For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શરીફની શરાફત: મોઢે મધુરા, હાથે હથિયાર!

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 20 ઑગસ્ટ: એકબાજું જ્યારે પાકિસ્તાની સેના છેલ્લા એક મહિનામાં 27 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરી ચૂકી છે, અને બીજી બાજું પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ બંને દેશોને શાંતિ અને ભાઇચારાની શીખ આપી રહ્યા છે. એટલે પાકિસ્તાનનું વલણ એવું છે કે તે એક તરફ ભારતીય સૈનિકોનું વધ કરી રહ્યું છે અને બીજી તરફ ભાઇચારાની શીખામણ આપી રહ્યા છે, દુનિયા પણ હવે પાકિસ્તાનના બેવડા વલણથી અવગત થઇ ગયું છે.

પ્રધાનમંત્રી બન્યા બાદ રાષ્ટ્રના નામે કરેલા પોતાના પહેલા સંબોધનમાં કાશ્મીરને રાષ્ટ્રીય મુદ્દો ગણાવી તેને પાકિસ્તાનના ધબકારા ગણાવ્યા. તેમણે જણાવ્યું કે ભારત અને પાકિસ્તાને યુદ્ધ પર પોતાના સંસાધન વેડફવા ના જોઇએ. એના સ્થાને ગરીબી સામે લડત આપવા માટે એકબીજાને મદદરૂપ થવું જોઇએ.

nawaz sharif

સીઝફાયરના ભંગનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું

સીઝફાયરના ભંગનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું

ઉલ્લેખનીય છે કે પોતાના પહેલા સંબોધનમાં નવાજ શરીફે જમ્મુ-કાશ્મીર લાઇન ઓફ કંટ્રોલ પર થયેલા ગોળીબારનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું. પરંતુ તેમણે એટલું ચોક્કસ જણાવ્યું કે તેમનો દેશ પોતાની જમીનનું રક્ષણ કરવામાં સંપૂર્ણરીતે સક્ષમ છે. તેમણે અમેરિકન ડ્રોન હુમલાને પાકિસ્તાનના સાર્વભૌમત્વનો ભંગ ગણાવ્યો અને જણાવ્યું કે આ અંગે અમેરિકન વિદેશ મંત્રી જૉન કેરીને જણાવી દેવામાં આવ્યું છે.

ગરીબી અને બીમારી સામે મળીને લડીએ

ગરીબી અને બીમારી સામે મળીને લડીએ

શરીફે ભારતની સાથે સારા સંબંધો બનાવવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરતા જણાવ્યું કે, બંને દેશોએ એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો પડશે કે યુદ્ધ પર પોતાના સંસાધનો અને ઉર્જાને વ્યય કરવાને બદલે ગરીબી અને બીમારીઓની સામે મળીને લડવું જોઇએ.

અમે સારા સંબંધો ઇચ્છીએ છીએ

અમે સારા સંબંધો ઇચ્છીએ છીએ

શરીફે જણાવ્યું કે 'ઇતિહાસ સાક્ષી છે કે દેશનો વિકાસ પડોશીઓની સાથે સારા સંબંધો થકી જ થઇ શકે છે. માટે અમે ભારત સહિત બધા જ પડોશીઓની સાથે સારા સંબંધ ઇચ્છીએ છીએ.' શરીફે જણાવ્યું કે તે હંમેશથી ભારતની સાથે સારા સંબંધો ઇચ્છે છે અને મે ચૂંટણી દરમિયાન જનતાની આ ભાવનાનું સંમર્થન કર્યું.

આતંરીક સમસ્યા પહેલા હલ કરવી પડશે

આતંરીક સમસ્યા પહેલા હલ કરવી પડશે

તેમણે જણાવ્યું કે પાકિસ્તાન પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કર્યા વગર કોઇ લક્ષ્ય હાસલ કરી શકે તેમ નથી, અને આવામાં અમે અમારી અર્થવ્યવસ્થા મજબૂત કરવા, પોતાની આંતરીક અને બાહ્ય સમસ્યાઓને દૂર કરવા તથા વીજળી સમસ્યા અને આતંકવાદ સામે લડવા પર ધ્યાન આપવું જોઇએ. શરીફે જણાવ્યું કે પાકિસ્તાન અને ભારતને ગરીબી અને બિમારી સામે લડવા માટે હાથ મીલાવવા જોઇએ.

English summary
Pakistan PM Nawaz Sharif said India and Pakistan should join hands to tackle poverty and disease instead of wasting their resources on wars.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X