે પૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલ સિંહે તત્કાલીન સચિવે દાવો કર્યો કે 1984 રમખાણો દરમિયાન જૈલ સિંહ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે પરિસ્થિતી મુદ્દે વાત કરવા માંગતા હતા પરંતુ રાજીવ ગાંધીએ તેમનો ફોન ઉપાડ્યો ન હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં રાહુલ ગાંધીએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે દિલ્હીમાં સિખો વિરૂદ્ધ ફાટી નિકળેલા રમખાણોને રોકવા માટે કોંગ્રેસ સરકારે જે પણ શક્ય હતું તે કર્યું હતું.

જૈલ સિંહના પ્રેસ સચિવ રહી ચૂકેલા ત્રિલોચન સિંહે બુધવારે સિખ રમખાણો અને વર્ષ 2002ના ગુજરાત રમખાણોની તુલના કરતાં ગુજરાત રમખાણોને તત્ક્ષણ ગણાવ્યા એટલે કે તે તાત્કાલિક ફાટી નિકળ્યા હતા. તેમને કહ્યું હતું કે પોલીસે ગુજરાત રમખાણોને રોકવા માટે પ્રયત્નો કર્યા જેમાં પોલીસ ફાયરિંગમાં 137 લોકોના મોત થયા જ્યારે દિલ્હીમાં આ કાર્યવાહીમાં ફક્ત એક વ્યક્તિનું જ મોત થયું હતું. તેમને એક અંગ્રેજી સમાચાર પત્રને આપેલા ઇન્ટરવ્યુંમાં આ વાત કહી હતી.

rajiv-gandhi-600

તેમને જણાવ્યું હતું કે ઇન્દિરા ગાંધીને સવારે ગોળી મારવામાં આવી પરંતુ પહેલાં રમખાણો સાંજે થયા હતા. જ્ઞાનીજીએ પોતે આ જાણકારી એકઠી કરી કે રાજીવ ગાંધીએ કલકત્તાથી પરત ફરતા પહેલાં કોંગ્રેસ નેતાઓની એક બેઠક થઇ જેમાં 'ખૂન કા બદલા ખૂન' નારો આપવાની વાત નક્કી કરી. તેમને કહ્યું હતું કે જો આ રમખાણો તાત્કાલિક ભડક્યા હતા તો સવાર થઇ જાત. તેમને આરોપ લગાવ્યો હતો કે રમખાણો રોકવા માટે ગંભીર પ્રયત્ન કરવામાં ન આવ્યો તેથી રમખાણો થતા રહ્યાં.

English summary
Tarlochan Singh, press secretary of former president Giani Zail Singh, has contradicted Rahul Gandhi's claim that the Congress government had tried to stop the 1984 anti-Sikh riots. 

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.