• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાજધાની કાબુલ પર તાલિબાનોનો હુમલો, ઘણા ભાગો પર કબ્જો, અફઘાનિસ્તાનમાં છેલ્લી લડાઈ?

|
Google Oneindia Gujarati News

કાબુલ : તાલિબાનોએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર હુમલો કર્યો છે અને સમાચાર એજન્સી એસોસિયેટ પ્રેસે અફઘાન અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, તાલિબાનીઓએ રાજધાની કાબુલની હદમાં પ્રવેશ કર્યો છે. ત્રણ અફઘાન અધિકારીઓએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે, તાલિબાન રાજધાની કાબુલની હદમાં ઘુસી ગયા છે. અફઘાનિસ્તાનના ગૃહમંત્રીએ કાબુલમાં તાલિબાનના પ્રવેશની પુષ્ટિ કરી છે.

રાજધાની કાબુલમાં તાલિબાનોએ પ્રવેશ કર્યો

અફઘાનિસ્તાનના ત્રણ સરકારી અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, તેઓ કાબુલમાં તાલિબાનના પ્રવેશ અંગેની માહિતી જાહેર કરવા માટે અધિકૃત નથી. આ અધિકારીએ કહ્યું કે, હજૂ સુધી કોઈ લડાઈ થઈ નથી. રિપોર્ટ અનુસાર તાલિબાન લડવૈયાઓ રાજધાની કાબુલના કાલકન, કારાબાગ અને પેગમેન જિલ્લાઓમાં ઘુસી ગયા છે. એક અહેવાલ મુજબ તાલિબાન તરફથી સત્તાવાર રીતે કાબુલમાં પ્રવેશવાની વાત કરવામાં આવી નથી, પરંતું અહેવાલો મુજબ અચાનક સવારે સરકારી કચેરીઓએ કર્મચારીઓ અને અધિકારીઓને ઘરે મોકલવાનું શરૂ કરી દીધું છે. આવા સમયે સરકારી ઇમારતોમાં કામ કરતા કર્મચારીઓને પણ ઘરે મોકલવામાં આવ્યા છે. અફઘાન એરફોર્સ રાજધાની કાબુલમાં સતત કૂચ કરી રહી છે.

last battle in Afghanistan

કાબુલ કબ્જે કરવાનો પ્રયાસ

તાલિબાને રવિવારના રોજ દેશના કેન્દ્ર સરકાર હસ્તકના કાબુલની બહારના છેલ્લા મોટા શહેર પર કબ્જો કર્યો હતો. દેશની રાજધાની કાબુલને કાપી નાખવામાં આવી છે. એક અહેવાલ મુજબ અમેરિકન દૂતાવાસ ઉપર હેલિકોપ્ટર સુરક્ષામાં રોકાયેલા છે, જ્યારે અમેરિકન અધિકારીઓને દૂતાવાસમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા હોવાના અહેવાલો છે. તાલિબાને અફઘાનિસ્તાનના જલાલાબાદના મુખ્ય શહેર પર કબ્જો કરી લીધો છે. અફઘાનિસ્તાનની કેન્દ્ર સરકાર દેશના 34માંથી કાબુલ સહિત માત્ર 5 પ્રાંતીય રાજધાનીઓ પર નિયંત્રણ ધરાવે છે. અફઘાનિસ્તાન સરકારના આંતરિક મંત્રીએ રાજધાની કાબુલમાં તાલિબાનના પ્રવેશની પુષ્ટિ કરી છે.

તાલિબાન અફઘાનિસ્તાન જીતવા જઈ રહ્યું છે!

તમામ પ્રાંતીય રાજધાનીઓ, ઝરંજ, શેબરખાન, સાર એ પુલ, કુન્દુઝ, તલોકન, આયબક, પુલ એ ખુમરી, ફૈઝાબાદ, ગઝની, ફિરસ કોહ, કલા એ નવ હવે તાલિબાનના નિયંત્રણમાં છે. કંદહાર, લશ્કરગઢ, હેરત, પુલ એ આલમ, મઝાર એ શરીફ અને જલાલાબાદ પણ તાલિબાન દ્વારા નિયંત્રિત છે અને હવે કાબુલ તાલિબાનનો કબ્જો લેવો સમયની વાત છે. રોઇટર્સના અહેવાલ મુજબ અમેરિકા અફઘાનિસ્તાનના વિવિધ શહેરોમાંથી તેના નાગરિકોને બહાર કાઢવા માટે રાજધાની કાબુલમાં વધુ સૈનિકો મોકલી રહ્યું છે. જલાલાબાદના પતનથી અફઘાનિસ્તાનના મુખ્ય રાજમાર્ગો પૈકીના એક પાકિસ્તાનના પેશાવર શહેર તરફ જતા રસ્તા પર તાલિબાનને નિયંત્રણ મળ્યું છે. યુએસ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, કાબુલ પહોંચતા સૈનિકોનું કામ માત્ર ત્યાં હાજર અમેરિકનોને બહાર કાઢવાનું છે.

સરદાર સરહદ પાર પહોંચી ગયા

મઝાર એ શરીફના બે સરદારો, અતા મોહમ્મદ નૂર અને અબ્દુલ રશીદ દોસ્તમે તાલિબાન સામે પ્રતિજ્ઞા લીધી હતી અને તાલિબાન સામે ગયા અઠવાડિયે શહેરમાં રેલીઓ પણ કાઢવામાં આવી હતી. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંને સરકારો પોતાનો જીવ બચાવવા ઉઝબેકિસ્તાન ભાગી ગયા છે અને સમગ્ર શહેરમાં તાલિબાનનો ઝંડો લહેરાવી રહ્યો છે. ઘણા દિવસો સુધી તાલિબાન સામે લડનારા મઝાર એા શરીફના રહેવાસી જિલ્લા ગવર્નર સલિમા મઝારીએ પણ હાર સ્વીકારી છે. તેમને અગાઉ ડર હતો કે, તાલિબાન આવતાની સાથે જ મહિલાઓને તેમના ઘરની દિવાલોમાં કેદ કરી દેવામાં આવશે અને તાલિબાન શાસન હેઠળ મહિલાઓ માટે કોઈ સ્થાન નહીં હોય. હવે સલિમા મઝારી નામના જ ગવર્નર રહ્યા છે.

કાબુલ પર તાલિબાનનું નિવેદન

રાજધાની કાબુલમાં પ્રવેશ્યા બાદ તાલિબાને એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, તેઓ રાજધાની કાબુલ પર બળપૂર્વક કબ્જો કરવા માંગતા નથી. તેમની યોજના બંદૂકની મદદથી રાજધાની કાબુલને કબ્જે કરવાની નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે, રવિવારના રોજ અફઘાનિસ્તાનની રાજધાનીમાં ઉગ્ર હિંસા થવાની છે.

આ પહેલા અમેરિકાએ કરી હતી એર સ્ટ્રાઇક

અમેરિકાએ તાલિબાનના ઠેકાણાઓ પર અનેક હવાઈ હુમલા કર્યા છે. હવે સવાલ ઉઠી રહ્યો છે કે, અમેરિકા જેણે અફઘાનિસ્તાનમાંથી લગભગ પોતાના સૈનિકોને પરત બોલાવી લીધા છે, તો તે તાલિબાન પર ક્યાંથી હુમલાઓ કરી રહ્યું છે? લશ્કરી નિષ્ણાતોના જણાવ્યા મુજબ પાકિસ્તાને અમેરિકાને પોતાનો મિલેટ્રી બેઝ આપ્યો છે અને અમેરિકા એ જ એરસ્પેસ પરથી તાલિબાનના વિસ્તારોમાં હુમલા કરી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન સરકાર આ દાવાને સ્પષ્ટપણે નકારે છે. લશ્કરી વિશ્લેષકોનું કહેવું છે કે, અફઘાનની સરહદે આવેલા અને અમેરિકાના જૂના દુશ્મન ઈરાન પોતાનું લશ્કરી મથક અમેરિકાને નહીં આપે, બીજી બાજુ ચીન અને રશિયન મૈત્રીપૂર્ણ દેશો સાથે સરહદો છે, જ્યાંથી અમેરિકાને એરપોર્ટ મળવાની શક્યતા નથી. તો માત્ર પાકિસ્તાન બાકી રહ્યું જ્યાથી અમેરિકા એરસ્ટ્રાઇક કરી શકે.

English summary
According to the big information being received from Afghanistan, the Taliban has attacked the capital Kabul and the news agency Associate Press has reported quoting Afghan officials that Taliban fighters have entered the outskirts of the capital Kabul.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X