For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલા ખેલાડીના રૂમમાં આપત્તિજનક અવસ્થામાં પકડાયો તીરંદાજ

|
Google Oneindia Gujarati News

love
પુણે, 7 જૂનઃ ક્રિકેટને લઇને ચાલી રહેલો વિવાદ હજી સમ્યો નથી ત્યાં તીરંદજીએ ભારતીય ખેલને ફરી એકવાર શર્મસાર કરી દીધો છે. વિશ્વ કપ માટે પૂણેના આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટીટ્યૂટમાં ચાલી રહેલા નેશનલ કેમ્પ દરમિયાન એક પુરુષ તીરંદાજ અને એક મહિલા તીરંદાજને આપત્તિજનક સ્થિતિમાં પકડાયા હતા. આ ઘટના બાદ આખા કેમ્પમાં હડકંપ મચી ગયો. ખેલ વિભાગના અધિકારીઓએ બન્નેને ખેલમાંથી નિલંબિત કરી દીધા છે અને હવે તેઓ વિશ્વકપમાં ભાગ નહીં લઇ શકે.

ધ ટેલીગ્રાફના અહેવાલ અનુસાર ઝારખંડના લોહરદગ્ગાના પવન જાલ્કો અને બોકારોની ગુંજન કુમારી કેમ્પ દરમિયાન એક રૂમમાં આપત્તિજનક સ્થિતિમાં હતા, ત્યારે જ અધિકારીઓએ તેમને પકડી લીધા. પ્રાપ્ત માહિતી અનુસાર બન્ને એવી સ્થિતિમાં હતા કે જેને શબ્દોમાં વર્ણવી શકાય નહીં. બન્નેની ઉમર 21 વર્ષની છે. એક રાષ્ટ્રીય કોચના જણાવ્યા પ્રમાણે ગુંજન અને પવન માર્ચથી આ કેમ્પમા હતા. જે દરમિયાન જ બન્ને એક બીજાની ઘણી નજીક આવી ગયા હતા, પરંતુ બન્નેએ સીમાઓ લાંધી નહોતી.

જ્યારે આ મામલો બહાર આવ્યો તો ખેલ અધિકારીઓએ તત્કાળ પ્રભાવથી બન્ને ખેલાડીઓને કેમ્પની બહાર કાઢી નાંખ્યા. સૂત્રોની વાત માનીએ તો બન્ને ખેલાડી પોત-પોતાના ઘરે પહોંચી ગયા છે. પોતાની આ હરકતથી બદનામ થયેલા બન્ને ખેલાડીઓ હવે વિશ્વકપમાં પણ ભાગ નહીં લઇ શકે. નોંધનીય છે કે, ટર્કીના અંટાલ્યામાં 10થી 16 જૂન સુધી તીરંદાજીનો વિશ્વકપ થવાનો છે. તેને ધ્યાનમાં રાખીને પુણેમાં એક રાષ્ટ્રીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

English summary
Already laid low by the IPL spot-fixing controversy, Indian sports plunged to new lows recently with two archers being caught objectionable condition in a national camp.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X