For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર અમેરિકામાં પર્યુષણ નિમિત્તે હજારો જૈનના ઉપવાસ

|
Google Oneindia Gujarati News

મિશિગન (યુએસએ), 15 સપ્ટેમ્બર : ઉત્તર અમેરિકામાં વસતા હજારો જૈન 12થી 29 સપ્ટેમ્બર, 2012 દરમિયાવ પર્યુષણ પર્વ અને ત્યાર બાદ દસ લક્ષણ મહા પર્વ નિમિત્તે ઉપવાસ કરી રહ્યા છે. આ બંને જૈન પર્વો માફી અને આત્મનિરીક્ષણ શીખવે છે. જૈન ધર્મમાં ઉપવાસ, આત્મ સંયમ, ધાર્મિક ચિંતન અને આત્મ નિરીક્ષણના માર્ગે આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવાનું મહત્વ છે.

જૈન ધર્મ ભારતના ત્રણ મુખ્ય શાસ્ત્રોક્ત ધર્મ હિન્દુ અને બૌદ્ધ ધર્મ સાથે સામેલ છે. જૈન ધર્મ અહિંસા, શાંતિ, સહિષ્ણુતા અને તમામ જીવો માટે આદર ધરાવે છે. વિશ્વમાં ભારત અને ભારત બહાર અન્ય 35 દેશોમા રહેતા જૈનો આ પર્વ ઉજવે છે.

પર્યુષણ પર્વની સમાપ્તિએ સંવત્સરી ઉજવીને પર્વનું સમાપન યોજવામાં આવશે. આ પર્વ દરમિયાન ભારત, યુએસએ અને યુકેની અનેક યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને વર્ગો ભરવામાંથી થોડા સમય માટે છૂટ આપે છે.

આ અંગે ઉત્તર અમેરિકામાં વસતા જૈનોના સંગઠન જૈનાના અધ્યક્ષ ડૉ. સુશીલ જૈનનું કહેવું છે કે 'હું યુએસએ અને કેનેડામાં વસતા જૈનોને જરૂરીયાતમંદો સુધી પહોંચીને તેમની મદદ કરવા પ્રોત્સાહન આપું છું. આ દ્રારા જૈન ધર્મમાં આપવામાં આવેલા શાંતિ અને સહિષ્ણુતાના સંદેશનો પ્રચાર થાય છે. તેના કારણે પાડોશીઓ સાથેના સંબંધો મજબૂત બને છે.'

English summary
Nearly 150,000 Jains in North America are observe Paryushana and Das Lakshan Maha Parva during 12 to 29 September, 2012.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X