For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં પારો પહોંચ્યો 50 ને પાર, લોકો થઈ રહ્યા છે બેભાન

પાકિસ્તાનમાં ફરી એક વાર ગરમીએ આતંક મચાવવાનું શરૂ કરી દીધુ છે. દક્ષિણી પાકિસ્તાનના જાણીતા નવાબશાહ ટાઉનમાં પારો 50 ડિગ્રીથી ઉપર પહોંચી ગયો છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનમાં ફરી એક વાર ગરમીએ આતંક મચાવવાનું શરૂ કરી દીધુ છે. દક્ષિણી પાકિસ્તાનના જાણીતા નવાબશાહ ટાઉનમાં પારો 50 ડિગ્રીથી ઉપર પહોંચી ગયો છે. બુધવારે અહીં તાપમાન 50.2 ડિગ્રી સેલ્સિયસ કે 122.4 ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યુ. એપ્રિલમાં આટલુ તાપમાન અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. અમેરિકી અખબાર વોશિંગટન પોસ્ટે આની જાણકારી આપતા આટલા તાપમાન પર ચિંતા વ્યક્ત કરી છે. ટ્વીટર પર ફ્રેન્ચ હવામાન વૈજ્ઞાનિક એટિયેન કપિકિયને સૌથી પહેલા આ તાપમાનની જાણકારી આપી હતી. એટિયેન મેટિયો ફ્રાંન્સમાં હવામાન વૈજ્ઞાનિક છે. નવાબશાહની જનસંખ્યા 1.1 મિલિયન છે અને આ જગ્યા હિંદ મહાસાગરથી 120 કિમી દૂર છે.

17 વર્ષ બાદ નોંધાયુ આટલુ તાપમાન

17 વર્ષ બાદ નોંધાયુ આટલુ તાપમાન

કપિકિયનની ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના ઈતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી ગરમ એપ્રિલ રહ્યો છે. એટિયેનના જણાવ્યા અનુસાર માત્ર પાકિસ્તાન જ નહિ પરંતુ સમગ્ર એશિયાઈ મહાદ્વીપ માટે એપ્રિલ ગરમ રહ્યો. દુનિયાભરના હવામાન પર નજર રાખનાર હવામાન વિશેષજ્ઞ ક્રિસ્ટોફર બર્ટના જણાવ્યા મુજબ આટલુ તાપમાન આધુનિક સમયમાં ધરતી માટે સૌથી વધારે છે. એપ્રિલ 2001 માં મેક્સિકોના સાંતા રોસાનું તાપમાન 123.8 ડિગ્રી કે 51 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયુ હતું. બર્ટના જણાવ્યા અનુસાર 17 વર્ષ બાદ આટલુ તાપમાન નોંધવામાં આવ્યુ છે.

વર્લ્ડ રેકોર્ડ છે કે નહિ તેના પર શંકા

વર્લ્ડ રેકોર્ડ છે કે નહિ તેના પર શંકા

જો કે બર્ટે એમ પણ કહ્યુ કે હજુ સુધી કહી ન શકાય કે નવાબશાહનું તાપમાન એપ્રિલમાં એક વર્લ્ડ રેકોર્ડ છે કારણકે વર્લ્ડ મીટિયોરોલોજીકલ ઓર્ગેનાઈઝેશને તાપમાન અંગે હજુ સુધી કોઈ માસિક અધિકૃત આકલન કર્યુ નથી. વળી, રેંડી સેરવેનીની માનીએ તો બર્ટની વાતો પર ભરોસો કરી શકાય છે કારણકે તેમને આ વિશે વધુ માહિતી છે. સેરવેની અત્યાધિક તાપમાન અંગે વર્લ્ડ મીટિયોરોજિકલ ઓર્ગેનાઈઝેશન તરફથી બનાવેલી સમિતિમાં રેકોર્ડર તરીકે કામ કરે છે.

માર્ચમાં પણ તૂટ્યો હતો રેકોર્ડ

માર્ચમાં પણ તૂટ્યો હતો રેકોર્ડ

નવાબશાહમાં આ સતત બાજો મહિનો છે જ્યાં ગરમીએ એક રેકોર્ડ બનાવ્યો છે. માર્ચમાં અહીં તાપમાન 113.9 ડિગ્રી સુધી પહોંચી ગયુ હતું. આ ઉપરાંત એશિયાના બીજા શહેરોમાં માર્ચ મહિનામાં 29 થી 31 માર્ચ વચ્ચે ગરમીએ નવો આંક પાર કરી લીધો હતો. વોશિંગ્ટન પોસ્ટના જણાવ્યા અનુસાર ઉત્તરી હિંદ મહાસાગરની ઉપર ગરમ ગુબાર બનવાને કારણે એશિયામાં લૂ નું વાતાવરણ બની ગયુ છે. પાકિસ્તાનના અખબાર ધ ડૉનના જણાવ્યા અનુસાર નવાબશાહમાં ગરમીની પરિસ્થિતિ અસહ્ય બની ગઈ છે. ઘણા લોકો હીટસ્ટ્રોકને કારણે બેભાન પણ થઈ રહ્યા છે.

વીજળીમાં કાપથી લોકો ત્રસ્ત

વીજળીમાં કાપથી લોકો ત્રસ્ત

પાકિસ્તાન ટુડે તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ આટલી ગરમીએ વિજળીની માંગ વધારી દીધી છે અને વધતી માંગને કારણે સતત અઘોષિત વિજળી કાપ કરવામાં આવી રહ્યો છે. વિજળી કાપને કારણે ગરમીનો પ્રભાવ વધી રહ્યો છે કારણકે એસીનો ઉપયોગ નથી કરી શકતા. નવાબશાહમાં આટલા તાપમાન બાદ વર્ષ 2017 પછી આંતરરાષ્ટ્રીય સ્તર પર રેકોર્ડ ગરમીવાળી યાદીમાં તેનું નામ જોડાઈ ગયુ છે. નવાબશાહ પહેલા સ્પેન અને ઈરાનમાં ગયા વર્ષે સૌથી વધુ તાપમાન રેકોર્ડ કરવામાં આવ્યુ હતું. મે 2017 માં પાકિસ્તાનના તુરબતમાં તાપમાન 128.3 ડિગ્રી સુધી પહોંચી હયુ હતુ. તુરબતના આટલા તાપમાનને કારણે પાકિસ્તાનમાં ગરમીએ મે મહિનામાં એક નવો રેકોર્ડ બનાવી લીધો હતો.

English summary
temperature pakistan s nawabshah town reaches upto 50 degree celsius
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X