For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકી સંસદમાં સિંધી કાર્યકર્તાએ પાકિસ્તાનની પોલ ખોલી, મહિલા અને હિન્દુઓ પર અત્યાચાર થાય છે

અમેરિકી સંસદમાં સિંધી કાર્યકર્તાએ પાકિસ્તાનની પોલ ખોલી, મહિલા અને હિન્દુઓ પર અત્યાચાર થાય છે

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ ખુદને ભારતના મુસલમાનોના મસીહા ગણાવનાર પાકિસ્તાનનો અસલી ચહેરો અમેરિકી કોંગ્રેસમાં સામે આવી ગયો છે. અહીં એક સિંધી મૂળની અમેરિકી કાર્યકર્તા ફાતિમા ગુલે અમેરિકાની વિદેશી મામલાની સમિતિ સામે થઈ રહેલ સુનાવણીમાં જણાવ્યું કે પાકિસ્તાનમાં કેવી રીતે બીજા ધર્મને ચુપ કરાવી દેવામાં આવે છે. ફાતિમાએ જણાવ્યું કે પાકિસ્તાન દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જ્યાં પોતાના જ નાગરિકો વિરુદ્ધ બિલ પાસ કરાવવામાં આવે છે. ગુલે જણાવ્યું કે કેવી રીતે પાકિસ્તાનમાં મહિલાઓને બુરખા સિવાય બીજા પ્રતિબંધોનો સામનો કરવો પડે છે.

fatima gul

પાકિસ્તાનનું જૂઠ સામે આવ્યું

પાકિસ્તાનના આ જૂઠનો બેનકાબ કરતા ફાતિમા ગૂલે કહ્યું કે મહિલાઓના ધાર્મિક ઉત્પિડન અને તેમની વિરુદ્ધ હિંસા જ પાકિસ્તાનનું મૂળ ચરિત્ર છે. ગુલ અમેરિકાની વિદેશ મામલાની સમિતિમાં છે. ગુલે મંગળવારે કમિટીને જણાવ્યું કે પાકિસ્તાનની જમીન પર કેવી રીતે અલ્પસંખ્યકો વિરુદ્ધ અત્યાચાર થઈ રહ્યા છે. તેમણે પાકિસ્તાન પર જોરદાર બુમલો બોલતા કહ્યું કે ધાર્મિક ઉત્પીડન પાકિસ્તાનની એક પ્રમુખ વિશેષતા છે. હિન્દુ, ઈસાઈ, અહમદી, શિયા, બલૂચને ધાર્મિક અતિવાદિઓ દ્વારા પીડિત કરવામાં આવી રહ્યા છે જે સરકાર સાથે કામ કરે છે. પાકિસ્તાન દુનિયાનો એકમાત્ર એવો દે છે જે પોતાના જ નાગરિકો વિરુદ્ધ કાનૂન બનાવે છે. તેમણે આગળ કહ્યું કે પાકિસ્તાન મહિલાઓને રહેવા માટે છઠ્ઠો સૌથી ખતરનાક દેશ છે. પાકિસ્તાનમાં મહિલા વિરુદ્ધ હિંસા અને દુષ્કર્મના મામલે સૌથી વધુ હોય છે. પાકિસ્તાનમાં મહિલાઓ વિરુદ્ધ હિંસા અને દુષ્કર્મના મામલા સૌથી વધુ બને છે. હ્યૂમન રાઈટ્સ વૉચ મુજબ પાકિસ્તાનમાં બાળ યૌન શોષણ અશાંતિથી સામાન્ય છે.

ગુલ એટલે જ ન અટક્યાં અને તેમણે કમિટીને જાણકારી આપી કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં લાહોરમાં લગભગ 141 મામલા નોંધવામાં આવ્યા છે. કાર્યકર્તાએ કહ્યું કે 2018ના અડધા ભાગમાં પોલીસ રિપોર્ટ્સ મુજબ 1000થી વધુ હિન્દુ છોકરીઓનું અપહરણ કરી તેમને ઈસ્લામમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યા છે. દેશમાં બાળ શોષણના મામલામાં 33 ટકા વધારો જોવા મળ્યો છે. ગુલે આ વાતને પણ અમેરિકી સદનમાં રાખી કે ઈસ 1990થી પાકિસ્તાનમાં ઈશનિંદાના નામ પર 70 લોકોને મારી દેવામાં આવ્યા છે અને 40 લોકો ઉંમરકેદની સજા કાપી રહ્યા છે. જ્યારે કેટલાક એવા પણ છે જેમને મોતની સજા સંભળાવવામાં આવી છે. ગુલે પોતાના સંબોધનના અંતમાં કહ્યું કે પાકિસ્તાનમાં ઑતોરિટીઝ મોટા પાયે માનવાધિકારના હનનની મંજૂરી આપે છે.

 આ શખ્સે 240 મહિલાને બનાવી રાખી હતી સેક્સ સ્લેવ, કરાવતો હતો આવું ગંદું કામ આ શખ્સે 240 મહિલાને બનાવી રાખી હતી સેક્સ સ્લેવ, કરાવતો હતો આવું ગંદું કામ

English summary
pakistan is not safe for women and hindus says fatima gul
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X