For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાક.ના નામી પત્રકારની કારમાંથી મળ્યો બોમ્બ

|
Google Oneindia Gujarati News

hamid mir
ઇસ્લામાબાદ, 26 નવેમ્બર: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં જાણીતા પત્રકાર હામિદ મીરની ગાડીમાં મળી આવેલા વિસ્ફોટકને નિષ્ક્રીય કરી દેવાયો છે. પાકિસ્તાનના સરકારી રેડિયો સ્ટેશન અનુસાર ઇસ્લામાબાદના પોલીસ મહાનિરિક્ષક બિન યામીને જણાવ્યું કે સોમવારે હામિદ મીરની ગાડીમાં કેટલાક અજાણ્યા લોકોએ બોમ્બ મૂકી દીધો હતો. પાકિસ્તાન સરકારે આ વિસ્ફોટક મૂકનારની જાણકારી આપનારને પાંચ કરોડનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.

મળતી માહીતી અનુસાર હામિદ મીર સોમવારે સવારે પોતાની કાર લઇને બજારમાં ગયા હતા અને થોડીવારમાં જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે તેમના પાડોશીના ડ્રાઇવરે તેમની ગાડીમાં કોઇ શંકાસ્પદ બેગ જોઇ. અને તુરંત પોલીસને તેની જાણ કરવામાં આવી.

બિન યામીનના જણાવ્યા પ્રમાણે પોલીસ અને બોમ્બ ડિસ્પોજલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહુંચ્યા અને બોમ્બને નિષ્ક્રિય કરી દીધો. તેમણે જણાવ્યું કે કારમાંથી અડધા કિલો વિસ્ફોટક મળી આવ્યું હતું. વિસ્ફોટકની સાથે એક બેટ્રી અને ડેટોનેટર અને બોલ બેયરીંગ પણ મળી આવી હતી.

બિન યામીને જણાવ્યું કે આ મામલાની તપાસ જારી છે કે આખરે કોણે આ વિસ્ફોટક મારી ગાડીમાં લગાવ્યા હતા. હામિદ મીર પાકિસ્તાનના ખાનગી ટેલિવિઝન ચેનલ 'ઝિયા ન્યૂઝ'ના પ્રમુખ છે. તેઓ પાક. મીડિયામાં એકમાત્ર એવા પત્રકાર છે જેમણે ઓસામા બિન લાદેનનું ઇન્ટર્વ્યુ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સરકારે પત્રકાર હામિદ મીરની ગાડીમાં આ વિસ્ફોટક મૂકનારની જાણકારી આપનારને પાંચ કરોડનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.

English summary
A top Pakistani television anchor on Monday escaped a bid on his life as an improvised explosive device was found planted under his car.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X