ISIS ખુરાસાનનો ઇન્ટેલિજેન્સ ચીફ અસદુલ્લાહ ઓરકજઈ ઠાર મરાયો

ISIS ખુરાસાનનો ઇન્ટેલિજેન્સ ચીફ અસદુલ્લાહ ઓરકજઈ ઠાર મરાયો

કાબુલઃ ગુરુવારે અફઘાન સુરક્ષાબળોએ આઈએસઆઈએસ ખુરાસાન શાખાના ખુફિયા વિભાગના પ્રમુખના રૂપમાં સક્રિય પાકિસ્તાની મૂળના આતંકવાદી અસદુલ્લાહ ઓરકજઈને અફઘાનિસ્તાનમાં ઠાર માર્યો. નેશનલ ડાયરેક્ટોરેટ ઑફ સિક્યોરિટી (NDS) દ્વારા આ અંગે પુષ્ટિ કરવામાં આવી છે. જણાવી દઇએ કે ઓરકજઈનું અસલી નામ જિયાઉર્રહમાન હતું અને તે અફઘાનિસ્તાનમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં સામેલ હતો.

assadullah orakzai

એનડીએસે કહ્યું કે અફઘાનિસ્તાનના ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય ભાગીદારોએ યાદ રાખવું જોઈએ કે અફઘાનિસ્તાનની આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં મોટી ભૂમિકા છે અને તેઓ આતંકવાદીઓને જળથી ઉખેડી ફેંકશે. ટોલો ન્યૂઝ એજન્સી મુજબ 4 એપ્રિલે એનડીએસે અબ્દુલ્લા ઓરકજઈની ધરપકડની ઘોષણા કરવામાં આવી હતી.

અસલમ ફારુકી ઇસ્લામિક સ્ટેટની ખુરરાસાન શાખાનો એક મોટો નેતા માનવામાં આવે છે. ફારુકીની સાથે જ ખુરાસાન યૂનિટના અન્ય19 સભ્યોની પણ ધરપકડ કરવામાં આવી હતી. એક સ્પેશિયલ ઓપરેશન દરમિયાન પકડાયેલા આ લોકોમાં કારી જાહિદ અને અબૂ તલ્હાના નામથી ઓળખાતા સૈફુલ્લાહ પણ સામેલ હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X