For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાક.એ ગ્વાદર પોર્ટ ચીનને હસ્તગત કર્યું, ભારત ચિંતિત

|
Google Oneindia Gujarati News

gwadar port
ઇસ્લામાબાદ, 19 ફેબ્રુઆરી: પાકિસ્તાને હરમુઝની ખાડીથી નીકળનાર જહાજોના રસ્તામાં આવનાર ગ્વાદર બંદરને ચીનને હસ્તગત કરી દીધું છે. જાણકારોનું માનવું છે કે પાકિસ્તાનનું આ પગલું ભારતના હિતમાં નથી. ભારતના રક્ષામંત્રી એ.કે એન્ટનીએ પણ 6 ફેબ્રુઆરીના રોજ કહ્યું હતું કે પડોશી દેશના બંદર પર ચીનની માલિકી ભારત માટે ચિંતાજનક છે.

બંદર પર હાલમાં કામ ચાલુ છે જોકે ચીનનું નૌકાદળ આ કાર્ય પૂર્ણ થયા બાદ તેનો ઉપયોગ કરવા લાગશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં સ્થિત ગ્વાદર પોર્ટના વિકાસ પર આવનાર 24 કરોડ 80 લાખ ડોલરના ખર્ચમાંથી 80 ટકા ચીન આપશે. આ વિસ્તારમાં પાકિસ્તાનથી પશ્ચિમી ચીન સુધી ઉર્જા અને ખાડી દેશોમાંથી વ્યાપાર માટે કોરિડોર ખોલવા માટેની યોજના છે.

ગ્વાદર બંદરનું ચીન માટે વિશેષ મહત્વ છે. કારણ કે તેનું 60 ટકા ઓઇલ ખાડી દેશોમાંથી આવે છે જે આ બંદરની નજીક પડે છે. ચીને આ બંદરના નિર્માણની શરૂઆતમાં 75 ટકા ધન એડવાન્સમાં આપી દીધું હતું. પાકિસ્તાન સરકારે 30 જાન્યુઆરીના રોજ ગ્વાદર બંદરના નિર્માણનો અધિકાર સિંગાપુરથી ચીનને હસ્તગત કરવામાં આવ્યો.

અત્રે ઉલ્લેખનીય છે કે ચીને ભારતના પાડોશી દેશો શ્રીલંકાના હંબનટોટા અને બાંગ્લાદેશના ચટગાંવમાં પણ બંદરના નિર્માણમાં નાણાકીય મદદ કરી છે. આ બાબત ભારતીય સમુદ્રી સુરક્ષા માટે ચિંતાજનક બાબત છે.

English summary
Pakistan inks deal to hand over Gwadar port to China firm.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X