For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાએ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના અધિકારીઓ પર લગાવ્યો વિઝા પ્રતિબંધ

કોરોના સંકટ સામે લડી રહેલ અમેરિકાએ એક પછી એક મોટો નિર્ણયો કર્યા છે

|
Google Oneindia Gujarati News

કોરોના સંકટ સામે લડી રહેલ અમેરિકાએ એક પછી એક મોટો નિર્ણયો કર્યા છે. અમેરિકી મીડિયાએ દાવો કર્યો છે કે ટ્રમ્પ પ્રશાસને ખુદને વિશ્વ આરોગ્ય સંગઠનથી અલગ કરી લીધુ છે. વળી, હવે અમેરિકી સરકારે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના અમુક અધિકારીઓ પર વિઝા પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ માહિતી આપીને કહ્યુ છે કે અમેરિકાએ ચીની કમ્યનિસ્ટ પાર્ટીએ તેમના અધિકારીઓ પર વિઝા પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે જે તિબેટમાં વિદેશીઓ માટે નીતિઓના નિર્માણમાં ઘણી હદ સુધી શામેલ છે.

ચીની અધિકારીઓ પર વિઝા પ્રતિબંધ

ચીની અધિકારીઓ પર વિઝા પ્રતિબંધ

અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યુ કે અમેરિકા ચીની અધિકારીઓ પર વિઝા પ્રતિબંધ લગાવવા જઈ રહ્યુ. માઈક પોમ્પિયોએ કહ્યુ કે હ્યુમન રાઈટ્સના હનનને જોતા તિબેટી ક્ષેત્રોમાં પ્રવેશ આઅપવા ક્ષેત્રીય સ્થિરતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યુ કે એશિયાની મુખ્ય નદીઓ પાસે પર્યાવરણીય ઘટાડો ચીનની નિષ્ફળતાને દર્શાવે છે. વળી, આ પહેલા કોરોના વાયરસ વિશે અમેરિકાએ વિશ્વ આરોગ્ય સંગઠનને માહિતી છૂપાવવા અને ચીનનો સાથ આપવાનો આરોપ લગાવ્યો. અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ વિશ્વ આરોગ્ય સંગઠન પર ચીનના પ્રભાવનો આરોપ લગાવ્યો અને હવે અમેરિકાએ ખુદને ડબ્લ્યુએચઓથી અલગ કરવાનો નિર્ણય કરી લીધો છે. અમેરિકાએ મંગળવારે વિશ્વ આરોગ્ય સંગઠનના અધિકૃત રીતે અલગ થવાનો નિર્ણય કર્યો.

અમેરિકાએ WHOથી અલગ થવાનો મોટો નિર્ણય લીધો

અમેરિકી મીડિયા મુજબ ટ્રમ્પ પ્રશાસને અધિકૃત રીતે અમેરિકાને WHOથી અલગ કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ રિપોર્ટ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને અમેરિકાને WHOથી અધિકૃત રીતે અલગ કરી દીધુ છે. તમને જણાવી દઈએ કે અમેરિકી મીડિયા 'ધ હિલ' પોતાના રિપોર્ટમાં દાવો કરે છે કે ટ્રમ્પ પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે.

ચીનથી પ્રભાવિત થવાનો આરોપ

ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે અમેરિકામાં મોટો વિનાશ થયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વિશે વિશ્વ આરોગ્ય સંગઠનથી નારાજગી વ્યક્ત કરી હતી અને મેમાં જ આનુ એલાન કર્યુ હતુ કે અમેરિકા WHOથી પોતાના સંબંધો સમાપ્ત કરી રહ્યુ છે. ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંગઠન પર કોરોના વિશે માહિતી છૂપાવવાનો આરોપ લગાવ્યો. ચીનથી પ્રભાવિત થવાનો આરોપ લગાવ્યો અને તેનુ ફંડિંગ પણ રોકી દીધુ.

અમેરિકામાં જઇ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઝાટકો, VISA પાછા લઇ લેવાની તૈયારીઅમેરિકામાં જઇ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઝાટકો, VISA પાછા લઇ લેવાની તૈયારી

English summary
Trump formally withdraws US from WHO, restricts visa for china officials
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X