For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2021 Guideline: 90 મિનિટની સમયસીમા સાથે BCCIએ જાહેર કરી નવી ગાઈડલાઈન

IPL 2021 Guideline: 90 મિનિટની સમયસીમા સાથે BCCIએ જાહેર કરી નવી ગાઈડલાઈન

|
Google Oneindia Gujarati News

બીસીસીઆઈએ આઈપીએલ સિઝન 2021 માટે બે મોટા નિયમોમાં બદલાવ કર્યા છે જેમાં સૉફ્ટ સિગ્નલ હટાવવામાં આવ્યું છે અને સમયસીમા નક્કી કરવામાં આવી છે. નવા નિયમ મુજબ ત્રીજા અંપાયરના ફેસલા પર સૉફ્ટ સિગ્નલ આઉટનો કોઈ પ્રભાવ નહિ હોય અને તેઓ પોતાની પાસે ઉપલબ્ધ ટેક્નોલોજીના આધારે ફેસલો લેશે.

ipl 2021

જો મેદાન અંપાયરને કોઈ શંકા છે અથવા તો બૉલર એન્ડના અંપાયરને લેગ અંપાયર પાસેથી સલાહ સૂચન લીધા બાદ તેને ત્રીજા અંપાયરને રેફર કરી દેશે. તો ત્યારે તે કોઈ શોફ્ટ સિગ્નલ આઉટ નહિ આપે.

વિરાટ કોહલી સૉફ્ટ સિગ્નલને લઈ ઘણા નારાજ હતા અને તેમણે આનો વિરોધ પણ કર્યો હતો. જો કે કોહલીએ એલબીડબલ્યૂના ફેસલામાં અંપાયર કૉલનો પણ વિરોધ કર્યો હતો પરંતુ બીસીસીઆઈએ હાલ આ નિયમ ચાલુ રાખ્યો.

બીસીસીઆઈએ આ ઉપરાંત સંશોધિત ખેલ પરિસ્થિતિઓમાં પણ કહ્યું કે 20મી ઓવર 90 મિનિટમાં સમાપ્ત થઈ જવી જોઈએ.

ક્રિકબજ મુજબ બીસીસીઆઈએ કહ્યું, 'મેચની સમય સીમા નિયંત્રિત કરવાના ઉપાયના રૂપમાં, પ્રત્યેક ઈનિંગમાં 20મી ઓવર હવે 90 મિનિટમાં સામેલ કરાય છે, પહેલાં 20મી ઓર 90 મિનિટ પર અથવા તે પહેલાં શરૂ કરવાની હતી.'

આ બિંદુ પર વિસ્તારથી જણાવતા બીસીસીઆઈએ કહ્યું, "આઈપીએલ મેચમાં પ્રાપ્ત કરાતી ન્યૂનતમ ઓવર રેટ 14.11 ઓવર પ્રતિ કલાક હશે. 90 મિનિટમાં 20 ઓર ફેકાઈ જવી જોઈએ."

આ નિયમનું પાલન કરાવવાની જવાબદારી ચોથા અંપાયર પર હશે અને આવું ના થવા પર સંબંધિત ટીમને ચેતવણી આપી શકાય ચે. આ ઉપરાંત બોર્ડે અંપાયરો દ્વારા શૉર્ટ રન કૉલને પણ સંશોધિત કર્યો છે. હવે આનો ફેસલો અંપાયર કરશે. બીસીસીઆઈએ કહ્યું, 1 એપ્રિલથી બદલાવ લાગૂ થશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2021 Guideline: BCCI announces new guideline including change in time limit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X