For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MCD Election Result 2022 : મુસ્લિમ ઉમેદવારોએ બચાવી કોંગ્રેસની લાજ, 9માંથી આટલા જીત્યા

MCD Election Result 2022 : ભાજપના ગઢમાં ગાબડું પાડીને આમ આદમી પાર્ટીએ દિલ્હી નગર નિગમની ચૂંટણી જીતી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

MCD Election Result 2022 : ભાજપના ગઢમાં ગાબડું પાડીને આમ આદમી પાર્ટીએ દિલ્હી નગર નિગમની ચૂંટણી જીતી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આમ આદમી પાર્ટીએ 15 વર્ષથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીને હરાવી છે. 250 વોર્ડવાળી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં AAP ને 134, BJPને 104 અને કોંગ્રેસને 9 વોર્ડમાં જીત મળી છે.

MCD Election Result 2022

લોકસભા અને વિધાનસભા ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ કોંગ્રેસનો દેખાવ ફ્લોપ રહ્યો હતો. 2017માં 31 બેઠકો જીતનારી કોંગ્રેસ આ વખતે માત્ર 9 બેઠકો જ જીતી શકી હતી. મુસ્લિમ ઉમેદવારોએ ચૂંટણીમાં કોંગ્રેસની ઈજ્જત બચાવી હતી. જે 9 વોર્ડમાં કોંગ્રેસનો વિજય થયો છે તેમાંથી 7 ઉમેદવારો મુસ્લિમ છે.

જાણો કોણ ક્યાંથી જીત્યું

કોંગ્રેસના ઉમેદવાર અરીબા ખાન મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા અબુ ફઝલ વોર્ડ 188 માંથી જીત્યા હતા. અરીબા ખાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વાજિદ ખાનને હરાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અરીબા ઓખલાના પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ ખાનની પુત્રી છે.

બીજી તરફ શગુફ્તા ચૌધરીએ સીલમપુરના વોર્ડ નંબર 227 માંથી જીત મેળવી છે. તેમણે AAPની અસ્મા બેગમને હરાવ્યા છે. કોંગ્રેસના ઝરીફે કબીર નગર વોર્ડ નંબર 234 થી AAP ના સાજિદને હરાવ્યા હતા. શાસ્ત્રી પાર્ક વોર્ડ નંબર 213 માંથી સમીરે AAP ના આદિત્ય ચૌધરીને હરાવ્યા હતા.

મુસ્તફાબાદના વોર્ડ નંબર 243 માંથી સબિલા બેગમ વિજયી બન્યા છે. બ્રિજપુરી વોર્ડ નંબર 245 થી કોંગ્રેસની નાઝિયા ખાતૂન જીત્યા છે.

તેમણે AAP ના અરફીનને હરાવ્યા હતા. જ્યારે શીતલ આયા નગરમાંથી જીતી હતી. કાદીપુરથી કોંગ્રેસના રૂમા રાણાએ AAP ના સુદેશ ગેહલોતને હરાવ્યા છે. કાંઝાવાલામાં કોંગ્રેસના જોગીન્દરે ભાજપના વરુણ સેનીને હરાવ્યા હતા.

  • 6 મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી વિધાનસભાના 23 વોર્ડમાંથી આમ આદમી પાર્ટી માત્ર 8 વોર્ડ જીતી શકી
  • બલ્લીમારનના 3 વોર્ડમાં આમ આદમી પાર્ટીએ 2 અને ભાજપે એક વોર્ડ જીત્યો
  • આમ આદમી પાર્ટીએ મુસ્તફાબાદ વિધાનસભાના પાંચેય વોર્ડ ગુમાવ્યા
  • સીલમપુર વિધાનસભાના તમામ 4 વોર્ડમાં આમ આદમી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો
  • AAP ઓખલા વિધાનસભાના 5 વોર્ડમાંથી 4 હારી, માત્ર 1 જીતી
  • મતિયા મહેલ વિધાનસભાના તમામ 3 વોર્ડમાં આમ આદમી પાર્ટીએ જીત મેળવી
  • ચાંદની ચોક વિધાનસભાના તમામ 3 વોર્ડમાંથી આમ આદમી પાર્ટીએ જીત મેળવી

અરવિંદ કેજરીવાલે AAPની જીત માટે દિલ્હીની જનતાનો આભાર માન્યો

ઉલ્લેખનીય છે કે, બુધવારના રોજ જાહેર થયેલા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ચૂંટણીના પરિણામોમાં AAP એ 134 બેઠકો જીતીને ભાજપના 15 વર્ષના કાર્યકાળનો અંત લાવી દીધો છે. 250 વોર્ડ ધરાવતી મહાનગરપાલિકામાં બહુમતીનો આંકડો 126 છે.

દિલ્હીના મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે AAPની જીત માટે દિલ્હીની જનતાનો આભાર માન્યો હતો. આમ આદમી પાર્ટી કાર્યાલયમાં સમર્થકોને સંબોધતા કેજરીવાલે જણાવ્યું હતું કે, તેઓ લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પ્રયાસ કરશે અને દિલ્હીને વધુ સારું બનાવવા માટે તમામ પક્ષોને સાથે આવવા વિનંતી કરી હતી.

English summary
MCD Election Result 2022 : Muslim candidate saved Congress pride
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X