For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો, પહેલીવાર ન્યૂઝીલેન્ડને તેમના ઘરઆંગણે વાઈટવોશ કર્યું

ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો, પહેલીવાર ન્યૂઝીલેન્ડને તેમના ઘરઆંગણે વાઈટવોશ કર્યું

|
Google Oneindia Gujarati News

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 શ્રૃંખલાનો આજે પાંચમી અને છેલ્લી મેચ રમાણી. આ મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત સાથે ન્યૂઝીલેન્ડને વાઈટવોશ કર્યું. ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું જ્યારે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડની ધરતી પર જ તેમને વાઈટવોશ કર્યું હોય. છેલ્લી મેચમાં ભારતીય ટીમે 163 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરી રહેલી ન્યૂઝીલેન્ડ ટીમ માત્ર 156 રન જ બનાવી શકી હતી. આ સાથે જ ભારતીય ટીમે 5-0થી ટી20 સીરિઝ જીતી લીધી છે.

team india

IPL 2020: 3 વિદેશી ખેલાડીઓ જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીતાડી શકે છે ટાઈટલIPL 2020: 3 વિદેશી ખેલાડીઓ જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીતાડી શકે છે ટાઈટલ

પાંચેય મેચમાં કેવું પ્રદર્શન

  • પહેલી ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડ ટીમે 203 રન બનાવ્યા હતા, ટાર્ગેટનો પીછો કરી રહેલી ભારતીય ટીમે 19 ઓવરમાં 204 રન બનાવીને જીત હાંસલ કરી હતી.
  • બીજી ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડ ટીમે 132 રન બનાવ્યા હતા, ટાર્ગેટનો પીછો કરી રહલી ભારતીય ટીમે 17.3 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધો હતો.
  • ત્રીજી ટી20 મેચમાં ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ ટીમ વચ્ચે ટાઈ થતાં સુપર ઓવરમાં ભારતીય ટીમે જીત હાંસલ કરી હતી.
  • ચોથી ટી20 મેચમાં પણ બંને ટીમ વચ્ચે 165 રન સાથે ટાઈ થતાં ભારતીય ટીમ ફરી સુપર ઓવરમાં જીતી હતી.
  • પાંચમી ટી20 મેચમાં ભારતીય ટીમે 163 રન બનાવ્યા હતા, જ્યારે ટાર્ગેટનો પીછો કરી રહેલી ન્યૂઝીલેન્ડ ટીમ માત્ર 156 રન જ બનાવી શકી હતી.

આગામી મેચ ક્યારે અને ક્યાં

ટી20માં ક્લિન સ્વિપ કર્યા બાદ ભારતીય ટીમ વનડેમાં પણ ક્લિન સ્વિપ કરવાના ઉદ્દેશ્ય સાથે 5મી ફેબ્રુઆરીએ મેદાને ઉતરશે. પાંચમી ફેબ્રુઆરીએ પહેલી વનડે મેચ રમાશે, 8મી ફેબ્રુઆરીએ બીજી વનડે મેચ રમાશે અને 11મી ફેબ્રુઆરીએ ત્રીજી વનડે મેચ રમાશે. જે બાદ ત્રણ દિવસના પ્રેક્ટિસ મેચ બાદ 21 ફેબ્રુઆરીએ બંને ટીમ વચ્ચે પહેલી ટેસ્ટ અને 29 ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ મેચ રમાશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs NZ: team india whitewashed new zealand in t20 series
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X