For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Joe Bidenની જીત પર લાગી મહોર, કોંગ્રેસમાં ઈલેક્ટોરલ પરિણામોનો સ્વીકાર

મેરિકી કોંગ્રેસે જો બાઈડેનની જીત પર મહોર લગાવી દીધી છે.

|
Google Oneindia Gujarati News

Congress Confirm Joe Biden Win: વૉશિંગ્ટન ડીસીઃ અમેરિકાની રાજધાનીમાં સ્થિત કેપિટલ બિલ્ડિંગ પર હિંસા અને ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે અમેરિકી કોંગ્રેસે જો બાઈડેનની જીત પર મહોર લગાવી દીધી છે. કોંગ્રેસના બંને ગૃહોએ 3 નવેમ્બરે થયેલ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મેળવેલ ઈલેક્ટોરલ કૉલેજ વોટનો સ્વીકાર કર્યા બાદ હવે જો બાઈડેનના આગલા રાષ્ટ્રપતિ હોવા પર મહોર લાગી ચૂકી છે.

Joe Biden

આ પહેલા કેપિટલ બિલ્ડિંગ પર ભારે હોબાળા બાદ કોંગ્રેસને કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. બાદમાં કાર્યવાહી શરૂ થઈ તો ટ્રમ્પના સમર્થક રિપબ્લિકન નેતાઓએ એરિજોનાના ચૂંટણી પરિણામોને રદ કરવાની માંગ કરી જેને સેનેટ અને હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટીવ્સે ફગાવી દીધા. ઈલેક્ટોરલ કૉલેજ પરિણામો પર ચર્ચા દરમિયાન રિપબ્લિકન નેતાઓએ પેંસિલવેનિયાના પરિણામો પર ધાંધલીનો આરોપ લગાવીને તેને પાછો લેવા કહ્યુ. ટ્રમ્પના સમર્થકોની આ માંગ પણ હાઉસમાં ફગાવી દેવામાં આવી. રિપબ્લિકન નેતાઓના વાંધા ફગાવી દેવાયા બાદ કોંગ્રેસે ઈલેક્ટોરલ કૉલેજ(ચૂંટણી મંડળ)ના પરિણામોને સ્વીકાર કરી લીધા.

કેપિટલ બિલ્ડિંગ પર હિંસા

અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડીસીમાં બુધવારે (ભારત અનુસાર ગુરુવાર) જો બાઈડેનને વિજેતા ઘોષિત કરવા માટે કોંગ્રેસની કાર્યવાહી ચાલી રહી હતી. આ દરમિયાન હિંસા ભડકી ગઈ હતી. પરિણામો બદલવાની માંગ કરી રહેલ કેપિટલ બિલ્ડિંગની બહાર ઉભેલા ટ્રમ્પ સમર્થકો ભડકી ઉઠ્યા હતા અને કેબિનેટ બિલ્ડિંગની અંદર ઘૂસી ગયા હતા. પ્રદર્શનકારી હથિયારોથી લેસ હતા. આ દરમિયાન ફાયરિંગના અવાજો પણ સાંભળવામાં આવ્યા. હિંસામાં ચાર લોકો માર્યા ગયા છે જેમાં એક મહિલા છે જેનુ મોત પોલિસની ગોળી વાગવાથી થયુ છે. કેપિટલ બિલ્ડિંગમાં હિંસા મામલે પોલિસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં હિંસા ફેલાવવાના આરોપમાં 52 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

જાણીતા ફેશન ડિઝાઈનર સત્ય પૉલનુ નિધન, સદગુરુએ કર્યુ ટ્વિટજાણીતા ફેશન ડિઝાઈનર સત્ય પૉલનુ નિધન, સદગુરુએ કર્યુ ટ્વિટ

English summary
Congress confirm Joe Biden win as accept Electoral College result.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X